Skip to main content

Posts

Showing posts from September, 2019

રામજીભાઈ વોરા (કાકા) - અદના ગાંધીયન

આદરણી સ્વ.રામજીભાઈ પ. વોરા-પૂજ્ય કાકા ના સ્મૃતીદિને આવો એમના સેવાયજ્ઞને વાગોળીએ.જેમણે મડાણા-ગઢ ખાતે નૂતન ભારતી નામનું સંસ્થાકીય વટવૃક્ષ તૈય્યાર કર્યું. મહાત્મા ગાંધીની વિચારધારાને કેન્દ્રમાં રાખી નૂતન ભારતી છેલ્લી અડધી સદીથી ગ્રામીણ વિકાસની શૈક્ષણિક તેમજ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની તાલીમનું અગ્રેસર કેન્દ્ર રહ્યું છે. વર્ષ 1958 પહેલા આંતરિયાળ મડાણા ગામ: - આ સંસ્થાના સ્થાપક અને અગ્રણી શ્રી રામજીભાઇ પી.વાહોરા વતન પણ મડાણા ગામ જ. તેમણે પ્રાથમિક શિક્ષણ ધોરણ -4 સુધી પોતાના ગામમાં લીધું. તેમના ગામમાં ઉચ્ચ શિક્ષણની સુવિધા ન હોવાથી - તેમણે પાલનપુરમાં એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો. 1955માં એસ.એસ.સી. કર્યું. તે સમયે મડાણામાં ચોરી-લૂંટ અને ગુંડાગીરી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ જોરશોરથી ચાલી રહી હતી.રામજીભાઈ   ઉચ્ચ શિક્ષણ લેવાનું ઇચ્છતા ન હતા, કારણ કે તેઓ પહેલા તો તેમના ગામને ઉપદ્રવથી મુક્ત કરવા માંગતા હતા.એવા સમયે તેમના કેટલાક મિત્રોએ રામજીભાઈને સલાહ આપી કે, મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે ‘ગ્રામીણ સેવાઓ’નો અધ્યયન કરો અને પછી તેઓ મડાણાની સેવા શરુ કરો. મિત્રોની સલાહ મુજબ -