જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા. તે ગુલામ દેશમાં ઉછર્યા, પણ આઝાદી માટે આયખું વિતાવ્યું. તેમના મનમાં હિંદુસ્તાનનો જે નકશો હતો, તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. ૧૯ ફેબ્રુઆરી ૧૯૫૮ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે; તેમના પર લકવાની અસર થઈ હતી. ડૉક્ટરોની કતાર હતી; પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું કે ૪૮ કલાક પછી જ કંઈક કહી શકાશે. ૨૧ ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા; દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ. મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું. ૨૨મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦:૧૫ કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ (દેહવિલય પામ્યા). મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ. જેમ જેમ દિવસ આગળ વધત...
બી અમ્મા : ગુલામી સામે બુલંદ થયેલો એક માતૃસ્વર! અબાદી બાનો બેગમની યૌમે વફાત પર ખિરાજે અકીદત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ લખતી વખતે મહાત્મા ગાંધી, મૌલાના અબુલ કલામ આઝાદ, મૌલાના મુહમ્મદ અલી જૌહર, મૌલાના શૌકત અલી અને અસંખ્ય પુરુષ નેતાઓનાં નામ સામે આવે છે. પરંતુ આ ઇતિહાસનાં કેટલાંક અત્યંત મહત્ત્વનાં પાનાં પર એક એવી મહિલાની છાપ છે, જેણે કોઈ સરકારી પદ મેળવ્યું નહોતું, કોઈ રાજકીય ખુરશીની ઇચ્છા રાખી નહોતી અને કોઈ સત્તાકેન્દ્રની આસપાસ પોતાની ઓળખ ઊભી કરી નહોતી. તેમ છતાં બ્રિટિશ સામ્રાજ્યની નજરમાં તેઓ એટલાં પ્રભાવશાળી હતાં કે વસાહતી શાસનના અધિકારીઓએ તેમને 'ખતરનાક વ્યક્તિ' ગણાવ્યાં હતાં. આ હતાં બી અમ્મા – અબાદી બાનો બેગમ! ૧૩ નવેમ્બર, ૧૯૨૪ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહી. આજે તેમની યૌમે વફાત નિમિત્તે તેમને યાદ કરવાનો અર્થ એક સ્વાતંત્ર્યસેનાનીને શ્રદ્ધાંજલિ આપવાનો જ નથી, પરંતુ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં મહિલાઓના યોગદાનને યોગ્ય સ્થાન આપવાનો પણ છે. ઘરેણાં વેચીને સંતાનોનું ભવિષ્ય ઘડનાર માતા : અબાદી બાનો બેગમનો જન્મ ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. તેમનું બાળપણ એક પ્રતિષ્ઠિત પરિવારમાં વી...