Skip to main content

ઇંદિરા ગાંધી


ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917 ના રોજ આનંદ ભવન અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ પંડિત જવાહરલાલ નેહરુ તથા માતાનું નામ શ્રીમતી કમલા નેહરુ હતું. તેમનો જન્મ એવા પરિવારમાં થયો હતો જે દેશમાં તીવ્રતાથી ઘટી રહેલી ઘટનાઓથી સીધી રીતે જોડાયેલ હતું.સ્વતંત્રતા આંદોલન સાથે સક્રિય રૂપથી જોડાયેલા હોવાને કારણે તેમના ઘરનું પૂરું વાતાવરણ બદલાયેલું હતું.તેમનું ઘર દેશના સ્વતંત્રતા આંદોલનની પ્રમુખ ગતિવિધિઓનું ઘર રહ્યું હતું.
નાની ઇન્દિરા તેમના દાદા જોડેથી જૂની વીરાંગનાઓની કથાઓ સાંભળી ભાવવિભોર થઈ જતી હતી.આનંદ ભવનમાં વિશાળ પુસ્તકાલય હતું.ઈન્દુએ 'ઝોન ઓફ આર્ક' નામની વાર્તા વાંચી તથા તેનાથી પ્રેરણા લીધી કે કેવી એક નાની છોકરીએ શત્રુને પોતાના દેશમાંથી ખદેડી દીધો.રાજકીય ગતિવિધિઓના કારણે તેમના પિતા પંડિત જવાહરલાલ નેહરુ લગભગ જેલોમાં રહેતા. પિતા જેલમાં રહીને પણ પત્રોના માધ્યમથી ઇન્દિરાને એ બધું કહેતા જે તેઓ ઈચ્છતા હતા. બાદમાં તે જ પત્રો પુસ્તક 'ઈંદુને પત્રો' નામથી પ્રકાશિત થયા. આ પત્રોના માધ્યમથી ઇન્દિરાએ ભારતની પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિને જાણી.ઘરનો રાજકીય માહોલનો પ્રભાવ શરૂથી જ ઇન્દિરા પર પડ્યો. બાર વર્ષની ઉંમરમાં ઇન્દિરાએ 'વાનર સેના'નું ગઠન કર્યું તથા સ્વતંત્રતા આંદોલનથી સંબંધિત ગુપ્ત સમાચારોને અહીંથી ત્યાં પહોંચાડવાનું કાર્ય કર્યું. પોલીસને તેની ખબર પણ પડવા દીધી નહિ. ઇન્દિરા બાળપણથી જ પોતાના નોકરોને એકત્ર કરીને મેજ પર ચઢીને ભાષણ આપતા હતા.પરંતુ રમત રમતમાં તેમની અભિવ્યક્તિ કળામાં નીખરી આવી હતી.
રાજકીય પ્રભાવને કારણે તેમના શિક્ષણ પર જ્યારે પ્રતિકૂળ પ્રભાવ પડવા લાગ્યો,તો તેમણે ટેગોરના શાંતિનિકેતન મોકલી દેવામાં આવ્યા.કવિ ગુરુ ટેગોરના સંરક્ષણમાં તેમની પ્રતિભામાં નિખાર આવવા લાગ્યો.ત્યાં તેમને જીવનના સંઘર્ષોથી લડવાની પ્રેરણા મળી. ત્યાં રહીને તેમણે મણિપુરી નૃત્યનું શિક્ષણ લીધું. આ વચ્ચે તેમના માતા બીમાર થઈ ગયા અને તેમને ઈલાજ માટે જર્મની લઈ જવામાં આવ્યા.ઇન્દિરાજી તેમની સાથે જર્મની ગયા. ત્યાં તેમની મુલાકાત ફિરોજ ગાંધી સાથે થઈ.નેહરૂજી જેલમાંથી બહાર આવી જર્મની પહોંચ્યા. પરંતુ કમલા નેહરૂને બચાવી શકાયા નહીં.ફિરોજ ગાંધીએ ઇન્દિરાને સાંત્વના આપી તથા ઓક્સફોર્ડમાં અભ્યાસ ચાલુ રાખવાનું સૂચન કર્યું.તેઓ ઓક્સફર્ડ ચાલ્યા ગયા. ત્યાં તેમણે સ્થાનિક દેખરેખ રાખનાર અગાથા ખ્રિસ્તીના પ્રેમ,લાગણી તથા ફિરોજ ગાંધીની દોસ્તીએ તેમના દુઃખ દર્દોને ઘટાડી દીધા.
બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું. 1941મો ઇન્દિરા અભ્યાસ પછી પાછા ફર્યા. ફિરોજ ગાંધી પણ તેમની સાથે પાછા આવી ગયા. ફિરોજે ઇન્દિરાની સામે વિવાહનો પ્રસ્તાવ મુક્યો.ઈંદિરાએ તેને સહર્ષ સ્વીકાર કરી લીધો.બંને પરિવારોની સંમતિથી 26 માર્ચ 1942 ના દિવસે ભારતીય રીત રિવાજોથી ઇન્દિરા ફિરોજના વિવાહ સંપન્ન થયા. 20 ઓગસ્ટ 1944 ઇન્દિરાએ રાજીવને જન્મ આપ્યો. 15 જૂન 1945 એ નેહરુજી જેલમાંથી મુક્ત થઈ ઘરે આવ્યા તથા આનંદ ભવનમાં ખુશીઓ પાછી ફરી.આ બાજુ ઇન્દિરા-ફિરોજ તથા રાજીવ પણ આનંદ ભવનમાં રહેવા લાગ્યા.આનંદ ભવન ખુશીઓથી ભરાઈ ગયું.આ બધા વચ્ચે 14 ડિસેમ્બર 1946 એ ઇન્દિરા એ તેમના બીજા પુત્ર સંજયને જન્મ આપ્યો. ઘરમાં ખુશીઓનો પાર ન રહ્યો.સમયની સાથે બાળકો મોટા થયા તથા તેમણે અભ્યાસ માટે દેહરાદુનની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા.
ઇન્દિરા ગાંધીનું રાજકીય સફર જોઈએ તો 10 જાન્યુઆરી 1938 ના રોજ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સદસ્ય બન્યા. 10 ડિસેમ્બર 1942 એ તેમણે નૈનીના કેન્દ્રીય કારાગારમાં બંધ કરી દેવામાં આવ્યા તથા નવ માસ પછી તેમને છોડવામાં આવ્યા. 15 ઓગસ્ટ 1947 એ દેશ આઝાદ થયો. ફિરોજ ગાંધી લખનૌમાં નેશનલ હેરાલ્ડમાં કામ કરતા હતા.ઇન્દિરાજી તેમને મળવા લખનઉ આવતા જતા હતા. બાદમાં તેઓ દિલ્હીમાં તેમના પિતાની સાથે ત્રણ મૂર્તિ ભવન રહેવા લાગ્યા. 1955માં તેઓ કોંગ્રેસ કાર્યકરેણીના સદસ્ય બન્યા તથા 1956માં તેઓ અખિલ ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ. 1959માં તેમને સર્વ સંમતિથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 8 સપ્ટેમ્બર 1960 એ તેમના પતિ શ્રી ફિરોજ ગાંધીનું નિધન થયું. થોડા સમય તેઓ રાજનીતિથી દૂર રહ્યા. પરંતુ ફરીથી સક્રિય થયા. 24 મે 1964 એ નેહરુજીનું અવસાન થયું. હવે તેઓ બિલકુલ એકલા પડી ગયા હતા.
9 જૂન 1964 એ તેમને શાસ્ત્રી મંત્રીમંડળમાં સૂચના અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી 24 જાન્યુઆરી 1966 ના રોજ તેઓ ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા. 1967ની સામાન્ય ચૂંટણીઓમાં તેમણે બહુમત મળ્યો તથા ફરીથી તેઓ પ્રધાનમંત્રી બન્યા. તેમના પ્રધાનમંત્રીકાળમાં તેમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ (1967), રાજ પરિવારોની પેન્શન બંધ કરવી (1970), ભારત પાકિસ્તાન યુદ્ધ (1971) માં વિજય તથા પોખરણ પરમાણુ પરીક્ષણ (1974) જેવી મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ અર્જિત કરી. આ ઉપલબ્ધિઓ માટે 1972 માં તેમને ભારતનું સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' પ્રદાન કરવામાં આવ્યો.
જૂન 1975 માં તેમણે દેશમાં 'આપાતકાળ' (ઈમરજન્સી) ની ઘોષણા કરી તથા વિઘટનકારી શક્તિઓને દબાવવાનો નિર્ણય લીધો. પ્રેસ પર પાબંદી લગાવી દીધી. મૌલિક અધિકારો ઘટાડી દીધા. પરંતુ દેશવાસીઓને આ શક્તિ પસંદ આવી નહીં. 1977 ની સામાન્ય ચૂંટણીમાં તેમને જબરદસ્ત હારનો સામનો કરવો પડ્યો. સમતા પાર્ટીનું શાસન આવ્યું.પોતાની આંતર કલહના કારણે આ સંસ્થા અધિક વધુ ચાલી શકી નહીં. 1980 ની મધ્યવર્તી ચુંટણીમાં ઇન્દિરા ગાંધી ફરીથી સત્તામાં આવ્યા. 1942 માં નવમા રમતોત્સવનું આયોજન થયું. ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્માને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા. 1984 માં સુવર્ણ મંદિરમાં આતંકવાદને ખતમ કરવાની કાર્યવાહી કરી.દેશવાસી તેમને દુર્ગાનો અવતાર માનતા હતા. 31 ઓક્ટોબર 1984 એ તેમના જ સુરક્ષા કર્મીઓએ ગોળીઓથી તેમને રહેસી નાખ્યા.આ પ્રકારે દેશે એક સક્ષમ નેતા ખોઈ દીધો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં રશિયાની સાથે મૈત્રી દ્રઢતા, ચીન, અમેરિકા, પાકિસ્તાન સાથે સંબંધો સુધાર્યા.ફ્રાન્સની સાથે પરમાણુ ઇંધણ સમજૂતી વગેરે અનેક ઉપલબ્ધિઓ રહી. દેશના સ્વતંત્રતા આંદોલનથી ભારતના પ્રધાનમંત્રી સુધીની અવધિમાં આપણા દેશના વિકાસમાં ઇન્દિરા ગાંધીનું મહત્વપૂર્ણ યોગદાન છે. દેશવાસી સદૈવ તેમની સેવાઓનું સ્મરણ કરતા રહેશે.
સૌજન્ય : ભારત કી ગૌરવશાલી મહિલાએ (માધવાનંદ સારસ્વત)

સતત ચાર વખત દેશના પ્રધાનમંત્રી રહેલા ઈંદિરા ગાંધી
મુખ્ય ઉપલબ્ધિઓ :
****************
- હરિત ક્રાંતિ.
- 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ.
- પ્રિવી પર્સ (રાજભથ્થું) ની સમાપ્તિ.
- સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન યોજના.
- સિક્કિમનું ભારતમાં વિલય.
- પોખરણમાં પહેલું પરમાણુ પરીક્ષણ.
- પહેલી વખત કોઈ ભારતીયે અંતરિક્ષ યાત્રા કરી. અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માને સોયુજ ટી-11 માં લોન્ચ કર્યા.
- જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય,દિલ્હીની સ્થાપના.
સાહસિક પગલા :
**************
- 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીત.બાંગ્લાદેશનું નિર્માણ.
- ઓપરેશન બ્લુ સ્ટાર જેનાથી ખાલિસ્તાની આંદોલનને સમાપ્ત કરવામાં આવ્યું.
મહત્વપૂર્ણ પહેલ :
**************
- ગૌ આયોગનું ગઠન.
- શિકાર પર પ્રતિબંધ.
- રો નું ગઠન
- પંચવર્ષીય યોજનાની અંતર્ગત ગરીબી હટાવોનું સૂત્ર અને નિર્ધનતા સમાપ્ત કરવાના વીસ સુત્રી કાર્યક્રમ.
- બંધારણમાં 'ધર્મનિરપેક્ષતા' અને 'સમાજવાદ' શબ્દોને જોડવા.
- પાકિસ્તાન સાથે સીમલા કરાર.
ઐતિહાસિક કલંક :
***************
- ઇમરજન્સી (આપાતકાળ).

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

  સ્પામ અને ફિશિંગ ( Spam and Phishing ) લોકોને આકર્ષિત કરવાના હેતુથી તમને કોઈ લિંક પર ક્લિક કરવા અથવા કોઈ કડી ખોલવા માટેના પ્રયત્નોમાં સાયબર ક્રિમિનલ્સ ખુબ જ    સમજદાર હોય છે. દૂષિત( Malicious ) ઇમેઇલ: દૂષિત ઇમેઇલ વિશ્વનીય નાણાકીય સંસ્થા ,  ઇ-કોમર્સ સાઇટ ,  સરકારી એજન્સી અથવા કોઈપણ અન્ય સેવા અથવા વ્યવસાય દ્વારા આવ્યો હોય એવું આબેહુબ લાગે છે. આવા ઈમેઈલ હંમેશાં તમને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરે છે ,  કારણ કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે ,  તમારો ઓર્ડર પૂરો થઈ શકતો નથી અથવા ધ્યાન આપવાની બીજી તાકીદ કરવામાં આવે છે.   જો તમને ખાતરી હોતી નથી કે ઇમેઇલ વિનંતી કાયદેસર છે કે નહીં ,  તો તેને આ પ્રમાણેના પગલાથી ચકાસવાનો પ્રયાસ કરો:   કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા ક્રેડિટ કાર્ડ પાછળ ,  એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને - સીધો કંપનીનો સંપર્ક કરો કે આમાં સત્યતા શું છે ?   સર્ચ એન્જીન યા અન્ય રીતે   ઓનલાઇન આવી કંપની માટે શોધ કરો - પરંતુ ઇમેઇલમાં જે માહિતી આપેલી છે એ રીતે ક્યારેય શોધશો નહ...