Skip to main content

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !


જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું.
19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે.
21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ.
મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘરે એકઠી થઈ ગઈ! તમામ સરકારી અને બિનસરકારી દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, ધ્વજ નીચો ફરકાવવામાં આવ્યો હતો, દુનિયામાં બહુ ઓછા લોકો એવા છે કે જેમના મૃત્યુ પર કાબાના અનુયાયીઓ અને ચર્ચના અનુયાયીઓ બંનેએ શોક વ્યક્ત કર્યો હોય, મૌલાનાની જાતિ એ થોડા ગણ્યાગાંઠ્યા લોકોમાંની હતી.
21 ફેબ્રુઆરીની સવારે જ ડૉક્ટરોએ તેમના મૃત્યુની જાહેરાત કરી દીધી હતી, પરંતુ આશ્ચર્ય થયું કે શરીરના મૃત્યુ પછી પણ મૌલાનાનું મન ચોવીસ કલાક સુધી કેવી રીતે જીવંત રહ્યું! ડૉ. વિધાનચંદ્ર કહે છે જ્યારે હું મૌલાનાને ઈન્જેક્શન આપવા જતો હતો ત્યારે મૌલાના કહે છે, 'હવે અલ્લાહ પર છોડી દો અને મને આ પાંજરામાંથી (ઓક્સિજનના સિલિન્ડર તરફ ઈશારો કરીને) મુક્ત કરો.
મેજર જનરલ શાહનવાઝ કહે છે કે મૌલાના મોટાભાગે બેભાન જ રહ્યા, પરંતુ જ્યારે તેઓ હોશમાં આવતા ત્યારે તેમના હોઠ હલતાં જ અમે કાન માંડીને સાંભળવા જતા હતા, કદાચ તેઓ કંઈક કહેતા હોય, પરંતુ સાંભળતા જ ખબર પડે છે કે તે કોઈ કુરાનની આયત(શ્લોક) ની તિલાવત (પાઠ) કરી રહ્યા છે.
મૌલાનાના મૃત્યુએ બધાને શિથલ કરી દીધા, કારી તૈયબ બેભાન અવસ્થામાં હતા, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ રડી રહ્યા હતા, પંડિત નેહરુ વારંવાર લોકોની ભીડમાં જતા રહેતા અને જ્યારે સુરક્ષાકર્મી તેમને રોકતા ત્યારે તેઓ કહેતા કે તમે કોણ છો? શું તમે મને મૃત્યુથી બચાવી શકો તો અંદર જઈને મૌલાનાને બચાવો! ઘરમાં મૌલાનાની બહેન આરઝૂ બેગમની હાલત ખરાબ હતી, તેમની પાસે ઈન્દિરા ગાંધી, અરુણા અસફ અલી હાજર હતા.
એક વાગ્યે મૌલાનાનો જનાજો ઉઠાવવામાં આવ્યો, પહેલો ખભો આરબ દેશોના સફીરોએ આપ્યો, લોકોની હાલત જોઈ આરબ દેશોના સફીરો પણ રડવા લાગ્યા, જનાજાને ગાડી પર રાખવામાં આવ્યો, ત્યાં પાછળ એક મોટી ભીડ જે અટકવાનું નામ નથી લેતી, મૌલાનાને એક હજાર જમીની સૈન્ય, એક હજાર હવાઈ અને ત્રણસો દરિયાઈ સૈનિકોએ સલામી આપી, મૌલાના અહમદ સઈદ દહલવીએ નમાઝ-એ-જનાઝા અદા કરી અને મૌલાનાને તેમના માલિક હકીકીની મુલાકાત માટે કબરમાં ઊતારી દેવામાં આવ્યા.
મૌલાનાને દફનાવ્યા પછી, લોકો તેમની કોઠી પર પાછા આવ્યા, પંડિત નેહરુ પણ આવ્યા, તેઓ ક્યારેક મૌલાનાના પુસ્તકો હાથમાં લઈ ઊલટતા તો ક્યારેક ઊભા થઈને ક્યારી પર જતા જ્યાં મૌલાના ચાલતા હતા; નેહરુએ ત્યાં વાવેલા ફૂલોને પૂછ્યું, મૌલાના પછી પણ હસશો?
-અબ્દુર રશીદ ઇબ્રાહિમી(હેરિટેજ ટાઇમ્સ)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...