Skip to main content

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન


તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા.
તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન.
ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને કોઈ પ્રલોભનો કે નસીયતો ડગાવી શકી નહીં.તેઓ ભારત આવ્યા અને આ જ ધરતીની સેવા કરતાં તેમણે આખરી શ્વાસ લીધા.
જ્યારે તેઓ આઝાદ હિંદ ફોજમાં હતા,ત્યારે તેમણે તેમના રણકૌશલથી અંગ્રેજોની ચિંતા વધારી દીધી હતી. તેમના એક હુકમ પર આઝાદ હિંદના સિપાહીઓ જાન કુરબાન કરવા માટે તૈયાર થઈ જતા હતા.યુદ્ધની બદલેલી પરિસ્થિતિઓને કારણે તેમને બ્રિટિશ સરકારે કેદ કરી લીધા અને એમના ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો.
નેતાજી સુભાષના સહયોગી હોવાને કારણે અંગ્રેજો તેમને મૃત્યુદંડ આપવા ઇચ્છતા હતા,પરંતુ શાહનવાઝને મોતનો કોઈ ખોફ ન હતો.તે અંગ્રેજ સરકારથી ન દબ્યા કે ન ઝૂક્યા.છેલ્લે તેઓ બરી થયા અને દેશની આઝાદી બાદ સક્રિય રાજનીતિમાં સામેલ થયા.
આઝાદીના આ સિપાહી જાણતા હતા કે આઝાદ થયેલા દેશમાં રાજનેતાઓની પણ એટલી જ જવાબદારી છે, જેટલી સરહદ પર તૈનાત એક સૈનિકની.તેઓ 1952માં મેરઠ થી સાંસદ તરીકે ચૂંટાયા.એના પછી પણ તેઓ 1957,1962 અને 1971 માં પણ અહીંથી જ જીત્યા. તેઓ કેન્દ્ર સરકારના મંત્રી પદ પર પણ રહ્યા.
તેમને એ વાતનો વસવસો હતો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જે સપનું લઈને ચાલ્યા હતા એવું ભારત ન બનાવી શક્યા,પરંતુ તેમણે નેતાજીના નામ પર એક ગામ જરૂર વસાવ્યું હતું.તે ગામનું નામ છે 'સુભાષ ગઢ'. તે ઉત્તરાખંડમાં છે અને હરિદ્વારની નજીક સ્થિત છે.
જનરલ શાહનવાજ અને નેતાજીની જન્મતિથિમાં પણ એક અદ્ભુત સમાનતા હતી.નેતાજીનો જન્મ દિવસ 23 જાન્યુઆરી (1897) ના દિવસે આવે છે ત્યાં શાહનવાઝનું 24 જાન્યુઆરી (1914).તેમનો જન્મ રાવલપિંડી (હવે પાકિસ્તાન)ના મટૌર ગામમાં થયો હતો.
1940માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સામેલ થયા. પરંતુ જ્યારે નેતાજીએ દેશની આઝાદી માટે આહ્વાન કર્યું તો તેઓ બોલ્યા - હું હાજર છું અને તેઓ નેતાજીના મજબૂત તથા વિશ્વાસપાત્ર સાથી બની ગયા. 9 ડિસેમ્બર 1987 ના દિવસે તેમનું અવસાન થયું.
આજે દેશમાં સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળાઇ રહ્યું છે, દેશભક્તિ અને ધર્મની નવી નવી વ્યાખ્યાઓ સામે આવી રહી છે.આ શોરબકોરમાં રોજ ઘણા નવા અવાજો ઊઠે છે અને ઘણા ગુમ થઈ જાય છે. એ ગુમ થઈ ગયેલી અવાજમાં એક અવાજ જનરલ શાહનવાઝ ખાનનો પણ છે જેમણે હિન્દુસ્તાનની સેવા માટે પાકિસ્તાનને અલવિદા કહી દીધું હતું.જે લડાઈ શાહનવાઝ અને તેમના સાથીઓએ અંગ્રેજોથી જીતી હતી,આપણને આઝાદી સોંપીને કદાચ તે આપણાથી હારી ગયા.
- રાજીવ શર્મા
સૌજન્ય હેરીટેજ ટાઈમ્સ

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...