છબી : ધરપકડ પહેલા દાંડી ખાતે અખબાર વાંચતા બાપુ.
પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. તે પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે અને સત્તાને જવાબદાર રાખે છે. આજે, રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર, એવા પત્રકારોનું સન્માન કરીએ છીએ કે જેમણે ગમે તેવા સમયમાં પણ સત્યને આપણા સુધી પહોંચાડવામાં પોતાનું બધું જ દાવ પર લગાવી દેતા હોય છે.
વર્તમાનમાં પત્રકાર,અખબાર અને તેની આઝાદી પર જાણે કે ગ્રહણ લાગી ગયું હોય એવું લાગી રહ્યું છે.'ગોદી મીડિયા' પત્રકારિતાનું મોઢું ચીડાવતું જઈ રહ્યું છે.જે સમાચાર જોઈએ છીએ,બનાવે છે અને આપણને બતાવે છે,તેમને જ તેમના સમાચારો પર ભરોસો ન હોય તો શું થાય ? સમાચારોની હત્યા કરવાવાળી પત્રકારિતાનો જન્મ થાય છે.આપણે એ જ ઘનઘોરતામાં ઘેરાતા જઈ રહ્યા છીએ,પરંતુ આ ઘનઘોરતાને ભેદવાવાળા નિષ્પક્ષ - ઈમાનદાર લોકો પણ છે જ,એનો સંતોષ ..!!!
પત્રકાર માટે સૌથી મોટી વસ્તુ છે 'કલમ'. જે ન અટકવી જોઈએ, ન ઝુકવી જોઈએ, ન અટકવી કે ભટકવી જોઈએ.
પત્રકાર સ્વ.માખણલાલ ચતુર્વેદી(1889-1968)નો એક સંવાદ...
- કલેક્ટર: તમારા અખબારમાં ખૂબ જ વાંધાજનક મહત્વપૂર્ણ વાતો છપાય છે.
- માખણલાલ: અમે ફક્ત વાંધાજનક વાતો છાપવા માટે જ એક અખબાર કાઢયું છે.
- કલેક્ટર: તમે સરકારની ટીકા કરો છો.
- માખણલાલ: અમે સરકારની ટીકા કરવા માટે જ અખબાર બહાર પાડ્યું છે.
- કલેક્ટર: હું તમારું અખબાર બંધ કરાવી શકું છું.
- માખણલાલ: અમે ફક્ત તે માનીને જ અખબાર બહાર પાડ્યું છે કે તમે તેને બંધ કરાવી શકો છો.
- કલેકટર: હું તમને જેલમાં નાંખી શકું છું.
- માખણલાલ: તમે અમને જેલમાં નાંખી શકો છો એમ માનીને જ અમે બધું કરીએ છીએ.
કલેકટર હસી પડ્યા.
હસતાં હસતાં બોલ્યાં: અહીં જુઓ, હું અંગ્રેજી નથી, હું આઇરિશ છું, પણ હું આ ઘટીયા ઈંગ્લીશમેનોનો કર્મચારી છું. તેમને બતાવવા માટે મારે થોડી કાર્યવાહી કરવી પડશે. તેથી સાવધ રહેવું.
આ ભૂતકાળની વાત પત્રકાર શ્રી માખણલાલ ચતુર્વેદીને યાદ આવે છે જ્યારે વાસ્તવિક પત્રકારત્વ આટલા ઊંડા ખાડામાં પડી ગયું છે ત્યારે તમારા જેવા નિર્ભય અને બેબાક લોકોને હંમેશાં યાદ કરવામાં આવશે.
"અખબાર વાંચતી વખતે જો તમે સાવધાન ન રહ્યા, તો અખબારો તમને એ લોકોથી નફરત કરવાનું શિખવાડી દેશે જેમને સતાવવામાં આવી રહ્યા છે અને એ લોકોથી પ્રેમ કરવાનું, જે એમને સતાવી રહ્યા છે."
~ માલ્કમ એક્સ
"પત્રકાર અને સાહિત્યકાર એક જ માતાના બે પુત્રો છે, જેમનું એક જ કામ છે; સત્તાનો શાશ્વત વિરોધ."
- પાબ્લો નેરુદા
Comments
Post a Comment