ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે તો મોટા ભાગના લોકો જાણે જ છે, જેમણે પોતાની હિંમત અને બહાદુરીથી અંગ્રેજોની હિંમતને પરાસ્ત કરી હતી, પરંતુ તેમના વિશ્વાસુઓમાં કોણ કોણ હતા તે આપણે ન તો જાણીએ છીએ અને ન જાણવાનો પ્રયાસ કરીએ છીએ.
ગૌસ મુહમ્મદ ખાન :- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય તોપચાલક (તોપ ચલાવનાર), જેમની બહાદુરીથી ખુશ થઈને રાણીએ તેમને સોનાના કડા ભેટમાં આપ્યા હતા.5000 સૈનિકો સાથેનો એક સેનાપતિ અંગ્રેજોના હાથે વેચાઈ ગયો હતો, પછી રાણીએ મુહમ્મદ ગૌસ ખાનને પૂછ્યું કે હવે અંગ્રેજો સાથે જંગ કેવી રીતે લઈશું ? ત્યારે તેમણે કહ્યું, જેમ બહાદુર અને સુરમા લડે છે.. પછી વિશ્વએ જોયું કે શું જંગ થઈ.
ખુદા બખ્શ બશારત અલી :- રાણી લક્ષ્મીબાઈની સેનામાં ઘણી ટુકડીઓ હતી અને સૌથી મોટી ટુકડીના કમાન્ડર ખુદા બખ્શ બશારત અલી હતા અને તેમની સાથે 1500 પઠાણોનું એક જૂથ ઊભું હતું જે અંત સુધી મેદાનમાં દટ્યા રહ્યા...
સરદાર ગુલ મુહમ્મદ ખાન:- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય અંગરક્ષક હતા, તેમણે અંતિમ શ્વાસ સુધી રાણીનું રક્ષણ કર્યું.. પોતે જીવતા રહ્યા ત્યાં સુધી રાણીને બચાવવાનો ઘણા પ્રયાસો કર્યો.. જ્યારે રાણી ઘાયલ થયા, ત્યારે તે તેને લક્ષ્મીબાઈને સરદાર રામચંદ્રની મદદથી બાબા ગંગા દાસની ઝૂંપડીમાં પહોચાડ્યા હતા, જ્યાં તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા.
નવાબ અલી બહાદુર ખાન :- બાંદા રાજ્યના નવાબ અલી બહાદુર (દ્વિતીય) સાથે રાણી લક્ષ્મીબાઈનો સંબંધ ભાઈ-બહેનનો હતો. તે લક્ષ્મીબાઈએ ભાઈ બનાવ્યા હતા. તેમનો આ ભાઈ અંગ્રેજો સાથેની છેલ્લી લડાઈમાં તેણીની સાથે જ હતો અને એટલું જ નહીં, રાણીના અંતિમ સંસ્કાર પણ આ ભાઈએ જ કર્યા હતા!
સિંધિયા, ગ્વાલિયરના મહારાજા, અંગ્રેજો સાથેના યુદ્ધ દરમિયાન ઝાંસીની રાણીની વિરુદ્ધ હતા, જ્યારે તાત્યા ટોપે અને બાંદાના નવાબ તેમની સાથે હતા. રાણી લક્ષ્મીબાઈ અને નવાબ અલી બહાદુર વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો, તે તેમને રાખડી બાંધતી હતી.
આ લડાઈ પછી અંગ્રેજોએ તેમને કેદ કર્યા અને મહૂ મોકલી દીધા. બાદમાં તેમને ઈન્દોરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ પછી, બનારસના મહારાજાના દબાણ હેઠળ, અંગ્રેજોએ તેમને બનારસ મોકલી દીધા, જ્યાં તેમનું અવસાન થયું.
લક્ષ્મીબાઈ અને નવાબ બહાદુર વચ્ચે ભાઈ-બહેનના સંબંધોની પરંપરા આજે પણ ઝાંસીના ઘણા હિંદુ-મુસ્લિમ પરિવારો અનુસરે છે! ત્યાં આજે પણ ઘણી હિન્દુ બહેનો મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે.
સૌજન્ય : મુહમ્મદ ઉમર અશરફ ( હેરીટેજ ટાઈમ્સ)
Comments
Post a Comment