ગાંધીજીનો ધર્મ બુદ્ધિનો અને નીતિનો એટલે કે હૃદયનો હતો.પોતાની બુદ્ધિને ના ગમે કે રુચે નહિ તેવી એકપણ માન્યતા કે પરમ્પરા બાપુએ સ્વીકારી નથી.અને તેમના અંતરના અવાજને માન્ય ના હોય તેવા ધર્મને નામે થતો એકપણ આદેશ પાળેલ નથી.લાંબા અભ્યાસ અને અનુભવને અંતે ગાંધીજી એવા નિર્ણય પર આવ્યા હતા કે ૧) સઘળા ધર્મો સાચા છે ૨) બધા ધર્મોમાં કઇક દોષ રહેલો છે.૩) દરેકને માણસમાત્ર પ્રત્યે પોતાના નીકટના સગા જેટલો જ પ્રેમ હોવો જોઈએ,તે જ રીતે બીજા ધર્મો પર પણ મને લગભગ મારા પોતાના હિંદુ ધર્મ જેટલો જ પ્રેમ છે.આશ્રમવાસીઓ માટે યેરવડા જેલમાંથી દર અઠવાડિયે ગીતાના એક અધ્યાયનો સાર મોકલતા જેના લીધે આશ્રમમાં પળાતા વ્રત,યજ્ઞ યા એમ કહી શકાય ગીતાજીવન જીવતા.એમનો ભગવાન છૂતઅછૂતમાં ભરોસો કરતો ન હતો.વિવાહ પેહલા બાપુએ બતાવેલ સાત યજ્ઞો કરીને જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય એવું દ્રઢપણે માનતા.”અનાસક્તિયોગ’ વાંચવા વિનંતી..ખુબ જ નાની ઉંમરે ગાંધીએ ભગવદ્. ગીતા અને રામાયણનું અધ્યયન કરી નાખ્યું હતું,એની સાથે વૈષ્ણવ તથા જૈન સાહિત્યમાં પણ પ્રવેશ કરી લીધો હતો.આ અધ્યયનોથી જ એમની ધાર્મિકતા તથા નૈતિક ભાવનાના વિકાસનો આધા...