Skip to main content

ગાંધીજી ,ધર્મ અને એકતા

ગાંધીજીનો ધર્મ બુદ્ધિનો અને નીતિનો એટલે કે હૃદયનો હતો.પોતાની બુદ્ધિને ના ગમે કે રુચે નહિ તેવી એકપણ માન્યતા કે પરમ્પરા બાપુએ સ્વીકારી નથી.અને તેમના અંતરના અવાજને માન્ય ના હોય તેવા ધર્મને નામે થતો એકપણ આદેશ પાળેલ નથી.લાંબા અભ્યાસ અને અનુભવને અંતે ગાંધીજી એવા નિર્ણય પર આવ્યા હતા કે ૧) સઘળા ધર્મો સાચા છે ૨) બધા ધર્મોમાં કઇક દોષ રહેલો છે.૩) દરેકને માણસમાત્ર  પ્રત્યે પોતાના નીકટના સગા જેટલો જ પ્રેમ હોવો જોઈએ,તે જ રીતે બીજા ધર્મો પર પણ મને લગભગ મારા પોતાના હિંદુ ધર્મ જેટલો જ પ્રેમ છે.આશ્રમવાસીઓ માટે યેરવડા જેલમાંથી દર અઠવાડિયે ગીતાના એક અધ્યાયનો સાર મોકલતા જેના લીધે આશ્રમમાં પળાતા વ્રત,યજ્ઞ યા એમ કહી શકાય ગીતાજીવન જીવતા.એમનો ભગવાન છૂતઅછૂતમાં ભરોસો કરતો ન હતો.વિવાહ પેહલા બાપુએ બતાવેલ સાત યજ્ઞો કરીને જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય એવું દ્રઢપણે માનતા.”અનાસક્તિયોગ’ વાંચવા વિનંતી..ખુબ જ નાની ઉંમરે ગાંધીએ ભગવદ્. ગીતા અને રામાયણનું અધ્યયન કરી નાખ્યું હતું,એની સાથે વૈષ્ણવ તથા જૈન સાહિત્યમાં પણ પ્રવેશ કરી લીધો હતો.આ અધ્યયનોથી જ એમની ધાર્મિકતા તથા નૈતિક ભાવનાના વિકાસનો આધાર મળી જાય છે.
ગાંધીજીએ કુરાન એક કરતા ઘણીવાર વાંચેલ તેમજ ઘણા એવા પુસ્તકો જે કુરાન પર અને પયગંબર સાહેબ પર લખાયા.ગાંધીજીએ મૌલાના સાહેબ ની લખેલ “લાઈફ ઓફ ધ પ્રોફેટ”(પયગંબર નું જીવન) અને ઉસવા-એ-સહાબા વાંચેલ અને દાવો કરેલ કે ઇસ્લામ ક્યારેય બીજા ધર્મના ધર્મસ્થળો તોડવાની કે એને જરાપણ તકલીફ આપવાની મંજુરી નથી આપતું.બાપુ એ કહ્યું છે કે પયગંબર સાહેબ રોજા રાખતા અને નમાઝ પઢતા પણ એમની આ બંદગીમાં આટલા કષ્ઠ છતાં ક્યાય એશોઆરામ રતીભાર પણ જોવા નથી મળતો.તેમને ઇસ્લામ પ્રત્યે કેળવેલ માન હતું.તેમણે ઇસ્લામ ની શિક્ષા અને અમલ બંને અનુભવ્યા છે.તેથી જ તેમણે ઇસ્લામને શાંતિનો ધર્મ કહ્યો છે.કુરાનમાં ક્યાય એવો હુકમ નથી કે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવું.ગાંધીજી એ દાવો કરેલ છે કે પવિત્ર કુરાન ચોખ્ખા શબ્દોમાં કહ છે કે ધર્મમાં કોઈ પ્રકારની જબરદસ્તી નથી.એના માટે ઉમદા ઉદાહરણ પયગંબર સાહેબથી વિશેષ કોણ હોઈ શકે એમના જીવનમાં ક્યાય કોઈ જબરદસ્તી નથી સિવાય પ્રેમ શાંતિ.ઇસ્લામ નું અધ્યયન દરેકે કરવું જોઈએ જેવી રીતે બાપુ એ કરેલ ને પછી બાપુની જેમ જ આપ પણ ઈસ્લામને પ્રેમ કરવા લાગશો.બાપુના શબ્દોમાં કહીએ તો “ હું પયગમ્બરે ઇસ્લામ ની જીવની નું અધ્યયન કરી રહ્યો હતો જયારે મેં પુસ્તકનો બીજો ભાગ પણ પૂરો કરી લીધો તો મને દુખ થયું કે આ મહાન પ્રતિભાશાળી જીવનનું અધ્યયન કરવા માટે મારી પાસે કોઈ બીજું પુસ્તક બાકી નથી રહ્યું.હવે મને પેહલા કરતાં પણ વધારે વિશ્વાસ થઈ ગયો છે કે એ તલવારની શક્તિ ન હતી,જેણે ઇસ્લામ માટે વિશ્વક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો,પણ એ ઇસ્લામના પયગંબરનું અત્યંત સાદું જીવન,એમની નિસ્વાર્થતા,પ્રતિજ્ઞા પાલન અને નિર્ભયતા હતી.એમનું એમના મિત્રો અને અનુયાયીઓ થી પ્રેમ કરવું અને અલ્લાહ પર ભરોસો રાખવો હતું.
ઈગ્લેન્ડમાં ગાંધીનો પરિચય ત્યાંના કેટલાક બુદ્ધિજીવિયો થી થયો એની સાથે સાથે તેઓ ઈસાઈ ધર્મ વિષે પણ જાણી શક્યા.એમ કેહવાય છે કે રોમ ના સેન્ટ પીટર્સમાં જયારે એમણે ઇસાહ મસીહ ની પ્રતિમા જોઈ તો ગાંધીના આંખમાંથી આંસુ સારી પડ્યા હતા.મહાત્મા ગાંધીના મનમાં ઇસું ના જીવન તથા વ્યક્તિત્વ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી.અને વિશેષમાં ટોલ્સટોય ની “ધ કિંગડમ ઓફ ગોડ” ના વધારે ઋણી હતા કેમકે એમણે ઇસાઈ શિક્ષા ને એક નવા જ રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું હતું.એજ રીતે અમેરિકન વિચારક થોરું ના વિચારોના પ્રભાવ પણ ખાસ કરીને અહિંસક સત્યાગ્રહ અને  મોટી મોટી સામાજિક તેમજ રાજનીતિક સમસ્યાઓમાં એક નવીન સંભાવના દેખાયી.
ગાંધીજી એકતા અને એક ભારતમાં ચુસ્તપણે માનતા હતા ,ભારતના ભાગલા ન પડે એ માટે એમણે ઘણા અથાગ પ્રયત્નો કર્યા અને પોતાના સુજાવો આપ્યા.ઇતિહાસકાર દુર્ગાદાસ નું માનવું છે કે અગર ગાંધીજી ના સુજાવ માન્યા હોત તો ભારતનું વિભાજન ન થાત એ સુજાવ એમ હતો કે મહાત્મા ગાંધીએ વાઈસરોય માઉન્ટબેટનને આગ્રહ પૂર્વક કહેલ કે ભારત ના ભાગલા ન થવા દો તો વાઈસરોયનો જવાબ હતો કે “વિકલ્પ શું છે ?” તો ગાંધીજીએ કહેલ કે વિકલ્પ છે અંતરિમ સરકારને બરખાસ્ત કરી જીન્નાહ ના નેતૃત્વમાં વૈકલ્પિક સરકાર બનાવી દો.જીન્નાહ પણ શાયદ એ જ ચાહતા હતા પણ એ પ્રસ્તાવ ને નેહરુ કે સરદાર પટેલે અસ્વીકાર્ય કર્યો.એવા સમયે ગાંધીજી ને સુભાષચંદ્ર બોસ ની પણ યાદ આવી હતી ને બાપુ દ્રઢપણે માનતા કે “ બોસ સાચા દેશભક્ત હતા” એક બીજી બાજુ પણ છે જેમાં દુર્ગાદાસ એવું માને છે કે દેશની કમાન બોસ જોડે હોત તો કદાચ ભાગલા ના પડત.બાબા સાહેબ પૂર્ણ રીતે રાજનીતિમાં ના હોતા આવ્યા પણ બાબાસાહેબની નજર તત્કાલીન રાજનીતિ અને સમય બંને પર પૂરી નજર હતી.તેઓ હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોન્ગ્રેસ અને એના મોટા નેતાઓની ખોટી અને સાચી નીતીયોની આલોચના કરતા રહ્યા.એટલા સુધી કે મુસ્લિમ લીગના મહંમદ અલી જિન્નાહ ને પણ ન હોતા બક્ષ્યા.એમના વિરોધ અને અસહમતી નું મુખ્ય કારણ ભારત નું વિભાજન હતું.
ગાંધીજીને એમની ધાર્મિકતા સિદ્ધ કરવા મંદિરોમાં જવાની કે મહાકુંભમાં નહાવાની જરૂર નથી પડી.તે ધર્મને સાક્ષાત જીવતા હતા.ગાંધીને કોઈ ધાર્મિક બાબા મૌલવી સાથેનો ફોટો કોઈએ જોયો હોય તો કેહ્જો.મારા ધ્યાનમાં તો હજી સુધી આવેલ નથી.કોઈ ચોક્કસ ધર્મના મંચ પર એમની કોઈ સભા હોય તો પણ જણાવજો.કેમકે ગાંધીજી ધર્મ,સંપ્રદાય,વર્ગ,જ્ઞાતિમાં જરાય વિશ્વાસ ન હતા રાખતા.બાપુ ખરા અર્થમાં જોઈએ તો જરાય ધાર્મિક ના હતા પણ આધ્યાત્મિક ચોક્કસ હતા.વિનોબાની વાત અહી ટાંકવી જરૂરી બને છે કે ધર્મ અને રાજ્કારણના દિવસો હવે ભરાઈ ગયા છે.અંત બહુ નજીકમાં છે.અને એ દિવસો દુર નથી કે એની જગ્યા વિજ્ઞાન અને આધ્યાત્મ લેશે.
ગાંધીજી એ જીવનમાં ગણા બધા ન ગમતા કાર્યો કર્યા છે ને એ બધાયનો સહજતા ને સરળતાથી એમની આત્મકથા “સત્ય ના પ્રયોગો” માં સ્વીકાર કર્યો છે.આ ભાવના જ એમને મહાન બનાવે છે.એમને એમ મહાત્મા નથી બનાતું.અત્યારે તો લોકો બહારનું પડ અલગ હોય ને અંદરનું અલગ.સત્યનો સ્વીકાર તો શું માને પણ નહિ ભલે ને ખોટું કર્યું હોય.છેલ્લે આજના સમયમાં ચાલી રહેલ અસમંજસ ભર્યા વાતાવરણમાં ગાંધીજી નો “હરીજન “ અને "યંગ ઇન્ડિયા" માં લખેલ આટલું અમલમાં મૂકી શકાય તો પણ ઘણું  છે .
“આજકાલ આખું વાતાવરણ વિષાક્ત થઇ ગયું છે.અખબારો દ્વારા તરહ તરહની બેબુનીયાદી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને લોકો એને સોચ્યા સમજ્યા વગર માની લે છે.પરિણામ એ આવે છે કે ભય ગભરાહટ ફેલાઈ જાય છે.ને હિંદુ અને મુસલમાન બંને પોતાની ઈન્સાનિયત ભૂલી જઈને એકબીજા સાથે જંગલી જાનવરો જેવું વ્યવહાર કરે છે.મનુષ્યને જોઈએ કે એને ભદ્રતાનો વ્યવહાર કરે,ભલે ને બીજો પક્ષ કરે કે નાં કરે.ભદ્રતા ને બદલે ભદ્રતા કરવામાં આવે તો સોદો થાય છે.એ તો ચોર ડાકુ પણ કરે છે.એમાં કોઈ તારીફની વાત નથી.માનવતા નફો નુકશાન ના હિસાબ લગાવવાને તુચ્છ સમજે છે.એનો તકાજો તો એ છે કે ભદ્ર વ્યવહાર કરવાનો એકતરફી ધર્મ પાલન કરવામાં આવે.અગર તમામ હિંદુ મારી સલાહ પર ધ્યાન આપે યા ન આપે તો મુસલમાન આપે,તો ભારતમાં એવી શાંતિ થઇ જાય જેણે ન તો ખંજર અને ના તો લાઠીયો ભંગ કરી શકશે.અગર બદલામાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે અને ઉત્તેજના મળવા પર પણ ઉત્તેજના ન અપાવવામાં આવે,તો ગુંડાઓ  છરો ભોંકવાના બુરા કામમાંથી જલ્દી જ થાકી જશે.કોઈ અદ્રશ્ય શક્તિ એમની ઉગારેલી ભુજાઓને પકડી લેશે અને એમના દુષ્ટ ઈરાદા પર અમલ કરવાથી તે હાથ ના પાડી દેશે.સૂર્ય પર ધૂળ ફેંકી શકાય પણ એનાથી એનો પ્રકાશ ધૂંધળો નથી થતો.જરુરત એ વાતની છે કે આપણે આપણી આત્મામાં શ્રધ્ધા અને ધૈર્ય બનાવી રાખીએ.ઉપરવાળો ખુબ જ ભલો છે અને તે દુષ્ટતા ને એક હદથી આગળ નહિ વધવા દે.
- હરીજન ,૨૮ /૦૪ /૧૯૪૬

મારા માટે ધર્મનું રાજનીતિક પાગલપણું સંપૂર્ણપણે ખોટું છે.રાજનીતિ માટે ચિંતાનો વિષય રાષ્ટ્ર હોવો જોઈએ અને રાષ્ટ્રના કલ્યાણ ની ચિંતામાં એ વ્યક્તિની ચિંતા પણ નિહિત થવી જોઈએ,જે ધાર્મિક જુકાવ રાખતો હોય.બીજા શબ્દોમાં કહીએ તો જે ઈશ્વર અને સત્ય ની ખોજમાં લાગ્યો હોય.મારા માટે ઈશ્વર અને સત્ય સમાન શબ્દ છે.   – યંગ ઇન્ડિયા

Celebrating 148th Birth Anniversary of Mahatma Gandhi #Gandhijayanti Special.

बंदे में हैं दम। Gandhi 150 Not Out !

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...