વર્ષ 2017 માં પશ્ચિમ રાજસ્થાનના રણ વિસ્તારમાં દેશમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી નથી કે જમીન પાણી શોષી શકે.આ વરસાદથી ઘણી જગ્યાએ કૃત્રિમ સરોવર બની ગયા.ઘણા ગામો આવા સરોવારોથી ઘેરાઈ ગયા અને એમનો બહારની દુનિયાથી સંપર્ક તૂટી ગયો.75 વર્ષનાં ઝૂમી દેવી કહે છે કે અત્યાર સુધી અમે સૂરજની ગરમીથી પીડાતા હતા. છેલ્લા એક દશકથી અમે ઇન્દ્ર (ભારતીય ધર્મગ્રંથોમાં વરસાદના ભગવાન) નો પ્રકોપ સહી રહ્યા છીએ.2006 પછીથી તેઓ તેમના 500 પશુઓની પૂરના કારણે ખોઈ ચૂક્યા છે.રણ વિસ્તારમાં રહેવાવાળા 90 % લોકો તેમના જીવનનિર્વાહ માટે પશુ પર નિર્ભર રહે છે. આવા વિસ્તારોમાં રહેવાવાળા લોકો ને સમજ નથી પડતી કે જળવાયુની આ પરિસ્થિતિઓથી કેવી રીતે બહાર નીકળી શકાય છે. 2016 માં અહીં સામાન્ય થી ૩૦૦ ટકા વધારે વરસાદ થયો હતો.ઓગસ્ટ 2017 સુધી અહીં સામાન્ય થી 200% વધારે વરસાદ નોંધાયો હતો રાજસ્થાનમાં 2018 માં સામાન્યથી લગભગ 3% ઓછો વરસાદ થયો તો 2019 માં રાજસ્થાનમાં સામાન્યથી 42% ટકા વધારે વરસાદ થયો. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં અનપેક્ષિત વરસાદ જોવા મળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે...