વર્ષ 2017 માં પશ્ચિમ રાજસ્થાનના રણ વિસ્તારમાં દેશમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી નથી કે જમીન પાણી શોષી શકે.આ વરસાદથી ઘણી જગ્યાએ કૃત્રિમ સરોવર બની ગયા.ઘણા ગામો આવા સરોવારોથી ઘેરાઈ ગયા અને એમનો બહારની દુનિયાથી સંપર્ક તૂટી ગયો.75 વર્ષનાં ઝૂમી દેવી કહે છે કે અત્યાર સુધી અમે સૂરજની ગરમીથી પીડાતા હતા. છેલ્લા એક દશકથી અમે ઇન્દ્ર (ભારતીય ધર્મગ્રંથોમાં વરસાદના ભગવાન) નો પ્રકોપ સહી રહ્યા છીએ.2006 પછીથી તેઓ તેમના 500 પશુઓની પૂરના કારણે ખોઈ ચૂક્યા છે.રણ વિસ્તારમાં રહેવાવાળા 90% લોકો તેમના જીવનનિર્વાહ માટે પશુ પર નિર્ભર રહે છે. આવા વિસ્તારોમાં રહેવાવાળા લોકો ને સમજ નથી પડતી કે જળવાયુની આ પરિસ્થિતિઓથી કેવી રીતે બહાર નીકળી શકાય છે.2016માં અહીં સામાન્ય થી ૩૦૦ ટકા વધારે વરસાદ થયો હતો.ઓગસ્ટ 2017 સુધી અહીં સામાન્ય થી 200% વધારે વરસાદ નોંધાયો હતો રાજસ્થાનમાં 2018 માં સામાન્યથી લગભગ 3% ઓછો વરસાદ થયો તો 2019 માં રાજસ્થાનમાં સામાન્યથી 42% ટકા વધારે વરસાદ થયો. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં અનપેક્ષિત વરસાદ જોવા મળી રહ્યો છે.
ચિંતાની વાત એ છે કે ધરતી ઉપર જે જળવાયુંમાં પરિવર્તન થઈ રહ્યું છે તે પ્રાકૃતિક નથી. ફેરફાર ખૂબ જ તેજ ઝડપથી થઈ રહ્યો છે અને એ પણ ખૂબ જ ઓછા સમયમાં.જ્યારે પ્રાકૃતિક પદ્ધતિથી જળવાયુંમાં પરિવર્તન આવે છે તો એમાં લાખો વર્ષ લાગે છે.હવે આપણને 150 થી 200 વર્ષમાં આ પ્રકારના ફેરફારો દેખાઈ રહ્યા છે.હવામાન વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે વાતાવરણ,સમુદ્ર અને ભૂમિ ઉપર મનુષ્યનું દખલ ચોખ્ખી રીતે વધી રહ્યું છે.’નેચર જર્નલ’ માં પ્રકાશિત અધ્યયન બતાવે છે કે વાતાવરણ અને સમુદ્રનું તાપમાન વધારવામાં મનુષ્યનું 2/3(બે તૃતિયાંસ) યોગદાન છે.
માણસની ગતિવિધિઓથી ગ્રીનહાઉસ ગેસ,એરોસોલ અને વાદળોમાં ફેરફારો આવી રહ્યા છે અને આ ધરતીનું વાતાવરણ બદલવાનું કારણ બની રહ્યું છે.પેટ્રોલિયમ અને કોલસા જેવા અસ્મીભૂત બળતણને સળગાવી ખુબ જ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.ગ્રીનહાઉસ પ્રભાવને વધારવામાં આ મુખ્ય રૂપથી જવાબદાર છે.વાતાવરણમાં કુલ 61 પ્રકારનાં ગેસ છે.એમાંથી અધિકાંશ મનુષ્યની દેન છે.આ ગેસ પણ પર્યાવરણના સંતુલન બગાડવાનું કામ કરે છે.
પ્રાકૃતિક સફાઈની પદ્ધતિ :
પ્રાકૃતિક રૂપથી ગ્રીનહાઉસ ગેસ અલગ-અલગ સ્ત્રોતોથી અવિરત નીકળતી રહે છે અને તેને ‘સિંક’ કરીને વાતાવરણથી હટાવવામાં આવે છે.
ઉદાહરણ તરીકે વાતાવરણમાં ઉત્સર્જિત અડધો કાર્બન ડાયોક્સાઇડ ગેસ વૃક્ષો,માટી,સમુદ્ર અને સમતાપ મંડળ(ધરતીના વાતાવરણથી 50 કિલોમીટર ઉપરની પરત) માં સિંક કરીને હટાવી શકાય છે.1959 થી 2006 ની વચ્ચે વાતાવરણ દ્વારા સરેરાશ 290 કરોડ ટન કાર્બન દર વર્ષે હટાવવામાં આવી છે.આ જ પ્રમાણે સમુદ્ર અને ધરતીએ 190 કરોડ ટન કાર્બન દર વર્ષ હટાવી છે.આને કાર્બન ચક્રના નામથી ઓળખવામાં આવે છે
સમસ્યા ક્યાં છે ?
ઔદ્યોગિક ક્રાંતિ અને અસ્મીભૂત ઇંધણના સળગવાથી મનુષ્ય ખુબ ઓછા સમયમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન કરી રહ્યો છે.પ્રાકૃતિક પદ્ધતિથી આની સફાઈ કરી શકાતી નથી.એના કારણે ગેસોના ઉત્સર્જન અને તેને હટાવવાની વચ્ચેનું સંતુલન ખૂબ ખરાબ રીતે બગડી ગયું છે.આ અસંતુલન જળવાયુ પરિવર્તનનું મુખ્ય કારણ છે.1950માં દર વર્ષે લગભગ 500 કરોડ ટન કાર્બન ડાયોકસાઈડ (CO2) નું ઉત્સર્જન થતું હતું જે 2016માં વધીને 3,580 કરોડ ટન થઈ ગયું છે.તેમાંથી 3,210 કરોડ ટન કાર્બન ડાયોકસાઈડ અસ્મીભૂત ઇંધણના સળગવાથી ઉત્પન્ન થયો છે. 2017 માં કાર્બન ડાયોક્સાઇડનું કુલ વૈશ્વિક ઉત્સર્જન વધીને 3,615 કરોડ ટન અને 2018માં 3,710 કરોડ ટન થઈ ગયો છે.આ જ કારણ છે કે સિંકની ક્ષમતા ઘટી રહી છે અથવા કમજોર થઈ રહી છે.ઉદાહરણ તરીકે ગ્રીનહાઉસ ગેસોના વધવાથી સમુદ્ર વધુ એસિડિક થઈ રહ્યા છે અને તેના શોષવાની ક્ષમતા ઓછી થઈ રહી છે.વૃક્ષોનું ઘટાદાર આવરણ પણ ખૂબ જ ઝડપથી ઓછું થયું છે.
સપ્ટેમ્બર 2019 માં આવેલ આઈપીસીસીનો રિપોર્ટ બતાવે છે કે અત્યધિક ઉત્સર્જન ને કારણે વર્ષ 2100 સુધી યુરોપ,પૂર્વી આફ્રિકા,ટ્રોપિકલ એન્ડીઝ અને ઇન્ડોનેશિયાના નાના ગ્લેશિયર 80% સુધી પીગળી જશે.વીસમી સદીમાં સમુદ્રનું જળસ્તર લગભગ 15 સેન્ટિમીટર સુધી વધ્યું હતું.હવે આ દર વર્ષે લગભગ બમણું 3.6 એમ.એમ ના દરથી વધી રહ્યું છે. જો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ભારે કાપ મુકવામાં આવે છે,તો પણ સમુદ્રનું જળસ્તર 2100ની સાલ સુધી 30-60 સેન્ટીમીટર સુધી વધી જશે.અગર ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઝડપથી વધારો થતો રહ્યો તો સમુદ્રના જળસ્તરમાં 60-110 સે.મી.નો વધારો સંભવ છે.
સૌથી ખતરનાક ગ્રીનહાઉસ ગેસ :
વાતાવરણમાં ઉપલબ્ધ અન્ય ગ્રીનહાઉસ ગેસ જેવા કે મિથેન કાર્બન ડાયોક્સાઇડથી પણ વધારે ખતરનાક છે.કાર્બન ડાયોક્સાઇડની માત્રા એનાથી અનેક ગણી અધિક છે અને તેનું આયુષ્ય પણ વધારે હોય છે.વાતાવરણમાં ઉપલબ્ધ વધી ગયેલી લગભગ 50 ટકા કાર્બન ડાયોક્સાઇડ ગેસ 30 વર્ષમાં હટાવી શકાશે.અન્ય 30 ટકાને હટાવવામાં ઘણી સદીઓ લાગશે. શેષ 20 ટકાને વાતાવરણથી હટાવવામાં હજારો વર્ષ લાગશે.એનો મતલબ એ છે કે વર્ષ 1800 માં ઉત્સર્જિત કાર્બન ડાયોક્સાઇડનો મોટો હિસ્સો હજી પણ વાતાવરણમાં મોજુદ છે.તેમાં પ્રતિદિન અને પ્રતિક્ષણ વધારો થઈ રહ્યો છે.જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડ વધતી જાય છે તેમ તેમ ગરમી વધતી જાય છે.તાપમાનમાં વધારાથી સમુદ્રો અને કાર્બનના મોટા ભંડાર આર્કટિક આઈસથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના ઉત્સર્જન વધી જાય છે.વૈશ્વિક તાપમાન વધવાથી આ ઝડપથી પીગળી રહ્યા છે.
અન્ય ગ્રીનહાઉસ ગેસ :
2007ની શરૂઆતમાં મિથેન ગેસનું ઉત્સર્જન ચોકાવનારું હતું.જાન્યુઆરી 2007 માં વાતાવરણમાં એની સઘનતા 1,779 પીપીબી (પાર્ટ્સ પ્રતિ બીલીયન) હતી જે જૂન 2019 માં વધીને 1860.2 પીપીબી પર પહોંચી ગઈ.છેલ્લા કેટલાક દશકોમાં નાઈટ્રસ ઓક્સાઈડ પણ નિરંતર વધી રહ્યું છે.ત્યાં અધિકાંશ હાઇડ્રોક્લોરોકાર્બનની સઘનતા પણ વધી રહી છે.આ સમૂહની ગેસો મુખ્ય રૂપથી ઉત્તર ગોળાર્ધમાં મોજુદ છે.એર કન્ડિશનીંગ રેફ્રિજરેંટ, એચએફસી – 134a તેજીથી વધી રહ્યા છે.
1997ના ક્યોટો પ્રોટોકોલ મુજબ ગ્રીનહાઉસ ગેસો કાર્બન ડાયોક્સાઇડ (CO2 ),મીથેન (CH4 ),નાઈટ્રસ ઓક્સાઈડ (N2O),હાઈડ્રોક્લોરોકાર્બન (HFC),પરફ્લોરોકાર્બન (PFC) અને સલ્ફર હેક્સાફ્લોરાઇડ (SF6) ગેસોનો સમૂહ છે.
થોડાક ડરામણા તથ્યો :
ઓગસ્ટ 2019 આવેલ આઈપીસીના રિપોર્ટ મુજબ ધરતીની નજીક 9.2 ટકા સુકી જમીન મરુસ્થલીકરણની શિકાર થઈ ગઈ છે. મરુસ્થલીકરણથી નજીક 50 કરોડ લોકોની જિંદગી પ્રભાવિત થશે.માનવ ગતિવિધિઓના કારણે 2016-17 માં 13 ટકા કાર્બન ડાયોક્સાઇડ,44 ટકા મિથેન અને 82 ટકા નાઈટ્રસ ઓક્સાઈડ વાતાવરણમાં વધ્યો. 1961 થી હાલ સુધી 11 થી 14 ટકા જૈવવિવિધતા નષ્ટ થઈ ચૂકી છે.
2019 માં ભારતમાં હવામાન પર નજર રાખતા આશ્ચર્ય થઈ ગયા.તે વરસે એક દિવસમાં થવાની વરસાદ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો અને કેટલાય રાજ્યોમાં આ પુરનું કારણ બન્યું.જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 560 વખત અત્યાધિક વરસાદની ઘટનાઓ (એક્સ્ટ્રીમ રેનફોલ ઇવેન્ટ) થઈ. આ 2018ની સામે 74 ટકા વધારે છે.ભારે વરસાદના કારણે 14 રાજયોમાં 1,685 લોકોનાં મૃત્યુ થયા.એકલા મહારાષ્ટ્રમાં 22% મોત થયા.જૂન સુધી પૂરા દેશમાં 30 ટકા ઓછો વરસાદ થયા પછી આ હાલત થઈ.તે વર્ષે મોન્સુનની વિદાય પણ ખુબ લાંબા સમય પછી થઈ.
1850 થી 2006 ની વચ્ચે પર્યાવરણમાં 48,800 કરોડ ટન કાર્બન માનવીય ગતિવિધિઓના કારણે પહોંચ્યો છે.100 કરોડ ટન કાર્બન 367 કરોડ ટન કાર્બન ડાયોકસાઈડની બરાબર છે. હવે તમે પોતે જ વાતાવરણમાં પહોંચાડવામાં આવેલ કાર્બન ડાયોક્સાઇડ ગેસની ગણતરી કરી લો.
સૌજન્ય : ડાઉન ટૂ અર્થ (સેન્ટર ફોર સાયંસ એન્ડ એન્વાયરમેન્ટ)
Comments
Post a Comment