સાયબર હુમલાખોરો પહેલાંની તુલનાએ વર્તમાનમાં હવે વધુ કુશળ તકનીકોનો ઉપયોગ સિસ્ટમોને ટાર્ગેટ કરવામાં કરે છે . વ્યક્તિગત , નાના વ્યવસાયો અથવા મોટી સંસ્થાઓ બધા તેની અસર નીચે આવે છે . તેથી આઈ . ટી ( ઈંફરમેશન ટેકનોલોજી ) અથવા નોન આઇ . ટી તમામે સાયબર સિક્યુરિટી વિશે સમજણ ફરજિયાત કેળવવી પડશે અને સાયબર હુમલાઓને નાથવા માટે શક્ય તમામ પરિમાણો અપનાવવા જ પડશે . સાયબર હુમલાખોરો અને હેકરોની આ રમતો સામે સંસ્થાઓ અને તેમના કર્મચારીઓએ પણ યોગ્ય પગલાં લેવા પડશે . જેમ કે દરેક બાબતે આપણને ઇન્ટરનેટ સાથે જોડાવાની જરૂર પડે છે ત્યારે vulnerabilities ( સંવેદનશીલ ), Breach( ભંગ ), Falw ( ખામીઓ ) વધવાની શક્યતાઓ વધી જાય છે . એ દિવસો ગયા કે સિસ્ટમ કે ડેટાને સુરક્ષિત રાખવા માટે ' પાસવર્ડ ' એકલો પૂરતો છે . આપણે બધા જ સિસ્ટમ કે ડેટા જેવા કે વ્યક્તિગત કે વ્યવસાય ડેટાને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ છીએ . તેથી સાયબર સુરક્ષા વિશે જાણવું અને જાગૃત રહેવું ખૂબ જરૂરી છે , જે ડેટા સુરક્ષાની ખાત્રી આપે ...