સાયબર હુમલાખોરો પહેલાંની તુલનાએ વર્તમાનમાં હવે વધુ કુશળ તકનીકોનો ઉપયોગ સિસ્ટમોને ટાર્ગેટ કરવામાં કરે છે.વ્યક્તિગત,નાના વ્યવસાયો અથવા મોટી સંસ્થાઓ બધા તેની અસર નીચે આવે છે.તેથી આઈ.ટી (ઈંફરમેશન ટેકનોલોજી) અથવા નોન આઇ.ટી તમામે સાયબર સિક્યુરિટી વિશે સમજણ ફરજિયાત કેળવવી પડશે અને સાયબર હુમલાઓને નાથવા માટે શક્ય તમામ પરિમાણો અપનાવવા જ પડશે.
એ દિવસો ગયા કે સિસ્ટમ કે ડેટાને સુરક્ષિત રાખવા માટે 'પાસવર્ડ' એકલો પૂરતો છે.આપણે બધા જ સિસ્ટમ કે ડેટા જેવા કે વ્યક્તિગત કે વ્યવસાય ડેટાને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ છીએ.તેથી સાયબર સુરક્ષા વિશે જાણવું અને જાગૃત રહેવું ખૂબ જરૂરી છે,જે ડેટા સુરક્ષાની ખાત્રી આપે છે.
સાયબર સ્પેસ અને તેનું અંતર્ગત માળખું શારીરિક અને સાયબર હુમલા ખતરા બંને માટે ઉદભવતા વિશાળ સાહસ માટે સંવેદનશીલ છે.કુશળ સાયબર હુમલાખોરો, રાષ્ટ્ર-રાજ્યનું ગેરલાભ ઉઠાવનારા સંવેદનશીલ માહિતી અને પૈસા ચોરવા માટે,ભાંગફોડ-નાશ અથવા જરૂરી સર્વિસો ડિલીવર કરવા માટે ધમકી રૂપે ક્ષમતા વિકસિત કરે છે.
અમેરિકામાં નવેમ્બર 2018 માં 'સાયબર સિક્યોરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી એક્ટ 2018' નો કાયદો પસાર થયો.આ સીમાચિહ્ન કાયદાએ જુના 'નેશનલ પ્રોટેકશન એન્ડ પ્રોગ્રામ્સ ડાયરેક્ટરેટ (NPPD)', DHS સાથેના મિશનમાં સુધારો કરી 'સાયબર સિક્યોરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી (CISA)' પ્રસ્થાપિત કરી CISA એ સાયબર એટેકનો સામનો કરવા અને ફેડરલ ગવર્મેન્ટને સાયબર સિક્યુરિટી ટુલ,ઘટનાઓને લગતી સર્વિસ અને એસેસમેન્ટ ક્ષમતાનું સેફગાર્ડ એવા '.Gov' નેટવર્ક સાથે રાષ્ટ્રીય ક્ષમતા ઘડી,જેણે પાર્ટનર ડિપાર્ટમેન્ટ અને એજન્સીના જરૂરી ઓપરેશનને સપોર્ટ કર્યો.
NSO ગ્રુપના પેગાસસ માલવેરના હુમલાના સમાચારો પછી આ અમેરિકન એજન્સીઓ એમના દેશમાં દરેક હાર્ડવેર,સોફ્ટવેર અને નેટવર્કીંગ પ્રોડક્ટોમાં સુરક્ષા-સલામતીના ભાગરુપે ધડાધડ અપડેટો, સૂચનાઓની આપલે કરી રહી છે. ને આપણે ત્યાં હજી સમાચારો અને ડિબેટો પુરતો વિષય બનીને રહ્યો છે.. માટે જાતે પોતાની સિસ્ટમો-ડિવાઈસેસ ને સુરક્ષિત-સલામત રાખ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.. તો થોડાક ડિજિટલ સુરક્ષા માટે જરૂરી ટીપ્સને અપનાવીએ..
- તમારા કોમ્પ્યુટર-મોબાઇલમાં સમયાંતરે આવતી લેટેસ્ટ અપડેટોને અવગણશો નહીં,સૌથી પહેલું કામ અપડેટ કરવાનું કરવું. વારંવાર તમારા ફોન અથવા લેપટોપમાં આવતી અપડેટ કરવાથી સિસ્ટમ અને એપ્લિકેશનો હંમેશાં સુરક્ષિત રહે છે.
- પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો : આ એવા પાસવર્ડો ઉત્પન્ન કરે છે જેનો અનુમાન લગાવવું મુશ્કેલ હોય છે અને તે બધાને એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સંગ્રહિત કરે છે.
- તમામ એકાઉંટ બમણા મજબૂત બનાવો : શક્ય હોય તો ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને અમલી કરો.
- એકાઉંટ વ્યવસ્થિત રાખો: તમે લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેતા હોવ એવા એકાઉન્ટ્સને ડિલીટ કરી નાંખો.ગૂગલ,ફેસબુક અને અન્ય વધું ઉપયોગ કરતા સાઇટ્સ પરની તમારી ગોપનીયતા સેટિંગ્સની સમીક્ષા કરતા રહો.
- તમારા ફોનને સુરક્ષિત કરો : આઠ અંકવાળો પિન અથવા આલ્ફાન્યુમેરિક કોડ જેવા જટિલ સ્ક્રીન લોકની પસંદગી રાખો.જો તમારો ફોન ખોવાઈ જાય તો ખાતરી કરો કે તમે એ એકાઉન્ટ્સને ફરીથી રીકવર કરી શકો છો.
- વીપીએન એપ્લિકેશનનો ઉપયોગ કરો : સાર્વજનિક WIFI નેટવર્કને એક્સેસ કરતી વખતે VPN (વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક) તમારી ઓનલાઇન પ્રવૃત્તિઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે.
- કાળજીપૂર્વક એપ્લિકેશન પસંદ કરો : કોઈપણ એપ્લિકેશન ફક્ત ઓફિશિયલ એપ્લિકેશન સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો.અન્ય બીજી જગ્યા યા ન જાણીતા સોર્સમાંથી કયારેય એપ્લિકેશન ઈન્સ્ટોલ ના કરો.
- ક્લિક કરતા પહેલાં વિચારો : એસએમએસ અને ઇમેઇલ જોડાણોમાં માલવેર હોઈ શકે છે.તેથી અજાણ્યા મેઈલ કે મેસેજોમાં આવેલ લીંક પર ક્લિક ના કરવી.
Comments
Post a Comment