Skip to main content

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે.


એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે.


જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે. 


શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી.


વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ્યો છે. વોટ્સએપ પિંકના નામની કોઈપણ લિંકને ભૂલથી પણ ક્લિક ન કરતા. તમારા ફોનનો સંપૂર્ણ એક્સેસ ખોવાઈ જશે.


આ ઉપરાંત, વપરાશકર્તાઓને કડક સલાહ આપવામાં આવે છે કે ગૂગલ અથવા એપલના ઓફિશિયલ સ્ટોર પર ઉપલબ્ધ એપ સિવાય કોઈ પણ APK અથવા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરો. “આવી દૂષિત એપ્લિકેશન્સનો ઉપયોગ તમારા ફોન સાથે સમાધાન કરવા અને ફોટા, એસએમએસ, સંપર્કો, વગેરે જેવા વ્યક્તિગત ડેટાની ચોરી કરવા માટે થઈ શકે છે.


જ્યારે આ બાબતે વોટ્સએપનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કહ્યું કે, “ઇમેઇલ સહિતની કોઈપણ સેવા પર અસામાન્ય, અવિચારી અથવા શંકાસ્પદ સંદેશ મેળવી શકે છે, અને કોઈપણ સમયે તે થાય છે ત્યારે અમે દરેકને જવાબ આપવા અથવા સંલગ્નતા પહેલા સાવધાની રાખવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરીએ છીએ. ખાસ કરીને વોટ્સએપ પર, અમે એ પણ ભલામણ કરીએ છીએ કે લોકો અમને રિપોર્ટ મોકલે, સંપર્કની જાણ કરવા અથવા સંપર્કને અવરોધિત કરવા માટે એપ્લિકેશનમાં આપેલા ટૂલ્સનો ઉપયોગ કરે. "


સાભાર : હબીબા રશીદ (hackread.com)

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને