Skip to main content

વ્યક્તિ વિશેષ : ડૉ. ઈદ્રીસ : અનેક પ્રવૃત્તિઓના પ્રણેતા અને દર્દીઓના હમદર્દ


નામ : ડૉ.સૈયદ અદાજીમીયાં શકુરમીયાં ઉર્ફે ડૉ. ઈદ્રીશ

પરિવાર :પિતા શકુરમિયાં પાલનપુર સ્ટેટના વકીલ હતા. અને પાલનપુર તથા રાધનપુર એમ બંને સ્ટેટનું કારભારીનું કામ પણ કરતા હતા.સાત વર્ષની નાની ઉંમરથી જ તેઓ પાંચ વક્તની નમાજના પાબંધ હતા. 


ડૉ.ઈદ્રીસના કાકા અતાઉલ્લાહ તમામ જ્ઞાતિ,ધર્મના બાળકોને વિનામૂલ્યે ઇંગ્લિશ,ઉર્દૂ અને પર્શિયન ભણાવતા હતા. 

ડૉ.ઈદ્રીસના દાદા રહેમતમિયાંએ ‘તવારીખે પાલનપુર’ નામનું પાલનપુર સ્ટેટનો મોટો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો.તે શાયર પણ હતા. ‘ગુલશન’ તેમનું તખલ્લુસ હતું. તેમણે ઘણી શેરો-શાયરી અને ગઝલો લખી છે.ડૉ.ઈદ્રીશનું આખું ખાનદાન પહેલેથી જ સાહિત્યિક શોખ ધરાવનાર,દીનદાર,સેવાભાવી અને આધ્યાત્મિક વૃત્તિવાળું રહ્યું છે. 

અભ્યાસ : અદાજીમીયાં ઉર્ફે ઈદ્રીસનો મેટ્રીક સુધીનો અભ્યાસ પાલનપુરમાં જ થયેલ છે.ત્યારબાદ બે વર્ષ વડોદરા કોલેજમાં કર્યા.ત્યાં તેઓ ખર્ચ કાઢવા માટે કોલેજની કેન્ટીનમાં ચા બનાવવાનું કામ કરતા હતા. ત્યારબાદ મુંબઈ જઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા અને ત્યાં તેમણે એમ.બી.બી.એસ કર્યું. 

મુંબઈથી આવી પાલનપુર સ્ટેટમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે દવાખાનામાં નોકરી માં દાખલ થયા. ત્રણ વર્ષ નોકરી કરી.F.R.C.S થવાનું નક્કી કર્યું અને લંડન ગયા.તે વખતે તેમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હતી.ફંડ ફાળો કરીને તેમને લંડન ભણવા માટે મોકલેલા.લંડનમાં ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન પણ પોતાનો ખર્ચ કાઢવા માટે નાનું-મોટું કામ શોધી પોતાના ખર્ચ જેટલું કમાઈ લેતા.

ત્રણ વર્ષના અભ્યાસ બાદ એફ.આર.સી.એસ થઈ પાલનપુર આવી ફરી એજ આસિસ્ટન્ટ સર્જનની જગા સંભાળી લીધી.૧૯૪૯ સુધી તેઓ પાલનપુરમાં ફરજ બજાવતા રહ્યા.ત્યારબાદ તેમની બદલી થતાં તેમણે નોકરીમાંથી રાજીનામું આપી પોતાનું ઘરનું દવાખાનું પાલનપુરમાં શરૂ કર્યું.

ડૉ. ઇદ્રીસ પાલનપુર સ્ટેટના સૌ પ્રથમ F.R.C.S થનાર ડોક્ટરની સાથે આખા ઉત્તર ગુજરાતમાં પણ તેઓ પ્રથમ 
F.R.C.S થનાર ડોકટર હતા. 

ડૉ. ઈદ્રીસ ડોકટરના વ્યવસાય સિવાય પણ અન્ય ઘણીબધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. તેમણે ઇલેક્ટ્રોનિક લાઉડ-સ્પીકરોમાં પણ અલગ-અલગ જાતની સિસ્ટમની નવી શોધ કરી હતી.રેકોર્ડ પ્લેયર સાથે મ્યુઝીકલ સિસ્ટમ પણ બનાવી હતી.ગાંડા કે અર્ધપાગલ જેવા દર્દીઓને ઇલેક્ટ્રીક શોક આપવા માટેના મશીન પણ તેમણે તે જમાનામાં બનાવ્યા હતા.તેઓ એક સારા ફોટોગ્રાફર પણ હતા.પાલનપુર અને રાધનપુર સ્ટેટના ફેમિલી ડોક્ટર હતા.તેમનામાં નાનપણથી જ ધાર્મિક માહોલ હતો.લંડનના ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન પણ રમજાન માસમાં તેમના રોજા જતા નહીં.ગરીબ દર્દીઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સેવા આપતા અને મદદ કરતા. 

ડૉ. ઈદ્રીસ પાસે એ જમાનામાં મોટી લાઈબ્રેરી હતી જેમાં આશરે બે હજાર ઉપરાંત પુસ્તકો અંગ્રેજી,ઉર્દૂ,પર્શીયન અને ગુજરાતી ભાષામાં હતા.

પોતાના દવાખાનામાં કામકાજ કરતાં કરતાં જ હૃદયરોગનો હુમલો આવતા ડૉ. ઈદ્રીસ 1967માં પોતાના દવાખાનામાં જ અલ્લાહની રહેમતે પહોંચી ગયા.
નેક રુહને સલામ…

સાભાર : ગરવી ગુજરાતનાં ગૌરવવંતા મુસ્લિમો

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...