Skip to main content

ભાનુભાઈને વિનમ્ર શ્રદ્ધાંજલિ / દલિત આંદોલન


બાબાસાહેબના વિચારોને અમલમાં મૂકી ઘર ઘર સુધી બાબાસાહેબના વિચાર્રોને પહોચાડવાની નેમ રાખી જીવ્યા ત્યાં સુધી દિલમાં બાબાસાહેબ જ રહ્યા,બે દલિત મજુરોને એમનો હક અપાવવાની સતત માંગ કરી રહેલ ગુજરાત સરકાર ની જીદ ની કિંમત એમની જીંદગીથી ચૂકવવી પડી એવા ક્રાંતિકારી,ભડવીર ભીમ સૈનિક ભાનુભાઈ ને વિનમ્ર શ્રદ્ધાંજલિ.આ અચાનક આવી પડેલ દુખની ઘડીમાં ઈશ્વર,અલ્લાહ,જીસસ,રવિદાસ,વાહેગુરુ,સાઈ એમના પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે.

ભાનુભાઈના થોડાક વિડિયો જોયા એમની છબી જ એમના ઉત્તમ ચરિત્ર નું વર્ણન કરે છે.રાષ્ટ્રીય દલિત અધિકાર સાથે જોડાયેલ નિવૃત્ત રેવેન્યુ ક્લાર્ક ભાનુભાઈ છેલ્લા કેટલાયે વર્ષોથી કચડાયેલ,શોષિત,પીડિત અને ગરીબ દલિત પરિવારોને એમના હક મળી રહે એના માટે સતત લડત ચલાવતા આવ્યા છે.અધિકારોની લડાઈ દલિત સમાજના કેટલાયે એકટીવીસ્ટો ન જાણે કેટલાય વર્ષોથી ચલાવી રહ્યા છે અને એમને દબાયેલ અને કચડાયેલ વર્ગ તરીકે નિર્માણ કરનાર,અશ્પૃસ્ય બનાવવવાવાળા આપણે બધા આપણી વાહિયાત સમાજ વ્યવસ્થા છે જ્યાં માનવતા માટેના મોટા મોટા બુમ બરાડા,પ્રેમ,ભાઈચારા અને સમાનતાની ઉપરછલ્લી વાતો થતી હોય અને અંદરથી આપણે અલગ માનસિકતા ધરાવતા હોઈએ એ તો આપણી ભારતીય સંસ્કૃતિ કે ચરિત્ર ક્યારેય ન હતું કે હશે તો એ કયા પરિબળો છે જે માનવ માનવ વચ્ચેની ખાઈ વધારે ઊંડી કરી સ્નેહ,લાગણી ,સદભાવ નામના રાજકારણમાં રોટલા શેકી ધ્રુણા નફરત અને ઝેરનું વાવેતર કરી રહ્યા છે.આ બાબતને દરેક દેશવાસીએ સમજવાની છે.બંધારણ ના ઘડ્વૈય્યા બાબાસાહેબે પણ જીવનમાં આ જાતીવાદી અસ્પૃશ્યતાનો ભયંકર રીતે સામનો કર્યો છે છતાં જયારે બંધારણ ઘડવાની વાત આવી ત્યારે એમને દેશને સર્વોપરી રાખેલ એમને જો ચાહ્યું હોત તો શું દલિતોને જ અનુલક્ષીને અને એમના સમાજને જ સહુથી વધારે ફાયદો થાય એવું બંધારણ બનાવી ણ શક્યા હોત,પણ નહિ એમના માટે દેશ અને દેશના સર્વધર્મ અને જાતિના નાગરિકો મહત્વ રાખતા હતા.એમને ખરા અર્થમાં માનવ મુલ્યો નું જતન અને નાગરિક ધર્મનું પાલન કર્યું છે અને કેળવણી નો સાચા અર્થમાં સદુપયોગ કરી ઉત્કૃષ્ટ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.
સરકારની વાત કરીએ તો ભાનુભાઈએ વારંવાર સરકારને ચેતવ્યા છતાં એમના પેટનું પાણી પણ નહતું હલતું.આવા જ કેશોમાં ૨૦૧૨ થાનગઢ હત્યાકાંડ,ઉનાકાંડ આ બનાવોને ઊંડાણથી વિચારો તો સરકાર નું લક્ષ્ય બિલકુલ પુરેપુરો સોલ્વ કરવાનો ઈરાદો હોય એવું દેખાતું નથી કેમકે એમને માત્ર વોટબેંકથી મતલબ હોય છે.કદાચ આ બધા કેશોમાં તમે જોજો દરેક કેશમાં ન્યાય મળવામાં કેટલો વિલંબ થયો છે અને કોઈ માંગણીને તુરંત નિકાલ નહિ કરેલ હોય કેમકે એમને દલિતોમાં એમનું વોટબેંક ઓછું દેખાય છે જેથી દલિતોને જલ્દી ન્યાય ન મળે તો બીજી જાતિઓ એમનું વોટબેંક વધારે મજબુત બને ,આ ધ્રુવીકરણ ની રાજનીતિએ પેહલા હિંદુ-મુસ્લિમ ,પછી કોઈને પાટીદાર,કોઈને ક્ષત્રીય,કોઈને ઠાકોર તો કોઈને દલિત તરીકે ની સોચી સમજીને ઓળખાણો આપી દીધી ,ભારતીય તો રેહવા જ નથી દીધા આપણ સહુને.આ ધ્રુવીકરણની રાજનીતિને સમજવાની સખ્ત જરૂરત છે.એ આ જ લોકો છે જેમણે ૧૯૮૧ અને ૧૯૮૫ માં દલિત વિરોધી આંદોલનો કર્યા હતા.અને ધીમે ધીમે ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી સત્ત્તા પર આવ્યા.૨૦૧૪ ની સરકાર બન્યા પછી દલિતો પરના અત્યાચારમાં ૫.૫ ટકાનો વધારો દર્શાવે છે કે સરકાર આવા અત્યાચારો રોકવામાં નિષ્ફળ રહી છે.જયારે લોકોએ ચૂંટેલો પ્રતિનિધિ ભાનુભાઈ વિશે વાત કરવા માંગે ત્યારે એમનું માઈક બંધ કરાવી દેવામાં આવે.શાંતિપૂર્ણ વિરોધ કરવા જતા રસ્તામાં અટકાવી દઈ ધરપકડ કરવામાં આવે.આ બધું શું દર્શાવે છે માત્ર અને માત્ર દલિત વિરોધી માનસિકતા અને સતાધારીઓનું અહંકારપણું.પણ કદાચ સત્તા ના નશામાં ચુર થયેલાઓને એ ખબર નહિ હોય કે આ ભારતની ભૂમિ છે જેનો ઈતિહાસ ક્રાંતિ અને ચળવળોનો રહ્યો છે અધિકાર અને હક માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે.

જમીનવિહોણાઓની સમસ્યા :
***********************
કચ્છમાં દલિતો અને આદિવાસીઓ માટે, જમીન વિતરણનો વચન એક મૃગજળ જેવું રહ્યું છે. જ્યારે ગુજરાતના કુલ ઘરોમાં આદિવાસીઓનો હિસ્સો 24.66% છે, જમીનનો માલિકીનો હિસ્સો ફક્ત 13.57% છે. ગુજરાતમાં દલિતો માત્ર 7.75% વસ્તી ધરાવે છે અને જમીનનો માલિકીનો હિસ્સો માત્ર 2.61% છે. સમગ્ર રાજ્યમાં વિખેરાઇ ગયેલા હોવાને લીધે પોતાને અભિવ્યક્ત કરવાનું ભાગ્યે જ તક ધરાવતા હતા.
નવસર્જનના અભ્યાસ પ્રમાણે
, સર્વે કરવામાં આવેલા 98.4% ગામોમાં ઇન્ટર-જાતિ લગ્ન પર પ્રતિબંધ હતો અને આંતર જાતિના યુગલો હિંસાનો ભોગ બનતા. 98.1% ગામોમાં, દલિત એક બિન-દલિત વિસ્તારમાં મકાન ભાડે રાખી શકતો નથી. 97.6% ગામોમાં, દલિતો જે બિન-દલિતોના પાણીનાવાસણોને સ્પર્શ કરે તો શુધ્ધત્વભંગ ગણવામાં આવતો હતો. ભાનુભાઈ પણ આવી જ નીતિના શિકાર થયા છે.

"મોટા જમીનમાલિકો નિશ્ચિતપણે ઉચ્ચ જાતિના હોય છે
, ખેડૂતો મધ્યમ વર્ગના છે, અને કૃષિ કામદારો મોટેભાગે દલિતો અને આદિવાસીઓ છે," એક રિપોર્ટ જણાવે છે. સેન્સસ ઓફ ઇન્ડિયા દ્વારા આ મહિને પ્રકાશિત કરેલા ડેટાની પુષ્ટિ કરે છે કે ભારતમાં 71% દલિતો કૃષિ મજૂરો તરીકે કામ કરે છે. મોટી આદિવાસી વસ્તી ધરાવતા થોડાક રાજ્યો ઉપરાંત દેશના બાકીના વિસ્તારોમાં  ખેડૂતો કરતાં દલિતોની  કૃષિ મજૂરો બનવાની શક્યતા વધારે છે. ખાસ કરીને બિહાર, હરિયાણા, પંજાબ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિળનાડુ અને કેરળમાં લગભગ તમામ દલિત ખેડૂતો કૃષિ મજૂરો છે, જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં 90 %થી વધુનો આંકડો છે.

ઇન્ડિયા એક્સક્લૂઝન રિપોર્ટ 2016 માં સંકળાયેલી કેટલીક માહિતી પર અરસપરસ નજરથી સમજાશે  છે કે ભાનુભાઈ કોના માટે લડ્યા હતા. કૃષિમાં ભૂમિ વિનાશની સંખ્યા પર નજર નાખીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ દલિતો  છે - 57.30%.

માત્ર 2.08% દલિત પરિવારો પાસે બે હેકટરથી વધુ જમીન છે. મોટા જમીન ધારકો પૈકી દસ હેકટર જમીન ધરાવતા 95% ઓબીસી અથવા અન્ય કેટેગરીના છે, અને માત્ર 3% દલિત છે.
ગ્રામીણ ભારતમાં કુલ ઘરમાંથી 20.2% દલિત પરિવારો કુલ ઉત્પાદક જમીનના 8.95% માલિકી ધરાવે છે. 

દાખલા તરીકે
, પંજાબમાં 39.8% દલિતોમાં માત્ર 2.6% જમીન છે અને હરિયાણામાં 17.5% દલિત પરિવારો પાસે 1% થી ઓછી જમીન છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પણ 41.6% દલિત પરિવારો પાસે 7.4% જમીન છે. દલિતોના કબજામાં ઘણું ઓછું છે, તેમાં પણ  58%માં તો  સિંચાઈ સુવિધા જ નથી.

દલિત આંદોલન:
*************
હકીકતમાં
, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાં ભાનુભાઈ, જિજ્ઞેશ મેવાણી અને અન્ય કાર્યકર્તાઓના સંઘર્ષો પૈકી એક છે 2016 માં મેવાણીએ સમજાવ્યું હતું કે ગુજરાતમાં જમીનની ફાળવણી માટેની બે જોગવાઈઓ છે, જેમાં લેન્ડ કલીંગ એક્ટ - ભૂતકાળમાં સામંતશાહી જમીનદારો પાસેથી લેવામાં આવેલી જમીન ભૂમિ વિનાનાઓ વચ્ચે વિતરણ કરવામાં આવી હતી; અને કૃષિ જમીનની ટોચમર્યાદા અધિનિયમ, જેમાં વંચિતોને જમીન વિતરણ કરવામાં આવે છે.

પરંતુ બન્ને આ કાયદાઓ હેઠળ દલિતોને ફાળવવામાં આવેલ વાવેતર માત્ર કાગળ પર રહ્યું હતું. માપન અને સનદની પ્રક્રિયા ક્યાંય શરૂ કરવામાં આવી નહોતી અને તેથી રાજ્યમાં જમીનનો માલિકીહકનો વાસ્તવિક કબજો ન હતો. એફિડેવિટ્સની શ્રેણીમાં
, જિલ્લા વહીવટીતંત્રે એકથી વધુ વખત સ્વીકાર્યું હતું કે દલિતો માટે ફાળવેલ જમીન પર પ્રભુત્વ ધરાવતી જાતિઓ દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. પરંતુ, મેવાણીએ જણાવ્યું હતું કે અત્યાચારો અધિનિયમ હેઠળ આવા અતિક્રમણની સામે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવી નથી.રાજ્યમાં આ ભૂમિ દલિતો અને આદિવાસી જાતિઓ માટે 50,000 એકર જમીનની ફાળવણીનો વિષય છે.

દશકા અગાઉ, દલિત પેન્થર્સે તેમના ઢંઢેરામાં ભાર મૂક્યો હતો કે "દલિત હવે ફક્ત ગામની દિવાલો અને ગ્રંથો બહાર જ અસ્પૃશ્ય નથી. તે અસ્પૃશ્ય છે, અને તે એક દલિત છે, પણ તે એક કાર્યકર છે, ભૂમિ-મજૂર ફરતા મજૂર . અને જ્યાં સુધી આપણે આપણા બધા પ્રયત્નો સાથે ઘણા લોકોની વધતી જતી ક્રાંતિકારી એકતાને મજબૂત બનાવતા નથી, તો આપણા અસ્તિત્વનું કોઈ ભાવિ નથી. "
સામાજિક ચળવળ તરીકે ઉના આંદોલન, અમુક અંશે આવા એકતા ની ભાવનાને સ્પષ્ટ કરી શકે છે. ઉના સંઘર્ષની વર્ષગાંઠ પર આઝાદી કુચમાં ભાગ લેનારા ઘણાએ ઊંઝામાં હજુ પણ ભાનુભાઈની સંગઠક તરીકેની મહેનતુ ભૂમિકા યાદ કરે છે કારણ કે તેઓ જાતિવાદનો નાશ અને ભૂમિ વિહીન દલિતો માટે પાંચ એકર જમીનની માગણી કરવા માટે એકસાથે આંદોલન કર્યું હતું. આજે, આપણે કશું કરી શકતા નથી એ ભડભડતા બળતા શરીરનું ભયાવહ ચિત્ર દુખી કરી નાખે છે.

તો પછી વિનોબા ભાવે નું ભૂદાન,ગ્રામદાન,ઉદ્યોગદાન,જીવનદાન અને વિચારદાન ની તો અપેક્ષા રાખવી નિરર્થક છે.જ્યાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોય.૨૪૧૪ ખેડૂતોએ જાન્યુઆરીથી ઓક્ટોમ્બર માસ સુધી ખાલી મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરી અને ત્યાં શ્રીદેવી જે દારૂના નશામાં મૃત્યુ પામી એમના મૃતદેહને તિરંગામાં લપેટી એને સ્ટેટ ઓનર અને સલામી આપવામાં આવે,એમાં પણ સોચી સમજી રાજનીતિ ને સમજવાની જરૂર છે જે દક્ષીણ ભારતમાંથી આવેલ અભિનેત્રી છે અને આપણે જોયું જ છે કે દક્ષિણમાં કેવા ઘેલા લોકો છે ફિલ્મો માટે તો એ વોટબેન્કને ધ્યાનમાં રાખી ખેલવામાં આવતો ખેલ છે.એને પણ સમજવાનો પ્રયત્ન કરજો..આપણે ભટકી જઈશું છેલ્લે ભાનુભાઈ જેમનું આખું જીવન એ એક સૈનિકમાંનું એક હતું તેમના જેવા સૈનિકનો ફટકો સમાજને હંમેશા ખટકશે.રાજ્ય સરકાર માની ગયી હોત તો કદાચ આત્મ વિલોપન રોકી શકાયું હોત પણ સરકારની બેદરકારી બહાર આવી અને ભાનુભાઈનું મૃત્યુ શું એ નથી સૂચવતું કે સરકાર પાસેથી કોઈ હક અથવા અધિકાર મેળવવો હોય તો મૃત્યુ ને વહાલ કરવો પડે !! માણસાઈ ના દીવાની તો આ સરકાર પાસે શું અપેક્ષા રાખી શકાય ? પણ ભાનુભાઈ આખરે ‘પરમ’ માં વિલીન થઇ ગયા.સદગત ની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ અર્પે..ઓમ શાંતિ ..આમીન _/\_


written on March 2018

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...