આજે આપણે
મૌલાના આઝાદ સાહેબની ૧૨૯મી જન્મ જયંતી તરીકે યાદ કરીને શક્ય છે કે રાબેતા મુજબ
સ્મરણાંજલિ અર્પી શકીએ.બાકી કશું જ ન કરી શકીએ.આજની કેન્દ્ર-રાજ્ય સરકારોના
એજન્ડામાં જ્યાં તાજ મહાલ કે કુશળ શાસક
અને મહાન યોધ્ધા ટીપુ સુલતાનના ઓજસ્વી ચરિત્રને ખંડિત કરવાના લગલગાટ પ્રયત્નો થઇ
રહ્યા હોય ત્યાં જુના કોંગ્રેસી મુસલમાન મૌલાના આઝાદને કૌણ સાંભરે ?
ઈતિહાસ
સાક્ષી છે કે મૌલાના આઝાદ જેવા અને અન્ય વિદ્વાનો ગાંધીજી અને કોંગ્રેસની સાથે ના
રહ્યા હોત તો જેને માટે આપણે ગૌરવવંતા ભારત દેશનો મહિમા ગાન કરીએ છીએ તેવો તેનો
નકશો રચાયો જ ન હોત ! રામચંદ્ર ગુહાના શબ્દોનો ઉપયોગ કરીને કહીએ કે ‘મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા ‘ એટલે કે આધુનિક
ભારતના ઘડતરના પાયામાં રહેલા મુખ્ય સ્તંભો પૈકી મૌલાના આઝાદની શૈક્ષણિક સૂઝ વિશે
તો જેટલી એમની પ્રસંશા કરીએ એટલી ઓછી જ છે.
મૌલાના
આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે નિમાયા અને મૃત્યુ પર્યંત (૧૯૫૮
સુધી ) આ સ્થાન શોભાવ્યું.દેશને આપેલી અણમોલ સેવાઓ અને માર્ગદર્શનની કદર રૂપે એમને
મરણોત્તર ભારતરત્નના ખિતાબથી ૧૯૯૨માં નવાજવામાં આવ્યા.આઈ.આઈ.ટી(ઇન્ડીયન
ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી),આઈ.આઈ.એસ (ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ
સાયંસ-બેંગ્લોર),આઈ.આઈ.એસ.પી.એસ(ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ્યલ સાયન્સ-નવી
દિલ્હી) અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચરલ રીસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ
રીસર્ચ,યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન જેવી શિક્ષણ,સંશોધન અને કૌશલ્યોની મહાકાય
સંસ્થાઓની સ્થાપનામાં મૌલાનાની અગ્રિમ ભૂમિકા અને પ્રદાનને માત્ર મૂર્ખાઓ કાં અંધ
કટ્ટરવાદીઓ જ નજર અંદાઝ કરી શકે !
ઓગસ્ટ
૨૦૧૭માં યુ.એન.ઓ(યુનો) ખાતે આપણા દેશના વર્તમાન વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા
સ્વરાજનું ભાષણ વખણાયું કેમકે એમણે ભારતનો
પરિશુદ્ધ પ્રગતિશીલ દેશ વિશેનો
ચિતાર સ્પષ્ટ કરવા માટે આઝાદી બાદ પાકિસ્તાન કરતાં ભારતે શિક્ષણ,હુન્નર,સંશોધન વગેરે ક્ષેત્રે જે
હરણફાળો ભરી છે તેની છણાવટ કરીને જણાવ્યું કે ભારતની આધુનિક પ્રગતિ માટે આપણી
પાયાની શિક્ષણ નીતિઓએ આપણને આજ પર્યંત પ્રગતિશીલ રાખ્યા છે.એટલે કે મૌલાના આઝાદનું
શૈક્ષણિક પ્રદાન અવિસ્મરણીય છે.
વતન
રૂપે ભારતીય કર્મભૂમિને સમૃદ્ધ કરવામાં સિંહફાળો આપનારા મૌલાના આઝાદ વતન-દેશની
સ્વતંત્રતા તેમજ પ્રગતિ માટે આજીવન ઝઝૂમતા રહ્યા.માત્ર અંગ્રેજોએ જ
નહિ,સંકીર્ણવાદી હિંદુ-મુસ્લિમ નેતૃત્વે પણ એમના માર્ગમાં અનેક અવરોધો પાથરવામાં
પાછીપાની કરી નહીં.અડગ પત્રકાર,શીષ્ટ
સંપાદક,ઊંડા ચિંતક અને મેધાવી લેખક-વક્તા હિંદુ-મુસ્લિમ એકતાના અસલ ભારતીય
પ્રહરી તરીકે એમને ઉચ્ચારેલા ચિરંજીવી શબ્દોનું હૃદય-કર્મથી જતન કરીએ:
“આજે
અગર એક ફરિશ્તો આસમાનની ઊંચાઈથી ઉતરી આવે અને દિલ્હીના કુતુબમિનાર ઉપર ઉભો રહીને
એલાન કરે કે ભારતને આઝાદી ૨૪ કલાકમાં જ મળી શકે છે,શરત એ કે હિન્દુસ્તાન
હિન્દુ-મુસ્લિમ એકતા ને તોડી નાંખે તો હું આઝાદીને કબૂલ નહીં કરું .અગર આઝાદી મળવામાં સમય લાગશે તો હિન્દુસ્તાનનું નુકશાન
થાશે પણ જો અમારી એકતા તૂટી જશે તો એ પૂરી દુનિયાની ઈન્સાનિયતનું નુકશાન થશે”
Written On November 2017
Comments
Post a Comment