પીંગળી(ભાવનગર)
ખાતે બલોચ કુટુંબમાં જન્મેલા,લોકભારતીસણોસરાથી ગ્રામવિદ્યા સ્નાતક થયેલ,અભ્યાસ
દરમિયાન ગ્રામાભિમુખ કેળવણીથઇ અને મનોમન નક્કી કર્યું કે ગામડામાં જ કામ કરવું.પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠથી એમ.એસ.ડબલ્યુ (માસ્ટર ઇન સોસીઅલ વર્ક)
આવિસ્તારમાં
જીવન જરૂરિયાતની પાયાની સુવિધાના અનેક પ્રશ્નો હતા,સહુથી મોટોપ્રશ્ન ગામમાં આવવા
જવા માટે રસ્તાનો અભાવ હતો.ઘોડા(ગાંજી) થી ૪ કિમી ચાલીને જવુંપડે,પીવાના પાણીની તકલીફ,ગામમાં વીજળી ન હતી,દારૂ નું વ્યસન એવા અનેકશિક્ષણ,આરોગ્ય,પર્યાવરણ અને બેરોજગારીના
પ્રશ્નોને સરકાર અને લોકો વચ્ચેમધ્યસ્થી બનીને વૃક્ષારોપણ,પેટા શાળા પછી સ્વતંત્ર શાળા મંજુરી,રેશન કાર્ડ,હેલ્થ કાર્ડ,પાણીનીટાંકીઓ,ભેંસો માટે લોન,મધ અને ગુગળના ગૃહ ઉદ્યોગ અને બીજા
અનેક અસંખ્ય કામો કરીખાટીસીતરા લોકમિત્ર સ્પેસ ની રોનક બદલી નાખનાર યુવાન એટલે ‘મુસ્તુખાન’.
વિકાસશીલ પથ પર ચાલતાં ચાલતાં ૨૦૧૬માં‘લોકસારથીફાઉન્ડેશન’ ની સ્થાપના કરી.
અનુભવ - પૂજ્ય ગાંધીજી સ્થાપિત ગુજરાત હરીજન સેવકસંઘ-અમદાવાદમાં કોર્ડીનેટર તરીકે બે વર્ષ કામગીરી કરી.
વિકાસકાર્યોં –
૧.ખાટીસીતરા ગામનાલોકોને તૈયારકરીને ૪કિમી પહાડો અને જંગલ વચ્ચે સરકારનો એકપણ રૂપિયો લીધા વગર રસ્તો બનાવ્યો.
૨.ગામમાં એકપણ બાળક અભ્યાસ નહોતું કરતુ અને સ્કુલ પણ નહોતી
,આજે ૧૩૯ બાળકો અભ્યાસ કરે છે.અને ગામમાં એક થી છ ધોરણની સ્વતંત્ર સ્કુલ છે,
૩.૩૦ બાળકોની હોસ્ટેલ જેમાં અતિગરીબ અને જરૂરિયાતવાળા આદિવાસી બાળકો વિનામૂલ્યે રહે છે.
૪.ગામમાં સ્થાનિક કાર્યકરો તૈયાર કરી આરોગ્યસ્તર સુધાર્યું -૫ વર્ષમાં માત્ર એક માતામરણ
૫.ગામમાં બહેનોના ૭ બચતમંડળ.
૬.આંગણવાડીમાં ૫૦ બાળકો.
૭.રોજગારી માટે મધ અને જંગલી ગોણપેદાશોનું માર્કેટિંગ.
૮.પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર.
આઉપરાંત ગ્રામવિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેને લઈને મોટાભાઈ (મુસ્તુખાન)
ને જાગૃત જન એવાર્ડ,હમ હોંગે કામયાબ એવોર્ડ અને અનેક સ્વયંસેવી સંસ્થાઓએ બહુમાન
કરેલ છે.
સંસ્થાની મુલાકાત એકવાર અવશ્વ્ય
લેવા જેવી છે ઉત્તમ સેવાકીય યજ્ઞ થકી આદિવાસી વિસ્તારની કાયાપલટ કરવાની નેમ,ધુણી
ધખાવનાર યુવાન આજના તમામ યુવાધન માટે પ્રેરણાસ્ત્રોત છે.
I have visited this place. Going there, looking at them and their support, it seems that if you want to see service, then go for a sour sit...
ReplyDelete