૨૮ ઓગસ્ટ ૧૯૪૯ ના દિવસે કોલકત્તામાં
જન્મેલ પ્રવીણ પટેલ માનવાઅધિકાર માટે લડનાર અદના કાર્યકર છે,કોલકત્તા યુનીવર્સીટીમાં
અભ્યાસી તેજસ્વી વિદ્યાર્થી સાથે નેતૃત્વ કળાની શરૂઆત પણ ત્યાંથી જ થયેલ.
સામાજિક કાર્યોમાં તેમનો પ્રથમ તબક્કો
કમારહટ્ટી વિસ્તારમાં શણ કાપડ મિલ કર્મચારીઓ સાથે કામ કરીને શરૂ થયો પછી તરત જ 1968માં લીઓ ક્લબ ઓફ
નોર્થ ઇસ્ટ કોલકતાની સ્થાપના કરી.વારસાગત
વન ઠેકેદારીના વ્યવસાયમાં જોડાતાં પહેલાં ૧૯૭૧ સુધી તેના સ્થાપક અધ્યક્ષ તરીકે
કામગીરી સંભાળેલ.તેમણે પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તારમાં આદિવાસી અધિકારો માટે
અખિલ ભારતીય વિકાસ પરિષદ સાથે ૧૯૯૩ થી ૧૯૯૬ સુધી કામ કરેલ. તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી ને આદિજાતિ
કલ્યાણ સોસાયટીમાં ક્ષેત્ર અધિકારી તરીકે જોડાયા અને થોડાક જ સમયમાં
ઓડિશામાં આદિવાસીઓ સાથે કામ કરવા માટે અને બિહારના બંધારણીય અધિકારો સુરક્ષિતતાનો
વધારાનો ચાર્જ આપવામાં આવ્યો. ૨૦૦૦
ની સાલમાં નવા
બનેલ રાજ્યો ઝારખંડ અને છત્તીસગઢના આદિજાતિ કલ્યાણ સોસાયટીના ડિરેક્ટર તરીકે સ્વતંત્ર પદભાર આપવામાં
આવ્યું જ્યાં તેઓ ૩૧ માર્ચ ૨૦૧૪ સુધી કાર્યશીલ રહ્યા.પહેલી એપ્રિલ ૨૦૧૪માં ફોરમ
ફોર ફાસ્ટ જસ્ટીસ સાથે જોડાયા,તેમને રાષ્ટ્રીય સંયોજકનો હવાલો સોંપવામાં
આવ્યો જ્યાં મિશન જસ્ટીસ ને પ્રમોટ કરવું તેમજ સામાજિક
કાર્યકરોનું મજબૂત રાષ્ટ્રીય નેટવર્ક બનાવવાની જવાબદારી સંભાળી.
પ્રવીણ પટેલ છેલ્લા વીસેક વર્ષથી પર્યાવરણીય
સંરક્ષણ, સામાજિક અને કાનૂની જાગરૂકતા, સંવેદનશીલતા,આદિવાસી શિક્ષણ તેમજ એમના બંધારણીય હકો,ખેડૂતોના બંધારણીય અધિકારો અને ખાસ કરીને હાલ સંપૂર્ણ સમય ન્યાયિક
સુધારણાઓ માટે આપી રહ્યા છે. રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી કાર્યશાળાઓ, પરિસંવાદો અને
પરિષદોમાં ભાગ લીધેલ છે . આદિજાતિના
બંધારણીય અધિકારો, પાંચમી સુનિશ્ચિત
ક્ષેત્રોમાં ગવર્નર્સની ભૂમિકા, ખાણ-ખનીજ કામ
સુધારણાની જરૂરિયાત, પર્યાવરણીય
ક્લિયરન્સ પર જાહેર સુનાવણી પર સમુદાયો શિક્ષણ અને જમીન સંપાદનની
બાબતો,ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ, ગ્રામ ન્યાયાલય એક્ટ 2008, પેસા (PESA) ૧૯૯૬
અને તાજેતરમાં રજુ થયેલ ફોરેસ્ટ પોલીસી ૨૦૧૮નો ડ્રાફ્ટ પર તેમણે
અનેક જાહેર સભાઓ, દેશભરમાં ઘણાં સ્થળોએ હજારો લોકોની રેલીઓ કરેલી છે.તેમણે ૨૭
રાજ્યોમાં ૩૦૦ ઉપરાંત જિલ્લાઓમાં ન્યાયિક સુધારાની જરૂરિયાતો ને લઈને ઘણાબધા વર્કશોપ અને સેમિનારોનું સંચાલન કર્યું છે અને ભારપૂર્વક જણાવેલ કે શા માટે ઝડપી અને સખત ન્યાયિક
સુધારણાની જરૂર છે ?
તેમણે હિદાયતુંલ્લાહ લો યુનિવર્સિટી, ઇન્દોર કોલેજ ઓફ લો, સંબલપુર
યુનિવર્સિટી, મદ્રાસ યુનિવર્સિટી ખાતે પેપર પ્રસ્તુત
કર્યા હતા અને યુનિવર્સલ પિરિયોડીક રિવ્યૂમાં તેમજ થોડાક વર્ષો પહેલાં કટક ઓડિશામાં
યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની રચના, જે હ્યુમન રાઇટ્સ
અને નેશનલ લો યુનિવર્સિટીના વર્કિંગ ગ્રુપ દ્વારા આયોજિત થઇ હતી તેમાં ભાગ લીધો
હતો.ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, મુંબઇની “મધ્ય ભારતના આદિવાસીઓનો વિકાસ”
ની એક પહેલના કોર કમિટીના સભ્ય તરીકે પણ રહયા હતા.ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયે ખાણકામના સુધારાઓ અને નવી દિલ્હી ખાતે
કોન્સીટ્યુશનલ ક્લબ પર મહત્વપૂર્ણ વિચારણામાં પણ ભાગ લીધો હતો; ચેન્નાઇ ખાતે આદિજાતિ વિકાસ સમિતિની રાષ્ટ્રીય સંમેલનમાં
પણ ભાગ લીધેલ , સૂચિ ઘણી લાંબી છે ......
વિશિષ્ટ બાબતનો ઉલ્લેખ પણ જરૂરી છે -
ગ્લોબલ કોન્ફરન્સ “બેઝિક રાઇટ્સ એન્ડ ગ્લોબલ માર્કેટ” પર ઇટલીમાં મિલાન ખાતે યોજાયેલ “મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવામાં માસ ચળવળની ભૂમિકા” વિષય પર મહેમાન સ્પીકર તરીકે ૧૨૦
દેશોમાંથી આવેલ શ્રોતાઓને સંબોધ્યા હતા.માનવાધિકારના કાર્યકર તરીકે ભારતીય
પ્રતિનિધિમંડળના ૪૦ સભ્યોમાંના
એક સભ્ય તરીકે જેસ્સોર,ઢાકા અને બાંગ્લાદેશના અન્ય શહેરોમાં યોજાયેલા કેટલાક
કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
તેઓ એડીસન ,યુએસએ ખાતે ગુજરાતી રેડિયો પ્રોગ્રામમાં
જીવંત પ્રસારણ કાર્યક્રમ જ્યાં “આપણી ન્યાય વિતરણ વ્યવસ્થાની કંગાળ પરિસ્થિતિ” વિષય પર વિચારો પ્રસ્તુત કર્યા હતા. .
પ્રવીણ પટેલે ઓડિશામાં નકલી દવાઓના
કૌભાંડને ખુલ્લા પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, જેના પરિણામે કેટલાક
સફેદ કોલરિયા ધનાઢ્યોને જેલ થઈ હતી. .તેમણે ઓડિશામાં ખાણકામ
કૌભાંડને ખુલ્લું પાડવા અને રાષ્ટ્રીય ખનિજ નીતિમાં સુધારા કરવાના દબાણ સર્જનમાં મહત્વની ભૂમિકા
ભજવી છે; તેમણે ઓડિશામાં
બે બનાવટી દારૂની કરુણ ઘટનાઓ અને છત્તીસગઢમાં આવી જ એક દુર્ઘટનામાં ફેક્ટ
ફાઇન્ડિંગ ટીમ બનાવવાની પણ કામગીરી કરેલ છે જેમાં હજારો લોકો ગરીબ હતા અને તેમની
અકાળે મૃત્યુ થઈ હતી.
તેમણે ઓડિશાના
કલિંગનગરના આદિવાસીઓ સાથે પણ કામ કર્યું હતું .જેમાં
૧૨ નિર્દોષ લોકો પર
ગોળી ચલાવવામાં
આવી હતી.તેમણે ફેકટ ફાઈન્ડીંગ રૂપે વેદાંતાની ચીમની BALCO હસ્તક બાંધકામ વખતે ૨૫૫
ફૂટ ઊંડે ૪૦ કુટુંબોના લોકો મરી ગયા હતા તેમાંથી ૩૮ કુટુંબોની મુલાકાત કરેલ,છત્તીસગઢમાં બિલાસપુર ખાતે દવા
છંટકાવથી ૧૩
નિર્દોષ મહિલાઓનું મૃત્યુ થયું હતું.આ તમામ બાબતોમાં, તપાસ પંચ સમક્ષ
રજૂઆત કરવામાં આવી,જે ગુનેગારોને
ન્યાયીક રીતે સજા અપાવવા, પીડિતોને પૂરતું
વળતર આપવા અને જ્યાં જરૂરી હોય ત્યાં જ જાહેર લોકોના હિતની લિટિગેશન્સ પણ દાખલ
કરવામાં આવે, ઉત્તરપ્રદેશના ગોરખપુર સરકારી
હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણાં નિર્દોષ બાળકોના અકાળ મૃત્યુની તેમજ કોલકતા નજીક સિંઘુરના
ખેડૂતો જે ટાટા નેનોના પ્લાન્ટમાં
ભોગ બન્યા હતા.એમની સાથે કામ કર્યું છે.તેમણે રાજ્યનાઅતિરેક પર નવી દિલ્હી, રાંચી અને છત્તીસગઢ ખાતે ઈન્ડીપેન્ડન્ટ પીપલ્સ ટ્રીબ્યુનલ્સ
આગળ કેટલાયને પદભ્રષ્ટ કરાવ્યા છે.
પ્રવીણ પટેલે અનેક લેખો લખ્યા છે અને
વિશ્વ સમક્ષ સત્યને ખુલ્લા પાડતા સળગતા મુદ્દાઓ પરના દસ્તાવેજો રજૂ કર્યા છે. .વૈશ્વિક
સ્પર્ધામાં આદિજાતિ કલ્યાણ સોસાયટીના
નામે રજૂ કરાયેલ પબ્લિક આઈ સ્વિસ એવોર્ડ 2008 માટે નોમિનેશન
કરવામાં આવ્યું હતું. ફાસ્ટ જસ્ટિસ ફોરમના રાષ્ટ્રીય સંયોજક
તરીકે સમગ્ર દેશમાં ૧૮ મહિનાની અંદર ૨૮૦
વર્કશોપ હાથ ધર્યા છે. ન્યાયિક સુધારણાના કાર્ય બદલ તેમની ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસામાં તેમને ઓ.પી મોગા નેશનલ
એવોર્ડ-૨૦૧૪ ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન
શ્રી શાંતિભૂષણના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો જેમાં એક લાખની રાશી સામેલ હતી.૫ માર્ચ,૨૦૧૬ નવી દિલ્હી ખાતે ફૉરમ ફોર
ફાસ્ટ જસ્ટીસના
લાઇફ ટાઇમ માનદ ટ્રસ્ટી તરીકે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Comments
Post a Comment