તાજેતરના એનસીઆરબી(નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના અહેવાલમાં બાળકો સામે બળાત્કાર
અને અન્ય ગુનાઓની સંખ્યામાં આઘાતજનક વધારો થયો છે.- રમેશ ચક્ર્પાની
2016 ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) ના આંકડા જણાવે છે કે જાતીય ગુનાઓ સહિતના બાળકો સાથે કરેલ કુલ ગુનાઓની સંખ્યા 2015 માં 94,172 થી વધીને 1,06,958 થઇ ગઈ છે જે 2014 માં 89, 423 હતી, પરિણામે ગુનાનો દર 2015 માં 21.1 થી વધીને 24.0 થયો.અને 2014 માં 20.1 હતો.
2016 ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) ના આંકડા જણાવે છે કે જાતીય ગુનાઓ સહિતના બાળકો સાથે કરેલ કુલ ગુનાઓની સંખ્યા 2015 માં 94,172 થી વધીને 1,06,958 થઇ ગઈ છે જે 2014 માં 89, 423 હતી, પરિણામે ગુનાનો દર 2015 માં 21.1 થી વધીને 24.0 થયો.અને 2014 માં 20.1 હતો.
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુયલ ઑફેન્સ એક્ટ, 2012 (POSCO) નીચે નોધાયેલ ગુનાખોરીમાં માં કુલ 36,022 ગુના છે, જેમાં ઉત્તર પ્રદેશ (4, 954), મહારાષ્ટ્ર (4,815) અને મધ્યપ્રદેશ (4,717).અપહરણના કેસોની સંખ્યામાં ત્રણ રાજ્યો ટોચ પર છે, સમગ્ર દેશમાં જેની સંખ્યા કુલ 54,723 જેટલી છે, ઉત્તર પ્રદેશમાં 9, 657, મહારાષ્ટ્રમાં 7,956 અને મધ્ય પ્રદેશમાં 6,016 ગુના નોંધાયા છે.
વર્ષ 2016 માં નોંધાયેલા બાળ બળાત્કારની સંખ્યા, 19,765, જે 2015 ના 10,854થી આંકડાથી લગભગ બમણી છે.જાતીય સતામણીના ગુનાઓમાં સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી હતી. 2016 માં 42,196 વ્યક્તિઓની બાળકો સામે લૈંગિક અપરાધો માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કુલ દોષિતોમાંથી 3,859 અને 9,111 લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવેલ. બાળ બળાત્કારના કિસ્સામાં 24,007 લોકોની ધરપકડ કરવામાં આવી હતી; 2,241 દોષિત ઠરાવવામાં આવ્યા હતા અને 5,693 લોકો નિર્દોષ છૂટ્યા હતા.
મેટ્રોપોલિટન શહેરોમાં, દિલ્હીમાં બાળકો સામે ગુનાઓની સંખ્યામાં સૌથી ખરાબ પરિસ્થિતિ હતી , જો કે છેલ્લા ત્રણ વર્ષમાં થોડો ઘટાડો થયેલ છે. તે પછી મુંબઇ, બેંગલુરુ, પુણે અને લખનઉ જે 2015 થી આજ સુધી 582 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.જે ગંભીર બાબત છે.
બાળકો સામે લૈંગિક અપરાધોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યમાં ટોચના પાંચ સૌથી ખરાબ સેક્શુયલ ઑફેન્સના અપરાધો નોધાયેલ રાજ્યો છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં બાળ બળાત્કારના ભોગ બનેલા બાળકો (2,479), મહારાષ્ટ્ર (2,333), ઉત્તર પ્રદેશ (2,115), ઓડિશા (1,258) અને પશ્ચિમ બંગાળ (719) નોધાયેલ છે.
સાભાર : ફ્રન્ટલાઈન ( મે ૧૧,૨૦૧૮ )
Written On May 2018
Comments
Post a Comment