Skip to main content

હેમંતકુમાર શાહ : અર્થશાસ્ત્રી

એચ.કે. આર્ટસ કોલેજ, અમદાવાદ ખાતે 07-09-1998 થી અર્થશાસ્ત્રમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત તેમજ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ - ઈડર (ઉત્તર ગુજરાત) અને 1980 થી 1984 ત્રણ વર્ષ માટે લેક્ચરર,આણંદ કોમર્સ કોલેજ - આણંદ,1980-81 વસાવડા લેબર ઇન્સ્ટીટ્યુટ, મજૂર મહાજન સંઘ – અમદાવાદમાં સંશોધક,1984-98 દરમિયાન ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં સબ-એડિટર,ચીફ સબ-એડિટર અને ડેપ્યુટી ન્યૂઝ એડિટર રહી ચૂકેલ અમદાવાદના વતની એવાપ્રોફેસર હેમંતકુમાર દશરથલાલ શાહ જેઓગુજરાત યુનીવર્સીટીમાંથી અર્થશાસ્ત્ર અને પોલીટીકલ સાયન્સ એમ બે વિષયોમાં અનુસ્નાતક થયેલ તેમજ વીર નર્મદ યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી થયા.’સચ્ચાઈ ગુજરાત કી’પુસ્તકની અલગ અલગ આવૃતિઓ તો વાંચીજ હશે તેની સાથે ઈકોનોમીવિષય પર,સુજારું વ્યવસ્થા પર સુશાસનની સાથે અન્ય ઘણા બધા  પુસ્તકો લખેલ છે.અવાર નવાર પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય ન્યુજ ચેનલ પર ઈકોનોમીને લઈને એમના વિચારો,ચર્ચાઓ પણ જોઈજ હશે.ઇકોનોમી પર અસંખ્ય વર્કશોપ અને સેમિનારો કરી લોકોને વાસ્તવિક પરિસ્થિતિ,આંકડા સાથે વાકેફ કરતા રહ્યા છે .


તેમના સંશોધનો ઉપર નજર નાખીએ તો અઢાર સંશોધન પેપર્સ વિવિધ જર્નલોમાં લખાયા છે,1985 માં અમદાવાદ પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત.'ધંધૂકા તાલુકાના હેન્ડલૂમ વણકરના આર્થિક સર્વેક્ષણ',1994-97 દરમિયાન 'પાથે', અમદાવાદ સાથે બજેટ સંશોધન પરકામ કર્યું જેમાંજિલ્લા બજેટ અને ગુજરાત સરકારના બજેટ પર પત્રિકાઓ, પુસ્તિકાઓ અને પુસ્તકો તૈય્યાર કરી લખેલ,2006-07 દરમિયાનઘનશ્યામ શાહ અને ડૉ. કિરણ દેસાઈ સાથે'વૈશ્વિકરણ, ગુજરાત રાજ્ય અને ગરીબ કલ્યાણ' પર કામ કરેલ,1992 માં પોલીટીકલ સાયન્સ એમ.એ.માં'પોલીટીકલ ફિલોસોફી ઓફ જર્ગેન હેબેરમાસ', પરનિબંધ લખેલ.

શૈક્ષણિક સિધ્ધિઓ :
 - આયોજન પંચ:કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી(CUTS),જયપુર દ્વારા 2010 માં ભારતના આયોજન પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુધારણા બિલકોર ગ્રૂપના સભ્ય તરીકે પસંદગી. 
  - રાજ્ય નાણા કમિશન- ગુજરાત:2005-06 દરમિયાનસ્ટેટ ફાઇનાન્સ કમિશન (ગુજરાત)ના સલાહકાર તરીકે કામ કર્યું અને અહેવાલ તૈય્યાર કર્યો.
  - શ્રીલંકાની મુલાકાત :1998કોલંબો,શ્રીલંકામાંઓલ ઈન્ડિયા ડિઝાસ્ટર મિટિગેશન ઇન્સ્ટિટ્યૂટ,અમદાવાદદ્વારા પ્રાયોજિત ઉદઘાટન કાર્યક્રમઅને આપત્તિ વ્યવસ્થાપન પર યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લીધો.
  - BISAG: 2008-10 દરમિયાનકલા અને વાણિજ્ય કોલેજો,યુનિવર્સિટી વિદ્યાર્થીઓ-ગુજરાત રાજ્ય માટે અર્થશાસ્ત્રના કાર્યક્રમો BISAG- ગાંધીનગર પર લાઈવ પ્રસારણ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કોઓર્ડિનેટર તરીકે તેમનીનિમણુંક કરેલ.
  - ગુજરાતી એનસાયક્લોપેડીયા: 1988-89 દરમિયાન ગુજરાતી જ્ઞાનકોશના ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સિસનામદદનીશ સંપાદક તરીકે અને સોસીયલ સાયન્સ સંબંધિત વિષયો માટે એનસાયક્લોપેડીયા તૈયાર કરેલ.

પ્રકાશન:
  - અર્થશાસ્ત્ર, પર્યાવરણ, ગ્રાહક સુરક્ષા, પંચાયતી રાજ અને પોલીટીકલ સાયન્સ પર 50 થી વધુ પુસ્તકોપ્રકાશિત કરવામાં આવી છે.
  - 2300 કરતાં વધુ લેખો સંરક્ષણ, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ, ભારતીય અને વિશ્વના અર્થતંત્ર, પર્યાવરણીય મુદ્દાઓ અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિષયો પર નામાંકિતઅખબારો,મેગેઝીનો અને સામયિકોમાં પ્રકાશિત થયેલ છે.

'હરીજન'ના સૂચકાંક:
૨૦૧૩માં'હરિજન' મેગેઝિનનોત્રણ ભાગમાં ઇન્ડેક્સ તૈયાર કર્યો (વિષય ઇન્ડેક્સ, લેખક ઇન્ડેક્સ અને સંદર્ભ ઇન્ડેક્સ) જેનવજીવન’ - અમદાવાદ દ્વારા 19 ભાગમાં ફરીથી પ્રકાશિત કરવામાં આવેલ,
'હરિજન'1933 થી 1 956 દરમિયાન પ્રકાશિત થતું હતું જેમાં મહાત્મા ગાંધીએ વિવિધ વિષયો પર વ્યાપકપણે લખ્યું હતું. આ ગ્રંથો શ્રીરાજમોહન ગાંધી દ્વારા2 ઓક્ટોબર, 2013 ના રોજરજૂ કરવામાં આવ્યા હતા.આ ગ્રંથો માટે પરિચય પણ એમણેલખ્યો છે.

'સચ્ચાઈ ગુજરાતકી':

ગુજરાતના વિકાસ અને શાસનનાં મુદ્દાઓ પર 67 લેખોની એક પુસ્તક2014 માં પ્રકાશિત કરેલ. તેની ત્રણ આવૃત્તિઓવાળી 8000 નકલો માત્ર બે મહિનામાં વેચાઈ ગઈ.3,000 નકલો સાથે તેની હિન્દી આવૃત્તિ પણ એક મહિનામાં વેચાઈ ગઈ હતી.તેનીસોફ્ટ કોપી સમગ્ર વિશ્વમાં વાયરલ અને પ્રચલિત છે.

ગ્રાહક સુરક્ષા અનુભવો:
- લગભગ 300 લેખો ગ્રાહક સુરક્ષાના વિવિધ વિષયો પર લખવામાં આવ્યા છે.
- લગભગ10 પુસ્તિકાઓ અને પત્રિકાઓ ગ્રાહક સુરક્ષા સાથે સંબંધિત વિષયો પર તૈયાર કરવામાં આવી છે.
- 1985-2000 દરમિયાનકન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ,અમદાવાદદ્વારા
'ગ્રાહકીયમંચ' મેગેઝિનસંપાદક તરીકેપ્રકાશિત કરવામાં આવતું.
- 1983 માં કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ (CPC
) ની સ્થાપના બાદથી સક્રિય સભ્ય તરીકે અને પછી 2003 થી 2012 દરમિયાન વાઇસ ચેરમેન અને સંસ્થાના સચિવ તરીકે કામ કર્યું.
- જ્યારથીસીપીસી(CPC) કન્ઝ્યુમર આંતરરાષ્ટ્રીય-લંડન, કન્ઝ્યુમર કો-ઓર્ડીનેશન કાઉન્સિલ-દિલ્હી અને
TRAI- દિલ્હીના સભ્ય બની ત્યારથી ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસંવાદો અને ગ્રાહક મુદ્દાઓ પરની પરિષદોમાંભાગ લીધો.
 - 2012-13 દરમિયાન ટ્રાઈની નિયમો હેઠળ રચવામાંઆવેલકન્ઝ્યુમર એક્શનકમિટી-ગુજરાત વર્તુળ માટે બીએસએનએલમાં સભ્ય તરીકે કામ કર્યું.
- 2007-13 દરમિયાન કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC
) ના‘INSIGHT’ મેગેઝીનના અનુવાદક અને સંપાદક તરીકે કામ કર્યું.

સ્થાનિક સ્વયંસેવક તરીકે કામગીરી:

2001-2003દરમિયાન ઉન્નતી ડેવલોપમેન્ટ એજ્યુકેશનઓર્ગેનાઈઝેશનના યુનિટ પી.એલ.એસ.જી. (પ્રોજેક્ટ ઇન લોકલ સેલ્ફ ગવર્નન્સ) માં કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું.
2006-12 દરમિયાન કચ્છ નવનિર્માણ ઝુંબેશ-ભુજ, ઉન્નતી ડેવલોપમેન્ટ એજ્યુકેશનઓર્ગેનાઈઝેશન-અમદાવાદ અને બિહેવિયરલ સાયન્સ સેન્ટર (બીએસસી)-અમદાવાદમાં પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ માટે સલાહકાર રહ્યા.
વર્ષ 2002 થી 2004 માં ઉન્નતિના દ્વિ-માસિક ‘પંચાયત જગત’ના સંપાદક તરીકે કામ કર્યું.
1998 થીઉન્નતી ડેવલોપમેન્ટ એજ્યુકેશનઓર્ગેનાઈઝેશનના,અમદાવાદ‘વિચાર’ના સંપાદક છે

અનુવાદક અને સંપાદન:

 - નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિતબાલ ગંગાધર તિલક, મહાત્મા ગાંધી, ઈન્દિરા ગાંધી, વીર સાવરકર, બી.આર.આંબેડકર અને જવાહરલાલ નહેરુસહિત વિવિધ રાષ્ટ્રીય નેતાઓ પર 9 વિશાળ પુસ્તકોનાસંપાદક તરીકે કામ કર્યું અનેગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો. બી. આર. આંબેડકર પરનું એક વૉલ્યુમ 2008 માં પણ અનુવાદિત કરેલ.
 -2005માંહ્યુમન રાઈટ લો નેટવર્ક (HRLN),નવી દિલ્હીદ્વારા પ્રકાશિત‘રાઈટ ટુ ફૂડ’પુસ્તકનુંઅંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલ.
 -2000માં નોબેલ પીસ પ્રાઇઝ વિજેતાની આત્મકથા, 'બેન્કર ટુ ધ પુઅર' નું
ગુજરાતીમાં "વંચિતોના વણોતર" શીર્ષક સાથે અનુવાદ કરેલ.

સભ્યપદ:
 - આઇઇએ (IEA): 2007-10 ના સમયગાળા માટે ઇન્ડિયન ઇકોનોમિક એસોસિયેશનની એક્ઝિક્યુટિવ કમિટી માટે ગુજરાતમાંથી બિનહરીફ ચૂંટાયા.
 - જીઇએ (GEA) : 2010 થીગુજરાત ઇકોનોમિક એસોસિયેશનની કારોબારી સમિતિના સભ્ય છે.

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને