Skip to main content

અવિશ્વાસ પ્રસ્તાવ


સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ થયો બધાએ જોયું અને જાણ્યું.ભાજપની આઈટી સેલે પરંપરા જાળવી રાખતાં એ જ મજાક મસ્તી,ઘમંડ અને ફોટોશોપ લોકોને પીરસ્યું અને બીજી બાજુ કોંગ્રેસે પોતાની વાહવાહી કરવામાં કઈ બાકી નથી રાખ્યું,બંનેનો સ્વતંત્ર હક છે એમાં કઈ ખોટું નથી પરંતુ સત્ય,સંસ્કાર,સંસ્કૃતિ કોણે વધારે જાળવી રાખી એ દેશની જનતા પર છોડીશું તો વધારે યોગ્ય ન્યાય આપ્યો ગણાશે.મારો પણ બંને પાર્ટીઓની જેમ વ્યક્તિગત વિચાર છે જે આપ સમક્ષ મુકવા માંગીશ હું કોઈ રાહુલ ગાંધીનો સમર્થક નથી પરંતુ ધીરે ધીરે જે પરિપક્વતા અને પરિણામ એમના થકી એમની પાર્ટી મેળવી રહી છે એને નકારી ન શકાય,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ ઉપર જવાના દાવા,કર્ણાટકમાં જે જોયું,કાશ્મીરમાં છુટાછેડા,ઉપ ચુનાવોના પરિણામો આ બધામાં ક્યાંક રાહુલ સફળ થતા દેખાઈ રહ્યા છે.

આ પ્રસ્તાવ શા માટે લાવ્યા ?વર્તમાન હાલતમાં લોકસભામાં એનડીએ ને પ્રચંડ બહુમત છે એમાં શંકાને કોઈ સ્થાનનો કોઈ પ્રશ્ન જ નથી.અવિશ્વાસ પ્રસ્તાવ ઘણીવાર બહુમતીનું જ પરીક્ષણ નથી હોતું કે જેથી સરકારને બહાર કરી દેવી.પરંતુ સંવિધાન પ્રમાણે આપણી બધાની ધારણા એવી છે કે અવિશ્વાસ પ્રસ્તાવ એટલે સરકાર ગીરાવી દેવી.પરંતુ ઘણીવાર સમાજ,દેશ અને રાજનીતિમાં ઘણા એવા સવાલ હોય છે જેને લઈને લોકો વચ્ચે એક નારાજગી પેદા થઇ હોય અને દેશ માટે એ ખોટું માનીને ચાલતા હોય તો આવા મુદ્દાઓ પર અવિશ્વાસ લઈને વિરોધપક્ષો આવતા હોય છે એ એમની પરિપક્વ સમાજ,રાજનીતિ જે કહો.જેથી સરકાર જે પ્રશ્નોને લઈને અનદેખી,અજગૃતતા દાખવતી હોય તો પ્રેસર બનાવી શકાય.

૧૯૬૩મા નેહરુની સરકારમાં જે.બી.કૃપલાનીએ પેહલો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા,પરંતુ એ વખતે નહેરુની સરકાર પાસે પણ પૂર્ણ બહુમત હતુ.એ વાત નકારી ના શકાય કે એ વખતે પણ ભારત-ચીન યુદ્ધ ને કારણે નહેરુની લોકપ્રિયતામાં ઘણી પડતી આવી હતી.હાલમાં મીડિયા અને બીજા સ્ત્રોતોએ આ અવિશ્વાસ પ્રસ્તાવની વાતને આમ હાર-જીતનો ફેસલો બનાવી દીધો હતો પરંતુ એવું શક્ય જ નથી ને બને પણ નહિ હા જ્યાં અલ્પમત-બહુમત વચ્ચે સામાન્ય આંકડા ય પોઈન્ટ નો ફરક હોય તો એ શક્ય છે જેમકે બાજપેયી સરકારમાં આપણે જોયું,મોરારજી દેસાઈની સરકારમાં જોયું જેમાં સરકાર પડી ગઈ ને પરીક્ષણ પેહલાં જ મોરારજીએ રાજીનામું આપી દીધું.કર્ણાટક વિધાનસભા જ તાજું ઉદાહરણ છે આપણી સમક્ષ.જો આવી પરિસ્થિતિઓ હોય તો વિચારી શકાય કે કોણ સરકાર બનાવશે,આમાં તો નક્કી જ હતું કે મોદીજી પાસે બહુમત છે જ.પરંતુ આ સંખ્યાને કારણે એમની વિજય છે એ કેહવું પણ ભૂલભરેલું છે,રાજકીય દ્રષ્ટીએ જોઈએ તો વિરોધપક્ષ સંખ્યાબળમાં કમજોર ચોક્કસ હતું પરંતુ આ અવિશ્વાસ પ્રસ્તાવમાં સત્તાપક્ષ પર ભારે પડ્યો.કેમ ભારે પડ્યો ? કેમકે રાહુલે જે પ્રશ્નો ઉપડ્યા એ જનતા સાંભળી અને સમજી રહી હતી.અને સત્તાપક્ષ તરફથી વિવેકપૂર્ણ,સંતુષ્ટ જવાબ આવ્યો નહી.એમાં પણ વિરોધપક્ષે પૂછેલા સવાલોમાંથી બે પ્રશ્નો અતિમહત્વના છે.અપવાદરૂપ છોડીને મેઈન સ્ટ્રીમ મીડીયાએ એના પર વધારે ફોકસ નથી કર્યું એ વાત સમજી શકાય છે.

મુખ્ય બે પ્રશ્નો જે રાહુલ ગાંધીએ ઉપાડ્યા એમાંનો એક છે કે આ સરકાર જે આર્થીક નીતિયો બનાવે છે એ માત્ર કેમ ૧૫,૨૦ જે મોટા કપ્તાનો,શૂટબુટવાળા ,ઉદ્યોગપતિઓની ઈચ્છા અને સહમતીથી જ બનાવવામાં આવે છે?એમના આજુબાજુ ભમરાની જેમ સરકાર ભમે જાય છે કેમ ?કેમ એમના સાથે જ વાટાઘાટો યા એમની આસપાસ જ બધી આર્થિક યા અન્ય નીતિયો ઘડાય છે ? બીજો પ્રશ્ન જે ઉપાડ્યો એ છે રફેલ વિમાન સોદો.જેને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા જેને લઈને ખાશો હોબાળો પણ થયો અને એ દરમિયાન રક્ષા મંત્રી પણ કઈક બોલતા દેખાયા.અનંતકુમાર સંસદીય કાર્યમંત્રી એમને પણ બોલતા જોયા,ઘણા મંત્રીયોની બેચેની ચોખ્ખી દેખાતી હતી ઉભા થઈને બુમબરાડા કરતા હતા.અ બન્ને સવાલોના જવાબોમાં સત્તા પક્ષ બહુ જ નબળો પડ્યો.રાહુલે ઉમેર્યું હતું કે યુપીએ સરકાર વખતે એક વિમાનનો સોદો ૫૨૦ કરોડ નક્કી થયો હતો.અત્યારે ૧૬૦૦ કરોડ નો મુદ્દો એક વિમાનનો છે.કોઈ જાણતું નથી શું ડીટેઈલ્સ છે,શું વાસ્તવિકતા છે ? હવે સરકારનો જવાબ ચોખવટ સંભાળવા જેવી છે,એમના કહ્યા પ્રમાણે ગોપનીયતાના પ્રાવધાનને કારણે તેઓ બંધાયેલા છે.અને ફ્રાન્સની સરકાર સાથે આ વાયદો છે.સરકારે રાહુલની ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેની કથિત વાતચીતનું પણ ખંડન કરી દીધું.હવે જો અતીતમાં ડોકિયું નાખીશું તો આ જ સરકાર જયારે વિરોધપક્ષમાં હતી ત્યારે તો બોફોર્સ મામલામાં કોંગ્રેસની વાટ લગાવવામાં કઈ બાકી જ નહતું રાખ્યું.યુનાઇટેડ ફ્રન્ટ વખતે પણ આક્ષેપો અને ઉહાપોહ કરેલ.સુખોઈ ને લઈને આક્ષેપો કર્યા.આ બધું જોતાં તો લાગે છે કે જરાય રહસ્ય કે પડદો રાખ્યા વગર એમની ફરજ સમજી બધું લોકો સમક્ષ રજુ કરી દેવું જોઈએ.આ ગોપનીયતા પ્રાવધાન વડી શું છે ? ઘરવખરી ખરીદીએ છીએ તો ઘરે વાત નથી કરતા કી શું શું લાયા ?કે એ પણ ગોપનીય રાખીએ છીએ ? સરકારે જો વિમાન આપણી રક્ષા માટે ખરીદ્યું છે તો કેહવામાં શું વાંધો છે ? આ બહુ મોટો અને ગંભીર પ્રશ્ન છે .આ બંને પ્રશ્નો ને લઈને સરકાર પરેશાન અને અસમંજશમાં છે એ વાત ચોક્કસ છે.
ગળે મળવાની વાતને લઈને મર્યાદાઓની વાતો ખુબ ચાલી ,એ લોકોને એટલું જ કેહવા માંગીશ કે સદનમાં શું મારપીટ કરવી જોઈએ ? સદનમાં માઈક ઉપાડીને ફેંકવા જોઈએ ?કાગળો હવામાં ઉછાળીને ફેંકવા જોઈએ ?સદનમાં કેશ નોટોની થપ્પીઓ બતાવવી જોઈએ ? આપણે તો એ પણ જોયું છે કે સદનમાં મોબાઈલ પર અશ્લીલ ફિલ્મો પણ જોતા પકડાઈ ગયેલા છે !! આવી બાબતો પર કઈ બોલવું નથી પણ કોઈ ગળે મળે એ મર્યાદાનું ઉલ્લંઘન છે.વાચકો એટલું જાણી લેજો સત્ય,સંસ્કાર લોહીના ગુણો છે એ વારસાગત આવી જ જતા હોય છે.રાહુલ ગાંધી નવા જમાનાના આધુનિક નેતા છે વાત પ્રસંશા ની નથી,આલોચક-પ્રશંસક દરેક હોય જ છે.જે સચને સાથ આપે સારું કામ કરે એની પ્રસંશા કરવી જોઈએ અને જે જુઠ અને લોકોને મુર્ખ બનાવે એની આલોચના થવી જ જોઈએ.રાહુલમાં નવાપણું ઘણું છે,ઉંમર અને અનુભવ ઓછું છે પણ કોઈ શીખીને આવતું નથી,ધીમે ધીમે બધા શીખી જાય છે.અને ગળે લાગવામાં કદાચ કઈ ખોટું પણ નથી.મોદી સાહેબ પણ લગભગ વિદેશી યાત્રાઓમાં જો માર્ક કર્યું હોય તો બધા જ વિદેશી નેતાઓને ગળે મળ્યા છે.ટ્રમ્પ હોય,ઓબામા હોય,ચીન્ગ્પીંગ હોય,શેખ હોય,પુતિન હોય બધાને ગળે મળ્યા છે તો આ સંસ્કારો કહેશો કે નહિ ?

જે સમાજમાં આટલો ટકરાવ,હિંસા,નફરતની રાજનીતિ ચાલી રહી છે એના પર ભાષણ પૂરું કરતાં જ રાહુલ પ્રધાનમંત્રી મોદી પાસે ગયા એ પણ એક નિશાની કહી શકાય કે આ બધું બંધ થવું જોઈએ.કદાચ અમુકને અટપટું લાગ્યું પણ હશે પરંતુ નવી પેઢી માટે આ જ અટપટાપણું સારું સાબિત થાય !! આંખ મારવાને લઈને પોત પોતાની કલ્પનાઓ અને વિચારોને તરતા મુકતા લોકો પણ જોયા હવે આટલી નાની વાતને તમે આશય જાણ્યા વગર તર્ક દોડાવશો તો થઇ ગયું .

આ બધું થયા પછી જે મૂળ મુદ્દા બહાર આવ્યા અને લોકો વિચારતા થયા છે એને લઈને મેઈન મીડિયા હેતુપૂર્વક એને ન્યુઝ બનાવાવથી બચતું નજરે પડી રહ્યું છે.જે એમની બે જવાબદારીની સાથે મૂળ મુદ્દાની ચર્ચાથી ભટકવાનું કાવતરું છે પરંતુ મીડિયા કદાચ સારીરીતે જાણતી હશે કે રાહુલની વાત લોકો ને ચોટ કરી ગઈ છે એ વાત ચોક્કસ છે.ભૂતકાળમાં ભૂપેશ ગુપ્તા,સોમનાથ ચેટરજી,કર્પૂરી ઠાકુર જેવા સંસદીય વક્તા,રવિરાય જેવા સ્પીકર આવા જબરદસ્ત વક્તાઓની સામે રાહુલ અને મોદીનું ભાષણ સરેરાશ જ કહી શકાય,આ બંને માં પણ મોદીજી તો ભાષણના બેતાજ બાદશાહ કેહવાય છે તો પણ રાહુલના સવાલોના જવાબમાં પ્રધાનમંત્રીનું જવાબી ભાષણ નિરાશાવાદી રહ્યું,એમના ભાષણમાં કઈ પણ નવું ન  હતું,એ જ જુમલાબાજી,એ જ જૂની વાતો,જેટલી પણ દલીલો એમના સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસને લઈને,એજન્ડા લાગુ કરવાને લઈને આપી એ લગભગ દેશના અલગ અલગ શાહરોમાં આપેલા કેટલાય ભાષણોમાં આપી દીધેલ હતી.નીમ કોટેડ યુરીયા અને એનપીએની દલીલ તો ઘસાઈને થાકી પણ ગઈ.ખરેખર આ બંને ભાષણો વચ્ચે પક્ષ-વિપક્ષ વચ્ચેની કશ્મકશ જોવી જોઈતી હતી.એને તો નજર અંદાજ કરી દીધી.વિપક્ષમાંથી ઘણાએ મોબ લીન્ચિંગ,હિંસાના સવાલો ઉપાડયા છતાં કોઈ કદમ કે કાર્યવાહી નથી થતી !! જો જનતાના પ્રતિનીધીઓના પણ પ્રશ્નોને ધ્યાનમાં લીધા વગર મનમાની ચલાવતા હોય એવી નેતાગીરી પાસે શું અપેક્ષા રાખી શકીશું ? માં,બહેનો,દીકરીઓ પર અત્યાચાર,રેપ,શોષણ,દલિતો માઇનોરીટી પર અત્યાચાર, શિક્ષા, સ્વાસ્થ્ય, બેરોજગારી, ખેડૂતો, આદિવાસીઓ માટે કોઈ ઠોસ વિકાસલક્ષી પગલા નહી.રાજનાથસિંહ કહે છે કે ૧૯૮૪ માં પણ હાલ કરતા ભયંકર મોબલીન્ચિંગ થઇ હતી.એ જઘન્ય ઘટનાને કોણ ભયંકર નથી કેહ્તું એ તો કહો રાજનાથસિંહ ? દરેક ભારતીયે,આખા દેશે એની નિંદા કરી જ છે.મનમોહનસિંહ પોતે સરકારમાં આવીને આ ઘટનાને વખોડી કાઢી હતી.ગુજરાતના રમખાણો પણ કેમ ભૂલી ગયા રાજનાથસિંહ જી ? વખોડ્યું કે માફી માંગી છે ક્યારેય ? એકબીજા પર દડો ફેકી એકનો અપરાધ સાચો ને બીજાનો ખોટો એ રમત બંધ થવી જોઈએ.આ બધી બાબતોમાં સરકાર પોતે ઉઘાડી પડી ગયી છે.ઘમંડ ,દંભનો તાજ ઉતારો વ્હાલાઓ, જો સવાલોથી જ દુર ભાગશે સરકાર તો દેશ ભગવાન ભરોસે છે એવું માનીને ચાલીયે કે હજી કઈ ઠોસ પગલા ઉઠાવશે એવી અપેક્ષા રાખી શકાય !!??..ઈશ્વર,અલ્લાહ,જીસસ,વાહેગુરુ,સાઈ સહુને સદબુદ્ધિ આપે..     


Written on July 2018

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...