Skip to main content

રફાલ ડીલ


હમણાનાં દિવસોમાં આપણે એક શબ્દ સાંભળીયે છે ‘રફાલ ડીલ’ જેના વિશે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉભરીને બહાર આવ્યો.રફાલ એક ફાઈટર વિમાન છે જે ફ્રાંસની ડસોલ્ટ એવિએશન કંપની બનાવે છે.એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો સને ૨૦૦૮માં યુપીએની સરકાર હતી એ વખતે કોન્ફીડન્સીયાલીટી ક્લોઝ અગ્રીમેન્ટ (ગોપનીયતા કરાર) પર હસ્તક્ષ થયેલ જેમાં એવું નક્કી થયેલ કે જે માહિતી આ કરારમાં છે એને ગુપ્ત રાખવામાં આવશે અને એનો ખુલાસો નહી કરવામાં આવે,આ બાબતને લઈને રાહુલ ગાંધીએ હમણાં થોડી ભૂલ જરૂર કરી છે એમણે કહ્યું કે આવો કરાર થયો જ ન હતો,ખરેખર થયેલ હતો,પરંતુ એ કરારમાં ક્યાંય એવો ઉલ્લેખ ન હતો કર્યો કે ભાવનો ખુલાસો નહી કરવામાં આવે,એ કરારમાં માત્ર એવું લખેલ છે કે વિમાનમાં હથિયાર કયા હશે,એમાં રડાર શું હશે આવા સુરક્ષા ને લઈને જે માહિતી છે જેને કારણે સુરક્ષામાં બધા બની શકે એવી બાબતોને ગુપ્ત રાખવામાં આવશે.બાકી તમામ બાબતોને લઈને ફ્રાન્સના જ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારત સરકારને છૂટ છે જે માહિતી આપવી હોય આપી શકે છે.સને ૨૦૧૨માં જયારે યુપીએની સરકાર હતી ત્યારે એરફોર્સે કહ્યું કે આપણા લડાકુ હવાઈજહાજ જુના થઇ ગયા છે,નવા ફાઈટર વિમાન જોઇશે,એરફોર્સે લગભગ ૧૨૬ લડાકુ વિમાનોની જરૂરીયાતની વાત કરી.તો એ સમયે યુપીએ સરકારે એનું ટેન્ડર બહાર પાડ્યું.ઘણી કંપનીઓએ ટેન્ડર ભર્યા અને છેલ્લે એવું માલુમ પડ્યું કે ફ્રાંસની ડસોલ્ટ એવિએશન કંપનીનો ભાવ સહુથી ઓછો છે.ઘણા દિવસો સુધી એનું નેગોશિએશન ચાલ્યું ને છેલ્લે ૨૦૧૪માં જયારે યુપીએની સરકાર સમજો કે જવાની અણી પર હતી એ વખતે નેગોશિએશન લગભગ પૂરું થઇ ગયેલ હતું અને નક્કી પણ થઇ ગયેલ હતું કે ૧૨૬ વિમાન રફાલ આપશે.૬૦૦ કરોડથી ઓછી કિંમતનું એક વિમાન હશે.પૂરો સોદો ૬૦,૦૦૦ કરોડ આસપાસનો હતો.૧૨૬માંથી ૧૭ વિમાન ફ્રાન્સથી આવશે અને બાકીના વિમાન હિન્દુસ્તાન એરોનોટીક્સ જે એક પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપની છે જે શરૂથી ભારતમાં એરફોર્સ માટે વિમાન બનાવે છે એ ફેકટરીમાં બાકીના વિમાન બનશે અને તેને રફાલ કંપની એની ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરશે.ખાસ વાત એ છે કે આ ડસોલ્ટ એવિએશન કંપનીને ફ્રાંસની બીજી કંપની થેલીસ નામની જે સબમરીન પણ બનાવે છે એને ખરીદી લીધી હતી અને વચમાં એને બ્લેકલિસ્ટેડ પણ કરી દીધી હતી તો કાયદેસર રીતે રફાલને પણ બ્લેકલીસ્ટ થઇ જવું જોઈતું હતું પણ ખૈર એના પછી ૨૦૧૪ પછી નવી સરકાર સત્તા પર આવી.૨૫ માર્ચ ૨૦૧૫ ના દિવસે રફાલ મતલબ ડસોલ્ટ કંપનીના સીઈઓ ભારત આવ્યા અને હિન્દુસ્તાન એરોનોટીક્સની ઓફીસમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે જે પેહલી ડીલ છે ૧૨૬ વિમાનવાળી એ લગભગ પૂરી થઇ ગયી છે અને તેઓ એના પર આગળ વધી રહ્યા છે.એ જ દિવસે બે નવી કંપની રજીસ્ટર કરવામાં આવે છે એક અદાણી ડીફેન્સ એન્ડ ટેકનોલોજીસ અને બીજી રિલાયન્સ ડીફેન્સ લીમીટેડ.બિલકુલ નવી અનુભવ વગરની કંપનીઓ..૩ અપ્રિલે એ વખતે  મનોહર પરિકર રક્ષામંત્રી હતા જેમને પ્રધાનમંત્રીએ બોલાવ્યા અને કેહવાય છે કે એવું કહ્યું કે પીએમ ફ્રાંસ જઈ રહ્યા છે અને ત્યાં એક નવા વિમાનો માટેનો સોદો કરવાવાના છે.ત્યાં સુધી ના તો એરફોર્સને કઈ ખબર હતી કે ના તો રક્ષામંત્રીને.૮ એપ્રિલે ફોરેન સેક્રેટરી જયશંકરે મોદીજીના ફ્રાન્સના પ્રવાસ  પેહલાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે પણ એ જ કહ્યું કે જુનો રફાલનો સોદો છે એ આગળ વધી રહ્યો છે.પરંતુ ૧૦ એપ્રિલે બે જ દિવસ પછી મોદીજી ફ્રાન્સના પ્રધાનમંત્રી હોલેન્ડેને ગળે મળે છે અને ત્યાં નવા ૧૭ એમઓયુ સાઈન કરી દે છે.જેમાંનો એક સોદો રફાલનો કરે છે જેમાં કરાર એવો થાય છે કે ભારત માત્ર ૩૬ વિમાન જ ખરીદશે.એ જ ૧૦ એપ્રિલ ૨૦૧૫ની રાત્રીએ ફ્રાન્સના પ્રધાનમંત્રીને ત્યાં એક ડીનર થાય છે જેમાં સાથે અનીલ અંબાણી અને ગૌતમ અદાણી બંને હાજર હોય છે.મતલબ બંને મોદીજી સાથે એમનાજ વિમાનમાં ગયા હશે.જેને લઈને વારંવાર પૂછવામાં પણ આવેલ છે કે પ્રધાનમંત્રી વિદેશભ્રમણમાં એમના વિમાનમાં સાથે કોને કોને લઇ જાય છે? અને જાણવા પણ મળ્યું છે કે અલગ અલગ બિજનેસમેન,ઉદ્યોગપતિઓને લઇ જાય છે અને એમની સાથે કોઈ ને કોઈ ડીલ સાઈન કરી દે છે યા કરાવી દે છે.શાયદ આ બંને પણ એમની સાથે જ ગયા હોઈ શકે.આ સોદો છેલ્લે ઓક્ટોબર ૨૦૧૬માં તૈય્યાર કરવામાં આવ્યો.અને પછી અલગ અલગ અખબારો થકી માલુમ પડ્યું કે ૩૬ વિમાનો ૫૮૦૦૦ કરોડમાં ખરીદવામાં આવશે.મતલબ ૧૬૦૦ કરોડનું એક વિમાન !! એ પણ કોઈ પણ પ્રકારના ટેન્ડર વગર,એરફોર્સને પણ પૂછવામાં નથી આવ્યું કે ૧૨૬ની જગ્યાએ ૩૬ વિમાન બરાબર છે ? ના એરફોર્સને ખબર,ના રક્ષામંત્રીને ખબર.એના બે જ અઠવાડિયા પછી ડસોલ્ટ એવિએશન કંપની એવું સ્ટેટમેંટ આપે છે કે આ સોદાના અડધા પૈસા અનીલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને ભારતમાં આ વિમાનના પાર્ટસ બનાવવા માટે આપવામાં આવશે.આમ હિન્દુસ્તાન એરોનોટીક્સ જે પબ્લિક સેક્ટર કંપની છે એને તો  બહાર જ કરી દીધી જે કંપનીને લડાકુ  વિમાન બનાવવા માટે મહારત હાસિલ છે અને જેને ક્યારેય કોઈ વિમાન નથી બનાવ્યું એવી અનીલ અંબાણીની કંપની કે જેણે કોઈ ડીફેન્સનું કામ પણ નથી કર્યું એને કામ અપાવી દીધું જેનું રજીસ્ટ્રેશન હમણાં એક વર્ષ પેહલા જ થયું છે !!! જયારે આ બધી બાબતોને  લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યાં સુધી મનોહર પરિકર સાહેબ તો જતા રહ્યા હતા, નવા રક્ષામંત્રી નિર્મલા સીતારામન બન્યા તેઓ શરૂઆતમાં તો મોટી મોટી વાતો કરતા હતા કે અમારે કશું છુપાવવું નથી,બધું લોકો સમક્ષ કહી દઈશું,પાર્લામેન્ટમાં ખુલ્લું મૂકી દઈશું વગેરે વગેરે,પરંતુ બાદમાં તે પોતે જ એવું કહે છે કે અમે કશું કહી નહી શકીએ કેમકે અમારો ફ્રાંસની સરકાર સાથે એક સીક્રેસી એગ્રીમેન્ટ છે. હમણાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જે ચર્ચા થઇ એ દરમિયાન રાહુલ ગાંધીએ એમના ભાષણમાં એમ કહ્યું કે નિર્મલા સીતારમ બીલકુલ જૂઠ બોલ્યા છે કેમકે એમની ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત થઇ છે ને એમણે જ કહ્યું કે એવું કોઈ બંધન નથી ભારત સરકાર ઈચ્છે તો સોદાની માહિતી આપી શકે છે.કોઈ સરકાર જો પબ્લિકના પૈસા ૫૮૦૦૦ કરોડ ફ્રાંસની એક કંપનીને વિમાન ખરીદવા આપી શકે છે તો એ પૈસાનો હિસાબ જનતાને ન આપી શકે એ કેવી વાત છે ? પછી સરકાર એમની મીડિયાને એવી દલીલ બતાવવાની કોશિશમાં પણ લગાવી દીધું કે નહી નહી સોદો તો ૬૦૦ કરોડનો જ છે પરંતુ ૧૦૦૦ કરોડ વધારે સ્પેસેફિક અપગ્રેડ માટે વિશેષ સુવિધાઓ માટે આપવામાં આવ્યા છે.જેમ કે સાથે એક હેલ્મેટ આપશે જેમાં પાછળનું પણ દેખાશે,એમાં વેપન ડીલિવરી સીસ્ટમ આપશે જેમાં મિસાઈલ રાખવાની સુવિધા આપશે વગેરે વગેરે..અજીબ વાત છે !! એ જ સમયે રફાલે યુનાઈટેડ અરબ અમીરાત સાથે પણ સોદો કરેલ જેમાં ૬૦૦ થી ૭૦૦ કરોડમાં વિમાન આપવાનો સોદો કરેલ.સવાલ એ છે કે વિમાન ૬૦૦ કરોડનું ને એમાં હેલ્મેટ,વેપન તે હજાર કરોડનું ને તમે એ બતાવવા માટે તૈય્યાર નથી કે તમારો સોદો શું છે ને કેવો છે ? એવી તે કેવી વસ્તુઓ છે આ હેલ્મેટ કે વેપન જેના હજાર કરોડ આપો છો ? આ તો એવી વાત થઇ કે કાર દસ લાખની છે પણ સીટબેલ્ટ ૨૦ લાખનું છે.અમિતશાહને આ જ પ્રશ્ન પૂછવામાં આવે છે તો એ જ કઈ ના હોય એટલે કોંગ્રેસ પર આક્ષેપ બોફોર્સ પર આવી જાય હા ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર જ છે પણ બોફોર્સમાં તો ૬૪ કરોડ જ કમીશનની વાત હતી આ તો ૩૫૦૦૦ કરોડ છે અને અમિત શાહ કહે છે કે બોફોર્સમાં ક્વોત્રોકી એજન્ટ હતા,હા ભાઈ સાચું પણ આમાં કોણ છે વચેટીયો એ તો કહો.અનીલ અંબાણી અને ગૌતમ અદાણી તો નથી ને !!!અનીલ અંબાણીની કંપનીને ભારતની બેન્કોને ૭૫૦૦૦ કરોડ આપવાના બાકી છે.જેની ટેલીકોમ કંપનીને ટુજી સ્કેમમાં ચાર્જશીટ કરવામાં આવી છે એમની કંપનીને રફાલનો સોદો અપાવવામાં આવી રહ્યો છે.આનાથી મોટો ભારતના ઈતિહાસમાં આજસુધી સ્કેમ નથી થયો બોફોર્સ તો એના સામે બચ્ચું છે.એરફોર્સ ૧૦ વર્ષ પેહલા વિમાનોની જરૂરીયાતોની રજૂઆત કરે છે અને અહી સરકારો પોતપોતાના નીજી સ્વાર્થ માટે સોદાઓ પર સોદા કરી ઉદ્યોગપતિઓના હાથની કઠપૂતળી બની દેશની સુરક્ષા સાથે રમત રમી રહ્યા છે.ફરી સોદો કરવો મતલબ ફરી ટ્રાયલ,દરેક કંપની પોતપોતાના વિમાનો માટે ફરીથી રજુઆતો તો કરવાના જ એટલે આ ટ્રાયલોમાં ફરી ચાર થી પાંચ વર્ષ નીકળી જશે.બસ આ જ ચાલે છે આપણા દેશમાં,દેશને ફૂટબોલ સમજી લીધો છે રાજકારણીઓએ..દુખદ ..

સાભાર : પ્રશાંત ભૂષણ (સુપ્રીમકોર્ટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી)

Written on July 2018

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...