આપણો દેશ ખરેખર તો શહેરોમાં નહી પણ લાખો ગામડાઓમાં વસે છે.શહેરો માત્ર
દંભમાં અને શહેરવાસી તરીકે ઘણા લોકોને ઓળખાવવામાં સન્માન લાગતો હોય છે અને આર્થિક
ઉપાજન માટેના કેન્દ્ર શહેરો બની ગયા છે એ સ્વીકારવું પડશે અને એમાં હવે વર્તમાન
સમયમાં છુટકો નથી આજીવિકાનું સાધન બની ગયા છે શહેરો,પરંતુ એક બીજી બાજુ છે જેને પણ
સ્વીકાર્યા સિવાય છુટકો નથી.આ જ શહેરોમાં જે પણ મેનપાવર,વસ્તુ છે એ લગભગ કાં તો
વિદેશી છે યા ગામડાઓમાંથી આવે છે.અને આ જ ગામડાની વસ્તુઓ અને ગામવાસીઓને શહેરીજનો
પડતર કરતાં વધારે ભાવે નફો કરી વેચતા હોય છે.તેમની સંપત્તિ પર જ જીવતા હોય છે.એમાં
૭૫ ટકા તો ખેડૂતો અને પશુપાલકો છે.એમના ઉપાર્જનને પૂરેપૂરું વળતર ન આપી જે શોષણ
કરવામાં આવે છે એ જોતાં ગામડાઓનો વિકાસ ક્યાંથી થશે.વેકેશન,રાજાઓમાં યા
પ્રસંગોપાતમાં આપણે શહેરવાસી જ લગભગ ગામડાઓ પસંદ કરીએ છીએ તો શું એ પુરતા જ ગામડાં
રહી ગયા છે ? આપણે એક આદર્શ ગ્રામવાસી ક્યારે બનીશું ? ક્યારે ગ્રામસ્વરાજનું
સપનું સાકાર કરીશું ?
દરેક ગામ પૂરેપૂરું પ્રજાસત્તાક હોવું જોઈએ.આપણી સંસ્કૃતિ,પરંપરાઓ,જીવનશૈલી
ગામડાઓમાં જીવંત છે.કોઈપણ ગામ આજે સંપૂર્ણ પ્રજાસત્તાક બની શકે છે જેમાં સરકારો
અને પંચાયત સાથેનો એક સક્રિય સબંધ,સાથ,સહકારિતા થકી જે કામો,ઉત્પાદન શહેરોમાં છે એ
જ ગામડાઓમાં પણ કરી શકાય છે.ગામવાસીઓમાં પણ એવી કાળજી અને કુશળતા નો વિકાસ કરવાની
જરૂર છે જેથી તેમને પેદા કરેલ અન્ન,વસ્તુની કિંમત બહાર પણ અંકાય.કુશળતાની કોઈ કમી
નથી ગામડાઓમાં.અને તો જ ગામડા પૂર્ણ વિકસિત થશે.
જેમકે તમે નોધ્યું જ હશે કે જે નાગરિકને શિક્ષણનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે
અને હોશિયાર બને છે છે એ શહેરમાં સ્થાયી થાય છે ને થવું જોઈએ એમાં કઈ ખોટું નથી
પરંતુ આવા પૈસેટકે સુખી થયા પછી એમનાજ વતન એવા ગામડાની ઉપેક્ષા કરતા આવ્યા છે.કોઈક
સેવાભાવી હોય લોકો હોય છે જેઓ શહેરી જીવન પસંદ કરેલ હોવા છતાં માતૃભુમીનું ઋણ અદા
કરવાનું ભૂલતા નથી હોતા.એવા શ્રેષ્ઠીઓ માટે માન અને આદર થાય છે.આધુનિક વિચારોનું
રાજકીય,સામાજિક,આર્થિક અને વૈજ્ઞાનિક સાહિત્ય તો એકદમ સરળતાથી મળી જશે પરંતુ
ચૈતન્ય,રામકૃષ્ણ,તુલસીદાસ,કબીર,નાનક , દાદુ, તુકારામ, તીરુવલ્લુવર, વિનોબા ભાવે જેવા
સંતોને ગ્રંથોના રૂપમાં આ શ્રેષ્ઠજનોની તાલીમ આજે પણ ગામડાઓમાં પ્રાપ્ય છે.
પંચાયત જુનો શબ્દ છે અને એનો અર્થ ગામના લોકો દ્વારા ચૂંટેલા પાંચ લોકોનો
સમૂહ.આઝાદ ભારત પછી પંચાયતી રાજ અમલમાં આવ્યું અને સમયાંતરે ગામડાઓની સુધાર તરફ
જુદી જુદી સરકારોએ આયોજનો કર્યા અને ગામડાઓને સ્વચ્છ,સુઘડ,સુંદર અને આદર્શ બનાવવા
માટે અલગ અલગ યોજનાઓ બનાવી,ગ્રામ પંચાયતોમાં સુધારા કર્યા.અત્યારે તો સરદાર આવાસ
યોજના,પંચવટી યોજના,ઈ ગ્રામ વિશ્વ યોજના,સમરસ ગ્રામ યોજના,તીર્થ ગ્રામ
યોજના,નિર્મળ ગુજરાત,સ્વચ્છ ગામ સ્વસ્થ્ય ગામ યોજના,ગ્રામસભા અભિયાન,જમીન સંપાદન
અને માળખાગત સુવિધા,રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના તેમજ ૧૪મા નાણાપંચ અંતર્ગત રાજ્યના
૧૮,૫૮૪ ગામડાઓ માટે વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ ના પાંચ વર્ષના ગાળા માટે ૭૭૭૧.૨૬ કરોડ બેજીક
ગ્રાન્ટ , ૮૬૩.૪૭ કરોડ પર્ફોર્મેન્સ ગ્રાન્ટ ૨૦૧૬-૧૭ માટે ફાળવેલ છે.આવી કેટલીયે
યોજનાઓ ગામડાના વિકાસ માટે જે તે સરકારો ફાળવતી હોય છે આ બધી યોજનાઓની સવિશેષ અને
ડીટેઈલ્સ અવિરત મળતી રહેશે.
કોઈ પણ ગામડાના વિકાસમાં ગામલોકો ની સાથે જે તે ગામની પંચાયત ની
કામગીરી,ઈચ્છાશક્તિ, જાગૃતતા મહત્વની હોય છે તો એ સંદર્ભે દરેક ગામવાસીએ ગુજરાત
પંચાયત અધિનિયમ-૧૯૯૩ સમજવાની ખુબ જ જરૂરી,એક ગામના રહેવાસી તરીકે નૈતિક જવાબદારી
અને ફરજ છે કેમકે ગામનું વહીવટીય માળખું,પંચાયતની ચુંટણી થી લઇ ગામના પ્રશ્નોની
જોગવાઈઓ એનું નિરાકરણ,પંચાયતોના કામકાજનું સંચાલન,તેમની વહીવટી સત્તાઓ,ફરજો,મિલકત
ફંડ અને હિસાબો,કર ,ફી,ઉપકર,બીજા લેણા,પંચાયતોને આર્થિક સહાય,નાણા કમીશન.આવી
અસંખ્ય બાબતો સમજવી બહુ જ જરૂરી છે.એક જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત ની
કામગીરી,ગામલોકોને પડતી તકલીફોને સરકારના મધ્યસ્થી બની વિવેકપૂર્વક કોઈ પણ
કામગીરીનું અમલીકરણ કરાવી શકો છો,હું જ પોતે જ મારા ગામનું ઉદાહરણ આપું તો અમે ગયા
વર્ષે નવી ચૂંટાયેલ પંચાયતને ગામના યુવામિત્રોએ મળી ગાંધીજીના સપનાની “શાંતિસેના”
બનાવી સ્વચ્છતા અભિયાનથી કરેલ.૫૦૦ યુવાનો મળી આખું ગામ સ્વચ્છ કરી એને સદંતર સાફ
સફાઈ કરવાની બાયધરી સાથે નવી નિમાયેલ પંચાયતને સોપેલ અને સાથે ગામના વિકાસલક્ષી
કામ માટે ક્યાય કંઈપણ સાથ સહકારિતા ની જરૂર પડે તો “શાન્તીસેના” હંમેશા તત્પર
રહેશે.
અભાર ...જય ભારત
Written on April 2018
Comments
Post a Comment