Skip to main content

શૂન્ય પાલનપુરી : રૂમાની પાલનપુરી : જયંતી

આજનો દિવસ એટલે ૧૭ માર્ચ ૧૯૮૭ ના રોજ અલીખાન ઉસ્માનખાન બલોચ ઉર્ફે શૂન્ય પાલનપુરી કે જેમને આજના દિવસે પરવરદીગારે એમના દરબારમાં બોલાવી લીધા હતા.એમનું બાળપણ ખુબ ગરીબીમાં વીત્યું.કવિના જીવનમાં સંઘર્ષ ના હોય એવું તો બને નહિ.અમદાવાદ પાસે ના લીલપુર ગામે જન્મેલા અને નાની વયે પિતાજી ની છત્રછાયા ગુમાવી દીધેલ જેથી એમની અમ્મી એમને લઈને પાલનપુર નનિહાલમાં નવાસાનો ઉછેર થયેલ.બાળપણ પાલનપુરમાં ગુજર્યો.ગરીબીનો પીરીયડ બહુ લાંબો ચાલ્યો.મા એ મેહનત મજુરી કરી ને ઉછેર કર્યો તેઓ ભણવામાં ખુબ જ હોશિયાર.મેટ્રિક પાસ પાલનપુરની ગવર્મેન્ટ સ્કુલમાં કરી જુવાન,હેન્ડસમ,લાલ ટમાટા જેવા આકર્ષક,અભિનેતા પણ ઝાંખો પડે એવા દેખાવે શૂન્ય સાહેબ નવાબી કાળમાં શિક્ષક બન્યા.થોડા સમય પછી નોકરી છોડી પાલનપુર બાદ થોડો સમય પાટણમાં રહ્યા.ગ્રુપ મળ્યું પણ જોઈએ એવી મજા ના આવી.એ જમાનામાં અવશેષ જેવો સાથે એ પણ પ્રગટ થયા.શૂન્ય સાહેબ અવારનવાર કેહતા કે થેન્ક્સ ટૂ વિક્ટોરિયા અને સરકારી સ્કુલની લાયબ્રેરી,પાલનપુર જેને આખી ગોળીને પી ગયા હતા.જે તત્વજ્ઞાન આવ્યું એ આ વાંચનને કારણે,તેમની તત્વજ્ઞાનની મીમાંસા બહુ જ ઉંચી હતી અને પોતે સારા શિક્ષક તો હતા જ.ફારસી અને અંગ્રેજીનું જ્ઞાન પણ.ઊંડાણથી જેમને વાંચન કરેલ હોય એવા બહુસ્કૃત વિદ્વાન જેવા કવિ,સામાન્ય કવી ન હતા.શાયરી એ એક ગોડ ગીફ્ટ જેવી છે.જેમકે એમની કવિતાઓ અને શાયરીઓ ખામોશ પાલનપુરી જે એમના લયમાં ગાતા શું એમનો માધુર્ય કંઠ હતો અદભૂત ! શેકસપીયર,શેલી,કીટ્સ પણ વાંચેલા ને ઉમર ખય્યામ પણ વાંચેલા.શૂન્ય સાહેબ પોતે ક્લાસીક અને ફિલોસોફીકલ બંને પ્રકારના શાયર હતા.શિસ્તતા નો ખુબ જ આગ્રહ રાખતા.રોમાન્ટિક ખય્યામના કલામમાં પણ લખતા,એંગ્રેજી સાહિત્યના બે પ્રવાહો રોમેન્ટિક અને ક્લાસીક પહેલાથી જ ખુબ ચર્ચાય.સારા કવિની કવિતા ક્યાં રોમેન્ટિક છે ને ક્યાં ક્લાસીક છે એ તફાવત ના કરી શકાય જે વિવેચક માટે એક ચેલેન્જ બની રહે છે.અને બેસ્ટ કવિતા એ છે કે જેને ચેલેન્જ કરી શકાય.પણ આ બંને ગુણો ધરાવનાર માટે વિવેચકે કાટલા ઉતારી દેવા પડે એવી કવિતાઓનું સર્જન શૂન્ય સાહેબે કરેલ છે.એમની ગઝલોમાં ખય્યામ આવે જે ખરેખર રોમેન્ટિક છે પરંતુ એમાં એકદમ તત્વજ્ઞાન લાવી દેવું એ કામ શૂન્ય સાહેબે કર્યું.શૂન્ય પાલનપુરી ગુજરાતી સાહિત્યના “ખય્યામ” છે.આ ગુજરાતી ખય્યામેં ખય્યામ સાહેબની રુબાઈય્યોનું ગુજરાતીમાં અનુવાદ પણ કરેલ છે.આ મોટા ગજાનો કવિ જ કરી શકે.

ઘણી બધી બાબતો છે કહી શકાય કે ઉત્તર ગુજરાતના હોવા છતાં આવા મહાન સાહિત્યકારને ક્યાંય યુનીવર્સીટી અભ્યાસક્રમમાં જગ્યા નથી મળી.૧૯૮૧ માં પાલનપુર મુકામે રોટરી કલબના પહેલવહેલા કાર્યક્રમમાં ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય સાહેબ નો કાર્યક્રમ યોજાયો જે રોટરી કલબનો એક એવોર્ડ હોય છે જે સંસ્કારી વ્યક્તિને આપવામાં આવે છે તો એ વખતે આ બે પાલનપુરીઓ ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય સાહેબને આપવામાં આવ્યો હતો.આ સમારંભમાં બંને મહાનુભાવો મુંબઈથી પધારેલ,મ્યુનિસિપાલિટી પાસે ની જૂની કોલેજમાં કોટક સાહેબ પ્રિન્સીપાલ હતા જેમના સહકાર અને સાહિત્ય વર્તુળ દ્વારા સવારે ચંદ્રકાંત બક્ષી સાહેબનું ઐતિહાસિક પ્રવચન અને રાત્રે મુશાયરાનું આયોજન જેને શૂન્ય સાહેબે સતત ચાર કલાક કવિતાઓ દ્વારા શ્રોતાઓની સાથે મુશાયરાની એક અલગ ઓળખ અને વળાંક આપેલ.એ પછી મુંબઈ પાછા ફરેલ પરંતુ કવિતા અને એના પાવરથી રોટરી ક્લબ તેમજ શ્રોતાઓ ખુબ જ પ્રભાવિત થયા હતા.એ વખતે મુસાફિર પાલનપુરી સાહેબ છેક ભીલડી થી આવતા જેઓ ત્યાં શિક્ષક હતા.એ કાર્યક્રમમાં શૂન્ય સાહેબે સફારી પેહરેલ જે મુંબઈમાં સિવડાવેલ અને કેહતા કે “કિસને સીવી હૈ ખબર હૈ જાં અમિતાભ બચ્ચન કે કપડે સીવાતે હૈ વો એ જ દરજીને સીવી હૈ જે અમિતાભ કે કપડે સીવે હૈ “ એમનો મુંબઈનો ચાહક એમને ત્યાં સીવડાવવા લઇ ગયો હતો.૧૯૮૪ માં એમને ટીબીનો રોગ લાગુ પડેલ એ જમાનામાં ટીબીની પ્રોપર ટ્રીટમેંટ ન હોતી થતી ,જેમના ચાહકો અહી પાલનપુરથી લાગણીના કારણે ત્યાં પાર્સલમાં દવા મોકલતા.વળતા પત્ર દ્વારા ભાઈખાન બલોચ સાહેબને તબિયત વિષે જણાવતા રેહતા.જેમના મૃત્યુ પેહલાના આ બધા વાતાવરણ સર્જાવાના કારણે પાલનપુરમાં શૂન્ય ટ્રસ્ટ બન્યું.
મુંબઈ થી ૧૯૮૬ માં દિલ્હી મેલમાં પાલનપુર પાછા ફર્યા ને બધાને કેહતા “ચિંતા મત કરીજો મુ આવ ગ્યા હું હવે “ અને તબિયતનું પૂછતાં એમ પણ કેહતા કે ”હાર્ટ નેચે આવ ગ્યા હે હવે “ શૂન્ય સાહેબ માટે માટે શિરીષ મોદી(પ્રખર ધારાશાસ્ત્રી) ને ખુબ આદર અને સહકાર પણ આપતા.કિશોર પટેલ,સનત શુક્લ,પ્રો .એ.ટી.સિંધી સાહેબ અને મુસાફિર પાલનપુરી સાહેબ ની બેઠકો યોજાતી એ આજ પણ યાદગાર છે સિંધી સાહેબ ના કહેવા પ્રમાણે.ઈંગ્લીશ લીટરેચર ની વાતો કલાકો સુધી ચાલતી,શરૂઆત લશ્કરખાન બલોચ ની કવિતાઓ થી શરુ કરતા જે છપાયી પણ ના હોય.
મૃત્યુ પછી બી.કે.ગઢવીસાહેબ,ભાઈખાન બલોચ સાહેબ જેવાઓના અથાગ પ્રયત્નોને કારણે ‘શૂન્ય નો વૈભવ” બનવું શક્ય બન્યું.પરંતુ એના પછી બેદરકારીને કારણે જે હજારો વાચકો સુધી પહોચવું જોયતું હતું એ પહોચી શક્યું નહીં.
બચપણમાં એ એમના મામા સરદારખાન બલોચ,ભાઈખાનભાઈ બલોચ,અબ્દુલ્લાભાઈ ટોપીવાલા સાથે ફઝલે માસુમ દરગાહ વારંવાર જીયારત કરવા જતા (જે પાલનપુરથી માલણ જતાં રસ્તામાં આવે છે).એક દિવસ એમની મોટી દીકરીને લઈને ફઝલે માસુમ ગયા અને ત્યાં ખુબ રડવા લાગ્યા.ત્યારે દીકરીએ કહ્યું કે “અબ્બા તમારી તબિયત વધારે ખરાબ હો જાયેગી’ તો શૂન્ય સાહેબે કહેલ કે “ના બેટા મજે અન્યો જ રોણે દે,આ મેરી બચપણ કી જગહ હૈ અન્યો જ સરદારખાન બલોચ,ભાઈખાનભાઈ બલોચ,અબ્દુલ્લાભાઈ ટોપીવાલા,અરબ આવતે તે” બહુ ઓછા લોકો જાણે છે આ એ જગ્યા છે જ્યાં શૂન્ય સાહેબની તરુણાવસ્થા,યુવાવસ્થાથી લઈને જીવનના છેલ્લા દિવસોમાં પીરસાહેબ તરફ અનુદાન હતું.અવારનવાર એમની ઝીયારત કરવા અહી આવતા હતા અને એમના મૃત્યુના એકાદ વર્ષ પેહલા પાલનપુર આવ્યા ત્યારે અહી ફઝલે માસુમ આવીને ચોધાર આંસુએ રડેલા.જાણે આ આંસુઓ કુદરતે એમને એમના પાપોથી ધોઈને નેકીઓ આપીને બદીઓ થી દુર કરવા નિર્મળ અને પાક બનાવી પાક ખુદાએ એમના દરબારમાં બોલાવ્યા.જેઓ પાલનપુરના ઇદગાહ ના કબ્રસ્તાનમાં સુતેલા છે..એમને અલ્લાહ તઆલા જન્નતમાં આલા થી આલા દરજ્જાથી નવાજે ..આમીન ..

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...