49 વર્ષની વય,અમદાવાદના
વતની,ઇકોનોમિકસ સાથે ગ્રેજ્યુએટ અનેડીપ્લોમા ઇન જર્નાલીઝમનો અભ્યાસ કરેલ સાગરભાઈ હરજીવનભાઈ રબારી
બાળપણથી જ ગાંધી વિચારોથી પ્રભાવિત અભ્યાસકાળ દરમિયાન જ
સામાજિક કાર્યો સાથે જોડાયા.ગુજરાત લોકસમિતિમાં કાર્ય કરતા મુખ્યત્વે
ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો માટે સરકાર દ્વારા થઇ રહેલા જમીન સંપાદનમાં ખેડૂતોને
પક્ષે રહી કામ કર્યું.જેમાં મુખ્યત્વે ...
વડોદરા ઝાલા : ગામના ગૌચરની ૬૫૦ એકર
જમીન L& T કપનીને સરકારે ફાળવી તેના વિરોધમાં ગુજરાત લોકસમિતિનીઆગેવાનીમાં ગામ
સાથે રહી સફળ લડત ચલાવી.માપણી માટે પોલીસ સાથે આવેલા તંત્રને અહિંસક રીતે રોકતાં પોલીસે
અટકાયત કરી.લોકજાગૃતિ અને પ્રચંડ વિરોધને કારણે એલ.એન્ડ.ટી એ પોતાનો પ્રોજેક્ટ
પડતો મુક્યો.ગામનું ગૌચર બચી ગયું.
મહુવા:ભાવનગર જીલ્લાના મહુવા
તાલુકામાં સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકારે જમીન સમઢીયાળા બંધારાની
જમીન ફાળવી હતી.અને કુલ ૯ ગામોની ૨૭૦૦૦ એકર જમીનમાં નીરમા સિમેન્ટ કંપનીને લાઈમ
સ્ટોન માઈનીંગ માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.સ્થાનિક લોકોના વિરોધને કારણે
ગુજરાત લોકસમિતિના સક્રિય કાર્યકર તરીકે સાગર રબારી આંદોલનમાં જોડાઈ લોકજાગૃતિ અને
આંદોલનના સંકલનમાં મહત્વનો ભાગ ભજવ્યો.અંતે પર્યાવરણ મંત્રાલયે નિરમા સિમેન્ટ કંપનીને
આપેલું એન્વાયરમેન્ટ ક્લીયરન્સ રદ કરતાં પ્રોજેક્ટ પડતો મુકાયો.
મીઠી વીરડી પાવર પ્લાન્ટ :ભાવનગર જીલ્લાના તળાજા
તાલુકાના જસપરા અને મીઠી વીરડીની જમીન ૬૦૦૦ મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ
માટે સરકારે ફાળવી તેની સામે વિરોધ કરતાં સ્થાનિક ખેડૂતોને જાગૃત અને સંગઠીતકરવામાં
સક્રિય ભૂમિકા.
માંડલ-બહુચરાજી એસ.આઈ.આર.:ગુજરાત સરકારે સ્પેશિયલ
ઇન્વેસ્ટમેન્ટ રીજીયન એક્ટ-૨૦૦૯ અંતર્ગત અમદાવાદ જીલ્લાના દેત્રોજ,માંડલ અને
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ૪૪ ગામોની ૫૪૦ ચો.કી.મી વિસ્તારમાંસ્પેશિયલ
ઇન્વેસ્ટમેન્ટ રીજીયન જાહેર કર્યું હતું.તેની સામે સ્થાનિક ખેડૂતોનો વિરોધ હતો.જમીન
અધિકાર આંદોલન-ગુજરાતની રચના અને સાથીઓએ સાથે મળી આ વિરોધને સંગઠીત કરી સરકારના
નિર્ણય સામેના આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો.છેવટે સરકારે ૪૪ માંથી ૩૬ ગામો બાદ
કરવા પડ્યાં.
ધોલેરા એસ.આઈ.આર :ગુજરાત સરકારના એવા જ
બીજા એક ૯૨૦ ચો.કી.મી વિસ્તારના ધોલેરા એસ.આઈ.આર સામે ૨૨ ગામના ખેડૂતોને જાગૃત,સક્રિય
અને સંગઠીત કરવામાં મહત્વની ભૂમિકા.ભાલ બચાઓ સમિતિની રચના.હાલ સરકારના આ નિર્ણય
સામે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ છે.
સાંથણી:૨૦૦૫ માં ગુજરાત સરકારે
સક્ષમ ખેડૂતો અને ઉદ્યોગગૃહોને ૨૦૦૦ એકર સુધી જમીન આપવાના કરેલા જી.આર સામે ગુજરાત
લોકસમિતિ અને અન્ય સંસ્થાઓએ મળી આંદોલન કર્યું.એ આંદોલનને પરિણામે ૭૦૦૦ પરિવારોને
૨૦૦૦૦ એકર જમીન સાંથણીમાં મળી.
આ પૈકી સુરેન્દ્રનગર,ભાવનગર
અને પાટણ જીલ્લાના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇ,જમીન સુધારણા માટે જરૂરી આર્થીક
સહાય આપવાના લોક્સમીતીના કાર્યમાં સહભાગી બન્યા.
કોરીડોર:ભારત સરકારના બહુઆયામી
રાષ્ટ્રીય ફ્રેઇટ કોરીડોરની યોજના સામે ગુજરાતમાં ડી.એમ.આઈ.સી અને અમૃતસર-કલકત્તા
કોરીડોર વિસ્તારમાં ખેડૂતોમાં જાગૃતિ માટે સક્રિય ભૂમિકા.પંજાબ,દિલ્હી,ઉત્તરપ્રદેશ,બિહાર
અને બંગાળમાં કર્મશીલો સાથે બેઠકો કરીમાહિતગાર કરેલ અને લોકજાગૃતિના કાર્યક્રમો
સક્રિય કરવામાં મહત્વનું યોગદાન આપેલ.
પદયાત્રા:
- જમીન સુધારણામાં જમીન
મળી હોય પરંતુ નામે ના થઇ હોય,સરકારે બારોબાર ધોલેરા સર ઓથોરીટીને જમીનો આપી દીધી
હોય એવા ખેડૂતોની વાત લઈને સાંઢીડા(ભાલ) થી કલેકટર ઓફીસ અમદાવાદ સુધીની ૧૪૦
કિલોમીટરની પાંચ દિવસની પદયાત્રા.
- સોમનાથ થી સચિવાલય-ગાંધીનગર:
ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને જાગૃતિ અને સરકારની સંવેદના ઢંઢોળવાનાં ઉદ્દેશથી ૨૦
દિવસની પદયાત્રા.
જોડાણ:ગુજરાતમાં ખાસ કરીને
ખેડૂતો,ગામડાંના સવાલો પર કામ કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે જેવી કે
મંત્રી-ગુજરાત ખેડૂત સમાજ,સહ કન્વીનર-જમીન અધિકાર આંદોલન(ગુજરાત),મંત્રી-ગુજરાત
ખેત વિકાસ પરિષદ,ગુજરાત સર્વોદય મંડળ અને ઇન્ડિયન કોમ્યુનીટી એક્ટીવીસ્ટ નેટવર્ક-ICAN
સાથે રાષ્ટ્રીય કક્ષાએ સક્રિય.
બાઈક યાત્રા :૨૦૧૭ ની વિધાનસભાનીચુંટણીઓ
પહેલાં ખેડૂતોના મુદ્દાને અગ્રીમતા મળે તે હેતુથી ભિલાડ,જીલ્લો વલસાડથી શરુ કરી
સુરેન્દ્રનગર સુધીની ૧૭ જેટલા જિલ્લાઓને સાંકળતી ૨૨૦૦ કી.મી.જેટલી જાગૃતિ યાત્રા
તેમજ પત્રિકા વિતરણ.
પુસ્તકો:ગુજરાતમાં ખેતી અને
ખેડૂત-ટકી રહેવાની મથામણ,સરકારી કાયદા અને ગામડાં,ગુજરાત ગણોત અને ટોચમર્યાદા ધારામાં
થયેલા ફેરફારો,પોલીસ એટલે જનતાની મિત્ર અને બુલેટ ટ્રેન-અમને કચડીને સમય બચાવશો?
લેખન: ગુજરાતી મેગેઝીન લોકસ્વરાજ,ભૂમિપુત્ર
અને નયામાર્ગ માટે વિવિધ મુદ્દે લેખન.

Comments
Post a Comment