ઉત્તરપ્રદેશમાં ૧૪ વર્ષની કિશોરી પર સત્તાધારી
પક્ષના ધારાસભ્યે કરેલ બળાત્કાર,આરોપીને પકડવાને બદલે,કિશોરીના પિતાની ધરપકડ અને
પોલીસ મારથી તેનું મોત,જમ્મુ-કાશ્મીરમાં ૮ વર્ષની બાળકી પર ગેંગરેપ અને શરીર પર ૮૬
ઈજાઓ સાથે મળેલ મૃતદેહના બનાવોથી દેશ હચમચી ગયો છે.
કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે.૮ વર્ષથી
લઇ ૭૦ વર્ષની વૃદ્ધા પર રેપ અને હત્યા વિના દેશમાં કોઈ દિવસ આથમતો નથી.દર કલાકે ૪
કિશોરીઓ દુષ્કર્મનો ભોગ બને છે.કમકમા આવી જાય ટે રીતે ગેન્ગરેપ અને હત્યાના કેસો
વધી રહ્યા છે.વધી રહેલા સ્ત્રી અત્યાચારના બનાવો જોતાં સ્ત્રીઓને નથી ઘરમાં સલામતી
કે નથી બહાર તેમની સલામતી.
બંધારણ અનુચ્છેદ ૨૧ થી દેશની દરેક વ્યક્તિને
ગૌરવપૂર્વક જીવન જીવવાનો અને અંગત સ્વાતંત્ર્ય માણવાનો મૂળભૂત અધિકાર અપાયો છે.શું
બાળકી,કિશોરી અને મહિલાઓએ આવા ભયમુક્ત વાતાવરણમાં જ કાયમ રેહવાનું છે? શું સરકાર
કે પોલીસતંત્રની સરેઆમ ગુનો કરનારાઓ પર કોઈ ધાક જ નથી ?
બાળકી,કિશોરી,મહિલાઓ નિર્ભિક અને મુક્ત રીતે
સમગ્ર દેશમાં એકલા જ હરીફરી શકે તેવું વાતાવરણ રાજ્યે નિર્માણ કરવું જોઈએ.રાજ્ય
અને પોલીસ તંત્ર તેની આ ફરજ નિભાવવામાં સરેઆમ નિષ્ફળ ગયું છે.
રાજ્ય અને ખાસ કરી પોલીસ તંત્રને અમારી અપીલ છે
કે
1.
નિર્દોષ
વ્યક્તિને ગુનાના આરોપસર પકડવી નહિ.
2.
સાચા
આરોપી ૨૪ કલાકમાં પકડવો જોઈએ.
3.
આરોપીને
દાખલારૂપ શિક્ષા થવા માટે રાજ્યે દિલ તોડ પ્રયત્નો કરવા જોઈએ.
મહિલા
સુરક્ષા અને સલામતીનું અલગ તંત્ર હોવું જોઈએ.Written on April 2018
Comments
Post a Comment