Skip to main content

વ્યક્તિ વિશેષ : શૂન્ય પાલનપુરી

અમે તો કવિ કાળને નાથનારા
અમારે તો આઠે પહર છે. ખુશાલી
આ બળબળતું હૈયું આ ઝગમગતા નયનો
ગમે ત્યારે હોળી , ગમે ત્યારે દિવાળી.

આજથી લગભગ 97 વર્ષ પહેલાં અમદાવાદ અને સાબરમતી ની વચ્ચે આવેલ લીલાપુર ગામમાં ઉસ્માનખાન બલોચ ના ઘરે તારીખ 19-12-1922ના રોજ અલી ખાન ઉર્ફે ‘રૂમાની પાલનપુરી’ ઉર્ફે ‘શૂન્ય પાલનપુરી’નો જન્મ થયો હતો.પિતા ઉસ્માનખાન ખેતીવાડી ઉપરાંત ઘોડાઓની સોદાગીરી પણ કરતા હતા.તેઓ ભર જુવાનીમાં આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા.તેમના પત્ની નનીબીબી ચાર વર્ષના અલીખાન અને દૂધ પીતા ફતેહખાનને લઇ પિયર પાલનપુરમાં આવીને વસેલા.
બલુચાણીના તમામ લક્ષણો ધરાવતી માતાએ બાળકોને પ્રાણ રેડીને ઉછેર્યા.નનીબીબી કપડા સીવીને અને બીડીયો વાળીને બાળકોનું જતન કરતા.બાળક અલીખાન પાધરીયાવાસમાં પાનનો કરંડિયો લઈને ઘેર ઘેર ફરતા.આ રીતે તેમની માતાને મદદરૂપ થતા.આવી રીતે અલી ખાન ઉર્ફે શૂન્ય પાલનપુરી નાનપણથી જ જવાબદારીની ધૂસરી ખભે ઊંચકીને ઉછરેલ એ બાળક મોટો થઈ કવિ-શાયર બને પછી એ કેવું ગાય !
એક બાળ વૃદ્ધ જેવો દિવાનો ‘શૂન્ય’ નામે,
કરતો હતો પુકારો ઘર ઘર ફરી ફરીને.
અનેક મુશ્કેલીઓમાં પણ માતા નનીબીબીએ ઘરમાં જાતે જ અલીખાનને ઉર્દુ,ફારસી અને અરબીની તાલીમ આપેલી.પ્રાથમિક શિક્ષણ તેમણે પાલનપુરમાં જ લીધું.આ વિરલ વ્યક્તિના જીવન સાફલ્યની ભીતરમાં પ્રેરક બળ એમની માતા નનીબીબીનો ફાળો અગ્રીમ સ્થાને છે.મોસાળ પાલનપુરમાં અલી ખાને ગીત-સંગીતની જાણકાર તેમની ત્રણ માસીઓ અને મામા હુસેનખાનના ભજનોની અને સંગીતની ઉપયોગી તાલીમની માયા તેમને બાળપણથી જ વારસામાં મળી હતી
અલીખાનની ગઝલ,સર્જન-પ્રવૃત્તિનો પ્રારંભ 1938માં ઉર્દૂથી થયેલો.ભારતના નામાંકિત શાયરો-કવિઓનો એ જમાનો હતો.ઉર્દૂ કવિતાના આવા વાતાવરણમાં અલીખાનની કલમની કળા પાંગરતી હતી.તે સમયે તેમણે ‘રૂમાની’ તખલ્લુસ રાખ્યું હતું.જેને પાછળથી ‘અઝલ’ કરેલું.પ્રારંભથી જ અલીખાનની શાયરી દમદાર હતી. ઉમર ખૈય્યામની ફારસી રૂબાઈઓના ગહન અભ્યાસે એમની સર્જન પ્રતિભાને ચોક્કસ દિશાઓના દર્શન કરાવ્યા હતા.
કેહ શકો તો કેહ દો હાકિમે તકદીર સે,
બાંધ તો દેખો જૂનૂને ઈશ્કકો તદબીર સે.
એમણે કોઈની પણ પાસેથી પદ્ધતિસરની તાલીમ મેળવેલ ન હતી.જે કાંઈ શીખ્યું,મેળવ્યું એ જન્મજાત-સ્વયંભૂ અને અભ્યાસ દ્વારા હતું. એટલે જ તેઓ પોતાને ‘તલામિઝૂર્રહમાન’ એટલે કે ‘ખુદાનો શિષ્ય’ કહેતા.મેટ્રિક પાસ થયા પછી અલીખાન સને 1943-44માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દાખલ થયા.દરમિયાન પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન ‘રુસ્વા મઝલૂમી’ના સહવાસમાં આવ્યા.સાહિત્ય અને સંગીતમાં દિવાનગીની હદે રસ ધરાવનાર રાજવી ‘રુસ્વા મઝલૂમી’ એ શાયર અલીખાનને દરબારમાં જ નહીં પણ અંતરના આસને કાયમી સ્થાન આપી દીધું. એ જરૂર કોઈ કુદરતી સંકેત હશે કે ત્યાં જ ગુજરાતના ગઝલ શિરોમણી અમૃત ઘાયલની મુલાકાત થઈ.અને ત્યાર પછી અસ્તિત્વમાં આવી ગુજરાતી ગઝલની એક વિરલ ગાથા.
કલાપ્રિય રાજવી ‘રુસ્વા મઝલૂમી’ અલગારી મસ્તીના માલિક ‘અમૃત ઘાયલ’,અને કલંદરી ખુમારીમાં ડૂબેલા અલીખાન ‘રૂમાની’.એક જ રાશિના ‘બાબી’,’બ્રાહ્મણ’, અને ‘બલોચ’.આ ત્રણેયની પણ એક લાજવાબ દાસ્તાન છે.અમૃત ઘાયલે ‘રૂમાની’ને ગુજરાતી ગઝલ માટે ઇજન આપ્યું.પુનામાં એક દિવસ રુસ્વા મઝલૂમી સાથે ચા પીતા હતા ત્યાં જ અચાનક અલીખાને ઘાયલને અરજ કરી. ‘જનાબ ! હમેં ગુજરાતી તખલ્લુસ દીજીયે.હમ ગુજરાતીમેં ગઝલ કહેંગે.’ આંખો મીંચી બેઠેલા ઘાયલે ‘શૂન્ય’ ને ઉપનામ આપી દીધું.અને કહ્યું બાદ મેં કુછ ઔર સોચેંગે.અલીખાને કહ્યું , “ના હું તો શૂન્ય ને જ હૃદયથી લગાવીશ”. પછી તો ‘શૂન્ય’ ના હૈયેથી ગુજરાતીમાં અમર રહી જાય તેવા ઉર્મિઝરણાં ફૂટવા લાગ્યા. ‘શૂન્ય’ ઉપનામને તેમણે સર્વસ્વમાં ફેરવી નાંખ્યું.
અરબસ્તાન અને ઇરાનથી નીકળીને ગઝલ ગુર્જરભૂમિ સુધી પહોંચી ગઝલૈતિહાસિક ઘટનાને શૂન્ય કોઈ અજીબ તરીકાથી શેરોમાં ખૂબીથી વણી લેતા.પાલનપુર છોડ્યા બાદ શૂન્ય થોડોક સમય પાટણમાં રહી તેમણે અનંતરાય વ્યાસ સાથે ‘ગીત-ગઝલ’ નામનું માસિક શરૂ કર્યું.
એક વાત ખાસ જાણવી જરૂરી છે કે માત્ર ગઝલકાર તરીકે જ પંકાયેલા શૂન્યની ગઝલો જેટલી એમની કવિતાઓ જાહેરમાં ન આવી શકવાને કારણે તેમની ઉત્કૃષ્ટ કવિ તરીકેની પ્રતિભા પડદા પાછળ રહી ગઈ છે. એક સમયે મુશાયરાઓમાં જેની ભારે બોલબાલા હતી એવું એમનું અમર ગીત ‘દૂધને માટે રોતા બાળક ! રો તારા તકદીરને રો !’ જેવી રચનાઓ શૂન્યના એક સશક્ત કવિ હોવાનું ઉત્તમ ઉદાહરણ છે.
આદિ,પૌરાણિક,ધાર્મિક,ઐતિહાસિક અને સાંપ્રત પ્રતિકો,ઉપમાઓ અને અલંકારોનો એક કુશળ કસબીની જેમ એમણે ગઝલોમાં ઉપયોગ કર્યો છે.આજે પોતાને આધ્યાત્મિક ગઝલકાર ગણાવતા ફરતા ગઝલ સર્જકોએ શૂન્યની ‘આલમનું મયખાનું’, ‘લો અમે તો ચાલ્યા’ જેવી મુરસ્સા અને આધ્યાત્મનું સંપૂર્ણ રસદર્શન કરાવતી ગઝલોનો ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ.
ઉમર ખૈયામની રુબાઈના ૧૪ જેટલા અનુવાદ થયા છે. પણ શૂન્ય પાલનપુરીએ કરેલા અનુવાદને સર્વશ્રેષ્ઠ મોહર મારી છે.જીવન-મરણનું ગહન તત્વજ્ઞાન રજૂ કરતી રૂબાઈઓના આ વિરલ ગ્રંથને શાળા-મહાશાળાઓમાં ભણાવવાની વ્યવસ્થા થાય તે જરૂરી છે.આપણા કેટલાક કવિઓને ગુજરાતી સાહિત્યના તમામ પારિતોષિકો પ્રાપ્ત થયા છે.પણ શૂન્ય પાલનપુરી ને એક પણ નહીં.શૂન્ય જેવી વિરાટ કદની પ્રતિભાને એમની સામે અતિ નાના કદના ગજાના સંપાદકોએ શરમજનક અન્યાય કરેલ છે.તેમાં પ્રમાણિકતા અને સંસ્કારિતાની ઊણપ વર્તાય છે.આવા લોકો સામે કવિનો આત્મા ચિત્કારી ઊઠે છે.
વિવેચકોને કહો જાળવે અદબ એની,
કે ‘શૂન્ય’ શબ્દનો સ્વામી છે,કોઈ દાસ નથી.
શૂન્ય પાલનપુરી પ્રથમ કક્ષાના ગઝલ સર્જક હોવા ઉપરાંત ક્રિકેટ,વોલીબોલ અને ચેસના શ્રેષ્ઠ ખેલાડી પણ હતા.પાલનપુરથી લઈને દેશ-વિદેશમાં તેમના વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક (ચંદ્રકાંત બક્ષી એમના વિદ્યાર્થી) તરીકે જીવનના છેલ્લા દાયકામાં ‘મુંબઈ સમાચાર’ માં લખેલા ઉચ્ચકોટિના તંત્રીલેખો દ્વારા ઉચ્ચકોટિના પત્રકાર તરીકેના દર્શન કરાવ્યા છે. ‘ઓજસ પાલનપુરી’ અને ‘અમર પાલનપુરી’ જેવા સદાબહાર પ્રતિભાશાળી ગઝલકારો એમણે ગુજરાતને આપ્યા છે. ગુજરાતી ગઝલ સૃષ્ટિમાં શૂન્ય શહેનશાહી અદાથી જીવી ગયા.
17 માર્ચ 1987ના રોજ તેમના અવસાનથી ગુજરાતી ગઝલ સૃષ્ટિને ન પૂરાય તેવી ખોટ પડી.તેમના અવસાનથી કવિતાની સાથે-સાથે સમગ્ર મુશાયરાને તસ્ખીર કરી લેનારી એમની અનોખી અદાની રજૂઆતકલા પણ સાથે જ લઈ ગયા.આજે પણ એ બુલંદ અવાજના શાયર નું સ્થાન જેમનું તેમ ખાલી જ છે.પાલનપુરના ઇદગાહ કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા.
શૂન્ય પાલનપુરી ના તમામ ગઝલસંગ્રહો ઉપરાંત ખૈય્યામની રૂબાઈઓનો અનુવાદ તેમની બધી જ ઉર્દુ રચનાઓ તેમજ ગુજરાતીમાં એકમાત્ર એમણે જ કરેલ ‘સમય લેખન’ (ફન્ને તારીખગોઈ) ના સંશોધન લેખોનો સમાવેશ કરતો 750 પાનાનો ગ્રંથ ‘શૂન્યનો વૈભવ’ શ્રી શૂન્ય પાલનપુરી ટ્રસ્ટ,પાલનપુર તરફથી (1993) કવિના જન્મદિવસે તારીખ 19 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થયેલ છે.
સાભાર : ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...