Skip to main content

વ્યક્તિ વિશેષ : રફીકુદ્દીન અમીરુદ્દીન કાદરી


બે વખત રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા : મદદનીશ પોલીસ કમિશનર (નિવૃત) અમદાવાદ :
પાલનપુરના વતની રફીકુદ્દીન એ. કાદરી 1964માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસખાતામાં જોડાયા.જનાબ કાદરીની નોકરી દરમિયાન અનેક અટપટા ખૂન,લૂંટ,ચોરીના ભેદ ઉકેલાયા.

અમદાવાદની બેંક લૂંટના આરોપી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઝીંદાને પકડી પાડેલ. તેઓએ તેમની ૩૮ વર્ષની પોલીસ અમલદાર તરીકેની કામગીરીમાં બે વાર રાષ્ટ્રપતિ ચંદ્રક તથા પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે તાલીમ દરમિયાન 'બેસ્ટ એથ્લેટિક્સ મેડલ' ઉપરાંત વિવિધ સ્થળે બજાવેલ ફરજ દરમિયાન ૪૦૦ જેટલા ઇનામો તથા પ્રશંસાપત્રો મેળવેલ છે.
1964માં પોલીસ તાલીમ મેળવ્યા બાદ ૧૯૬૫ થી ૧૯૬૭ જૂનાગઢ જિલ્લામાં,૧૯૬૭ થી ૧૯૭૧ અમદાવાદ શહેરમાં,ત્યારબાદ સીઆઇડી ક્રાઇમ પીએસઆઈ તરીકે ફરજ બજાવી,૧૯૭૬માં બઢતી મળતાં સર્કલ ઈન્સ્પેકટર તરીકે લીંબડી મૂક્યા.1978માં CPI નડિયાદ. 1980થી 1984 સીવીલ ડીફેન્સ અમદાવાદમાં.1984 થી 1989 અમદાવાદ વટવા પીઆઇ. પોતાની આગવી કામ કરવાની કળાને કારણે તેમણે અનેક ચોરી અને લૂંટના ભેદ ઉકેલ્યા હતા.સૌથી મોટી વાત એ હતી કે 22 ખૂન અને 28 બેન્કલૂંટનો મોસ્ટ વોન્ટેડ આરોપી હરજેન્દ્રસિંહ ઝિંદા ને તેઓ દિલ્હી થી પકડી લાવેલા હતા.એ વખતે ઝિંદા નું નામ ત્રાસવાદીની યાદીમાં મોખરાનું હતું.1985માં આણંદ થી માતર સુધીના વિસ્તારમાં 11 હાઈવેરોડ ડિટેક્ટ કરેલ હરજેન્દ્ર ઝીંદા અને તેમના સાથીદારોએ એમપીના લલિત માકન અને જનરલ વૈદ્યના પણ ખૂન કરેલા.
1987માં અમદાવાદમાં થયેલ બેંકલૂંટના પાંચ આરોપીઓને પકડી પાડેલા.તેમણે 'ઇન કેમેરા' કેસ ચલાવી 35 વર્ષની સજા અપાવેલી.નરોડા વિસ્તારના ૧૨,૦૦૦ કર્મચારીઓના અગ્રણીઓ સાથે સંપર્કમાં રહી આંદોલન સમાપ્ત કરાવેલો.૧૯૮૮ થી ૧૯૯૦ સુધી રાજકોટ ડીઆઈજી ના રીડર તરીકે ફરજ બજાવેલી.૧૯૯૦ થી ૧૯૯૨ વડોદરા સયાજીગંજ પીઆઇ તરીકે બસ સ્ટેન્ડ નજીક સોસાયટીનું ઓપરેશન હાથ ધર્યું ત્યારે ત્રણ આતંકવાદી મરાયા અને 12 ને પકડ્યા.
1990ની 15મી ઓગસ્ટે શ્રી કાદરીની સારી સેવાની કદરરૂપે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ અપાયું હતું.1992માં શ્રી કાદરી સાહેબને ફરી બઢતી મળી DYSP બન્યા.અમદાવાદ શહેરમાં સહાયક પોલીસ કમિશનર પદે નિયુક્ત કરાયા.અમદાવાદ ડીવાયએસપી તરીકે આઠ માસ ,વડોદરામાં સાડા ત્રણ વર્ષ, સુરેન્દ્રનગર ડીવાયએસપી તરીકે સવા ત્રણ વર્ષ રહ્યા. વડોદરાથી તેમની બદલી સુરેન્દ્રનગર નાયબ પોલીસ વડા તરીકે કરી. તે દરમિયાન લીંબડી હાઇવે પર અમદાવાદના સોની વેપારીની મારુતિ કાર નું એક્સિડન્ટ થયું ત્યારે વેપારીની સુટકેસ ખૂલી જતાં તેમાં રહેલ સોનાની લગડીઓ રસ્તા પર વેરવિખેર થઈ ગયેલ.જેમાં વેપારીના હિસાબે 30 લગડી ઓછી માલુમ પડી. પોલીસ અધિકારી ચોંકી ઉઠ્યા.આ તપાસ કાદરી સાહેબને સોપાઇ. શ્રી કાદરીએ સંભાળથી ગુનેગારોને ઓળખી કાઢી ઝડપી લીધા.
સુરેન્દ્રનગર ખાતે સુંદર કામગીરી બદલ 1999માં તેમને રાષ્ટ્રપતિનો બીજો ચંદ્રક મળ્યો. સુરેન્દ્રનગર થી 1999 માર્ચમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરના આગ્રહથી શહેરના આઈ ડિવિઝનમાં મદદનીશ પોલીસ કમિશનર પદે નિયુક્ત કર્યા.ત્યાંથી તેઓ નિવૃત્ત થયા.
તે વખતની સરકારે તેમની સુંદર કામગીરી ધ્યાને લઇને નિવૃત્તિ સમયે તેમની વધુ સેવાનો લાભ લેવા નક્કી કરેલ. જેનો આદેશ કાદરી સાહેબને બીજા દિવસે મળેલ.એ વખતના સમયમાં સરકારના સમયગાળામાં ડીવાયએસપી કક્ષાના અમલદારો અને મુદત વધારો આપવાનો આ પ્રથમ બનાવ હતો.એટલું જ નહીં પરંતુ શ્રી કાદરીને મુદત વધારો આપી સરકારે નિષ્પક્ષ હોવાની છાપ બતાવી હતી. જે અધિકારી સારી અને બિનવિવાદાસ્પદ કામગીરી બજાવે તો સરકાર કદર કરે જ છે. એ બાબત રફીકમીયાં એ. કાદરીએ સિધ્ધ કરી બતાવી હતી.
અમદાવાદ,વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ દરમિયાન કોમી એકતા માટે ઘણી સારી કામગીરી કરેલ છે.જેના કારણે સિનિયર અધિકારીઓશ્રીની ફરજ બીજા વિભાગમાં પોતાના જ્યુરીડીક્શન સિવાયના એરિયામાં લઈ બનાવો કંટ્રોલમાં લેવા સફળતા મેળવી હતી.૧૯૮૫ થી ૨૦૦૧ સુધી અમદાવાદ શહેરમાં નિકળતી રથયાત્રાના બંદોબસ્તમાં તેઓ અમદાવાદ શહેર બહાર ફરજ બજાવતા હતા તેમ છતાં તેમને રથયાત્રાના બંદોબસ્તમાં સ્પેશ્યલ બોલાવવામાં આવતા હતા અને અતિસંવેદનશીલ દરિયાપુર અને જોર્ડન રોડ સજ્જન જમાદાર મોહલ્લા વિસ્તારમાં ફરજ ઉપર મૂકવામાં આવતા હતા. તે વખતે તેમની બંદોબસ્તની સારી કામગીરી અને ઉપરી અધિકારીઓ તરફથી સર્ટિફિકેટ પણ મળેલ હતા.
કોઈપણ માણસની ફરિયાદ કે પ્રશ્નોમાં જરાપણ પક્ષપાત કે ભેદભાવ કર્યા વગર નાગરિક ધર્મની કામગીરી કરવાથી તમામ જ્ઞાતિના માણસો તેમની કામગીરીથી ખુબ જ ખુશ હતા અને લોકોનો ખુબ પ્રેમ અને લાગણી જીતી હતી.. પાલનપુરના આ વિરલાને સલામ અને આદરભાવ .. 🙏
સાભાર : ગરવી ગુજરાતનાં ગૌરવવંતા મુસ્લિમો

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને