આજનો દિવસ એટલે અખંડ ભારતના ઘડ્વૈય્યા,લોખંડી પુરુષ,ખેડૂત પુત્ર,ભારતીય રાષ્ટ્રીય કોન્ગ્રેસના પ્રતિષ્ઠિત નેતા,સ્વતંત્ર ભારતના પેહલા ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર,હોમ મીનીસ્ટર એવા સરદાર પટેલ નો જન્મદિવસ જેમનું નામ કાને પડતાં જ એક અજોડ પ્રતિભા પ્રત્યે ગર્વ અને સમ્માનની લાગણી અનુભવાયા વગર રહે નહી.
બાપુના કહ્વાથી સરદાર પટેલે પોતાની નોકરી છોડી ખેડા સત્યાગ્રહ પછી અસહકાર આંદોલન સાથે જોડાઈ દારૂબંધી,અસ્પૃશ્યતા,જાતી ભેદભાવ તેમજ સ્ત્રી સશક્તિકરણ માટે ગુજરાત અને દેશમાં ચળવળો કરી.૧૯૨૩મા મહાત્મા ગાંધી જયારે નાગપુર જેલમાં હતા ત્યારે સત્યાગ્રહની જવાબદારી પોતે લઇ બ્રિટીશ કાયદાઓ પર પ્રતિબંધ અને ઠેર ઠેર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા.સ્વતંત્ર ભારતના પ્રથમ હોમ મીનીસ્ટર તરીકે નાના નાના રજવાડાઓને એકીકૃત કરવાનું અતિ મહત્વનું કામ કર્યું.
“આ માટીમાં કઇક અનુંઠું છે,જે ઘણીબધી બાધાઓ હોવા છતાં હંમેશા મહાન આત્માઓનું નિવાસસ્થાન રહી છે “ - સરદાર પટેલ
સરદાર પટેલના વિચારો થકી આજના સંદર્ભમાં જે પરિસ્થિતિ પેદા થયેલી છે એનો તફાવત યા ભેદ સમજવાની ખુબ જ જરૂર છે.પટેલ સાહેબ કેહતા કે આપણા દેશમાં દરેક નાગરિકની જવાબદારી છે અને તે અનુભવ કરે કે તેનો દેશ સ્વતંત્ર છે.અને તેની સ્વતંત્રતાની રક્ષા કરવી એ એની નૈતિક ફરજ છે.દરેક ભારતીયે હવે ભૂલી જવું પડશે તે એક રાજપૂત છે એક શીખ છે એક જાટ છે ટૂંકમાં દેશમાં વસતી તમામ જાતિઓ અને વર્ગે બધું ભૂલી તેને એ યાદ હોવું જોઈએ કે તે સૌ પ્રથમ એક ભારતીય છે અને આ દેશમાં દરેક અધિકાર દરેક માટે એકસરખો છે પણ એની સાથે સાથે જવાબદારીઓ પણ છે.આવા ઉચ્ચ વિચારોનું પાલન તો ઠીક પણ વિચારવાની શક્તિ પણ ધોવાઇ ગયી છે.જ્યાં જુઓ ત્યાં જાતી,ધર્મ,વર્ગના નામે એ જ અંગ્રેજોની નીતિ "ભાગલા પાડો ને રાજ કરો", જેની સામે સરદારની સાથે સાથે ન જાણે કેટલા મહાપુરુષો લડ્યા એમની મહેનત,બલિદાન બધું આપણે ખૂણામાં ધક્કેલી રહ્યા હોઈએ એવું નથી લાગી રહ્યું !!?? જેમના નામે આપણે - આપણા નેતાઓ કે દેશનો નાગરિક માત્ર સરદાર કે અન્ય મહાપુરુષોને માત્ર ફોટા,બેનરો, સુત્રો અને માર્કેટિંગ પૂરતા ઉપયોગ કરી માત્ર પોતાનો નીજી સ્વાર્થ અને લાલચ પૂરું કરી રહ્યા છે.એકપણ એવું ઉદાહરણ નહિ જોવા મળે કે એમના વિચારો કે સપનાઓને અમલમાં મુકવામાં આવે યા એમના વિચારોને ઘર-ઘર સુધી પહોચાડવામાં આવે.આજના
યુવાનોએ
આ કરવાનું છે અને સત્વરે કરવાનું છે, તો જ પટેલ સાહેબની આત્માને શાંતિ પહોચશે અને દરેક દેશવાસીઓ પર સરદાર પટેલને ગર્વ થશે ,પટેલ
સાહેબ
સ્વર્ગમાંથી આપણ સહુને અને દેશની પરિસ્થિતિને જોઇને દુખી
થઇ
રહ્યા
છે.થોડુક
વિચારો
સોચો
સમજો
ને
એમના
સપનાને
સાર્થક
કરો.
સરદાર પટેલ ઈચ્છતા હતા કે ભારત એક સારું ઉત્પાદક બને અને દેશમાં કોઈ ભૂખ્યો ન હોય કે અન્નના દાણા માટે કોઈ આંસુ ન વહાવે.આજે તો અન્નનો પેદા કરવાવાળો અન્નદાતા જ આપઘાત કરી રહ્યો છે-એમની પરિસ્થિતિ કફોડી બની છે.મોઘવારી દિવસે ને દિવસે એનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે.મોટા મોટા વિકાસના નામે કરવામાં આવતા દાવાઓના એમઓયુ વિદેશી કંપનીઓને આપવામાં આવી રહ્યા છે.ઉદ્યોગપતિઓના દેવાઓ માફ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો દેવાના કારણે કપરી પરિસ્થિતિમાં મુકાયા છે.દેશની ગૌરવ લેવા જેવી સંસ્થાઓ જેવી કે આઈઆઈએમ,આઈ આઈ ટી અને અન્ય ઘણીબધી નામચીન સંસ્થાઓ જે દેશવાસીઓના ટેક્ષના પૈસાથી ચાલે ને વિદ્યાર્થીઓ તૈય્યાર થઇને વિદેશીઓને વિકસિત કરે એ કેટલા
અંશે
યોગ્ય
ગણાય
? વિકાસ ઘણો બધો થયો છે, પણ જે આપણા દેશની અંદર પ્રતિભાઓ કે કંઇક કરવા માંગે એમને કાં તો સ્પેસ નથી મળી યા કાં તો સરકારી નીતિયો યા ભ્રષ્ટાચારનો શિકાર બનેલા છે ,બાકી દરેક ભારતીય ના રજે રજમાં દેશભાવના છલોછલ ભરેલી છે (સિવાય ચાર પાંચ સ્વાર્થી રાજકારણીઓ અને ધર્મ ના ઠેકેદારો જે એમ સમજે છે કે દેશ અમારા કારણે ચાલે છે.)એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને
જનતા
જનાર્દનની
તાકાતથી
જાકારો
આપે.
સરદાર સાહેબનું એક વાક્ય મને બહુ ગમે છે
કે
તમારી અચ્છાઈ,ભલાપણું તમારા માર્ગમાં ઘણીવાર બાધક બને છે.એટલે તમારી આંખોને ક્રોધથી લાલ થવા દો અને અન્યાયનો મજબુત હાથોથી સામનો કરો.આજે તો સારા માણસો સત્તામાં બેસેલાઓને ક્યાંથી ગમશે કેમકે જ્યાં પાંચ પાસ શિક્ષણમંત્રી,નકલી ડિગ્રીઓની બોલબાલા અને જેનો વિષય ના હોય,પારંગત ના હોય એવા ખાતાઓના મંત્રીઓ બની જતા હોય છે અને એમના નિર્ણયો એટલા હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય હોય છે છતાં ચાલે છે બધું, ને એને આજનો કેહવાતો લોકશાહીનો ચોથો સ્તંભ સોનાનો ઢોળ પેહરાવી ચકચકિત કરી નાખે છે ને પ્રજાને મુર્ખ બનવાની એક પણ તક ભૂલતા નથી.એનું કારણ આપણ
સહું
સારી રીતે જાણીએ
અને
સમજીએ
છીએ
ઉલ્લેખ કરવાની જરૂર નથી.એક વાત સમજમાં નથી આવતી દરેક ને ખબર છે ,ખોટું નરી
અને
ખુલ્લી
આંખોની સામે ચાલી રહ્યું છે ચોખ્ખું દેખાઈ
રહ્યું
છે તો એવું કયું પરિબળ કે શ્રધ્ધા કામ કરી રહી છે જે અન્યાય થતો જોઈ રહી છે.કમસે કમ સરદાર પટેલે
કહ્યું એમ અન્યાયનો સામનો તો મજબુત હાથોથી કરો કે સુત્રો,નારા,ફોટા પૂરતા જ ઉપયોગ કરીશું સરદારને ? એમના વિચારોને ક્યારે અમલમાં મુકીશું ? પટેલ સાહેબ એવું માનતા કે એકતા વગર જનશક્તિ શક્તિ નથી જ્યાં સુધી એને ઠીક રીતે એકજુટ ના કરવામાં આવે,અને જ્યારે એકજુટ થાય ત્યારે તે આધ્યાત્મિક શક્તિ બની રહે છે,ને એટલે જ સરદાર પટેલે ચર્ચિલ ને કહ્યું હતું કે ભારતને બચાવવા કરતાં ઇગ્લેન્ડ ને બચાવવાની ચિંતા કરો.આ પાવર,પ્રકૃત્તિ સરદારમાં જ હોઈ શકે ,એમાંથી આજનો દરેક યુવાનની સાથે
નાના
મોટા સહું શીખ લે તો પણ ઘણું છે.
સરદાર પટેલે ત્યાં સુધી કહ્યું છે કે અગર આપણે હજારો ની સંપત્તિ પણ ગુમાવી દઈએ અને આપણું જીવન બલિદાન થઇ જાય ,તો પણ આપણે હંમેશા હસતા રેહવું જોઈએ તેમજ ઈશ્વર અને સત્યમાં વિશ્વાસ રાખી પ્રસન્ન રેહવું જોઈએ.તો ખાલી ખાલી વાતો પુરતી યા નેતાગીરી પુરતી ન રાખતાં સાચા અર્થમાં સરદાર ના વિચારો આજથી લોકો સુધી પહોચાડવાનું બીડુ દરેક યુવાને ઉઠાવવાનું છે આપણે દરેક નાગરિકે લાલચુ,ભ્રષ્ટાચારી,સ્વાર્થી નેતાઓ અને દેશને બરબાદ કરવાવાળા પરિબળોને જાકારો આપી સરદાર ના સ્વપ્નને જીવંત રાખવાનું છે એના માટે કાંઈ પણ કરી છુટવાની તૈય્યારી રાખવાની છે.આશા રાખીએ કે જે પણ પટેલ સાહેબના વિચારો છે એને સાથ અને સહકારિતાથી નાત,જાત કે ધર્મના વાડાઓથી ઉપર ઉઠી એકતાપૂર્વક પરિપૂર્ણ કરવાની કોશિશ કરીશું...
આવા ઉચ્ચ નેક પ્રમાણિક વિચારો વાળા સરદાર પટેલ કે જેમને સંસ્કારો વારસામાં મળેલ એવા એમના માતાપિતા ને કઈ રીતે ભૂલી શકાય.એમના પિતાશ્રી આદરણીય જવેરભાઈ પટેલ,માતુશ્રી લાડબાઈ ને સત સત પ્રણામ સાથે એમની બધાની આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ અર્પે એ જ ઈશ્વર,અલ્લાહ,જીસસ,વાહેગુરુ,સાંઈ પાસે અભ્યર્થના ..
ઓમ શાંતિ ..આમીન
Comments
Post a Comment