Skip to main content

ઇલાબેન ભટ્ટ - SEWA

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઇલાબહેન ભટ્ટનો જન્મ તા.૭/૯/૧૯૩૩ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઈ.સ.૧૯૫૨માં બી.એ. કરી ઈ.સ. ૧૯૫૪માં કાયદાની ઉપાધી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૫૬માંઅર્થશાસ્ત્રના અધ્યાપક પ્રો.રમેશ ભટ્ટ સાથે લગ્નગ્રંથી જોડાયા. ઇઝરાયલમાંથીલેબરએન્ડ કો-ઓપરેટીવનો ડીપ્લોમા મેળવી સરકારના લેબર ડિપાર્ટમેન્ટમાંકામગીરી કરી. ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૫૯ દરમિયાન શ્રમજીવી બહેનોનું જે શોષણ થઈરહ્યું તેની તરફ તેમનું ધ્યાન ગયું.આ બહેનોને હાગૃત કરીને તેમણે મદદ કરવાની , પગભર કરવાની ઈચ્છા તેમનામાં પ્રગટ થઈ અને તેમને જીવનની સાચી દિશા મળીગઈ.


મહિલાઓને સામાજીક,શૈક્ષણિક અને આર્થિક  સ્થાન આપી સાચા અર્થમાં મહિલાઓને સ્વાંવલંબી બનાવવામાં આવે તો જ મહિલાઓ ખરા અર્થમાં સ્વંતત્ર થઇ શકે.આવા ઉત્કૃષ્ટ વિચાર સાથે ઇલાબેન ભટ્ટે૧૯૭૨માં સેલ્ફ એમ્પ્લોઈડ વુમન એસોસિએશન (seva) સંસ્થાની સ્થાપના કરી.જેઆજે સમગ્ર વિશ્વમાં જાણીતી છે.આ સેવાકાર્યોની કદરદેશ અને દુનિયાએ પણ કરી છે.સેવાના સ્થાપક, ગુજરાત યુનિવર્સીટીનાંકાઉન્સીલર, પદ્મશ્રી(૧૯૮૫), પદ્મભૂષણ(૧૯૮૬), ઇંદિરાગાંધી શાંતિ પુરસ્કાર અને અન્ય કેટલાયપુરસ્કારોથી સંન્માન કરવામાં આવેલ છે.

આઝાદીની ચળવળના વાતાવરણમાં ઈલાબેનનો જન્મ અને ઉછેર થયેલ.આઝાદીનાં સંઘર્ષનાંસહયોગી ઇલાબેન ભટ્ટ છે.,ગાંધીજીનાં માર્ગે ચાલનારા ઇલાબેન.તેમણે ભારતનાં નવનિર્માણમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે.1954માં લૉગ્રેજ્યુએશનમાં ગૉલ્ડમેડલ મેળવ્યું. અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થઇ મજૂર મહાજન સંઘમાંજોડાયા. મજૂર ચળવળની શરૂઆત અમદાવાદથી થઇ. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કામકર્યું. ગાંધીજીએ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો.મજૂર પોતાના ટ્રસ્ટી છે.દરેક વ્યક્તિની સમાજ તરફજવાબદારી રહેલી છે. 1955માં ઉદ્યોગો અને યુનિયનો ધમધમતા હતાં.મિલો બંધ પડવાની શરૂઆત થતા મજૂરોની હાલત બગડી. મજૂરોહડતાલમાં જોડાયા અને મજૂરોનાં ઘર મહિલાઓ ચલાવતી હતી. મહિલાઓ જુદા જુદાકામ કરી કમાણી કરી રહી હતી. મહિલાઓની રોજગારીનું મહત્વ સમજાયું અનેબહેનોનાં સંગઠનની જરૂરીયાત જણાઇ.સાવ સામાન્ય શાકવાળી, વાસણ, કપડાં લેનારી, લારીવાળી જેવી અભણ અનેઅબોધ ગણાતી બહેનોને એકત્ર કરી તેમના પ્રશ્નો વિષે, તેમના અધિકારો વિષેતેમણે જાગૃત કરી. એક નાની શરૂઆત મોટા વટવૃક્ષમાં પરિણમી.ઈ.સ. ૧૯૮૦માં વિશ્વની મહિલાઓને ધિરાણ મળે તે માટે તેમણે વિમેન્સ વર્લ્ડ બેંકની સ્થાપના કરી.

સેવા 8 કરતાં વધારે રાજ્યોમાં કામકરે છે. 1૦૦ કરતાં વધારેસહકારી સંસ્થાઓ ચાલે છે. સેવાયુનિયન પણ ચાલે છે. સેવાની કુલ સભ્ય સંખ્યા 19 લાખ ઉપરાંતની છે. તે સમયમાં દરેકનીપરિસ્થિતી સારી ન હતી.દેશનાં શ્રમદળમાં 90% લોકો કામદારો હતાં. જેઓની કામદાર તરીકે નોંધણી થઇનહોતી. આવા લોકોનું નામ બેરોજગાર તરીકે નોંધાતું.શ્રમદળ માટેયુનિયન બનાવ્યું. 50% કુટુંબોની આવક મહિલાઓ થકી થતી હતી. 33% કુટુંબોનુંભરણપોષણ માત્ર મહિલાઓ દ્વારા થતુ હતું. તેમના માટે બજેટમાં કોઇ ફાળવણી નહતી. તેમને સ્વાશ્રયી કહેવાની શરૂઆત થઇ. વિકાસશીલ દેશોનું મોટા ભાગનુંઉત્પાદન સ્વાશ્રયી દ્વારા થતુ હતું. સેવા બૅન્કનો હેતુ ખાનગી લેણદારોથીમુક્તિનો હતો. બૅન્કોમાં કામદારોની ગણના થતી નહી.કામદારો માટે બૅન્કબનાવવાની પરિસ્થિતી સર્જાઇ.

ગાંધી વિચારોમાં શ્રમનું ઘણું જ મહત્વ છે.બાળકોનાં અધિકાર માટેનાં કામથી હિલેરી ક્લિન્ટનને મળ્યાં. કર્તવ્ય સમજીગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયા. હાલની શિક્ષણ વ્યવસ્થા "તૌબા-તૌબા" હાલનુંશિક્ષણ પ્રાથમિક જરૂરિયાત પણ નથી પુરી પાડી શકતું. હાલના સમયમાં પ્રામાણિકઅને મહેનતુ લોકો ગરીબ જ રહે છે. તેમના પર અત્યાચારો થતા રહે છે. શિક્ષણનોસમાજ સાથે સીધો સબંધ હોવો જોઇએ. શિક્ષણથી ચારિત્રશીલ કાર્યકર્તા બનવો જોઇએ.આજે શિક્ષિત બેકારોની સંખ્યા વધી છે. આપણે આઝાદ છીએ પણ ટેક્નોલોજીનાંગુલામ બની રહ્યાં છીએ. ટેક્નોલોજી માણસને ગુલામ બનાવે છે. મુખ્ય ત્રણ સેવાઓઆરોગ્ય, શિક્ષણ અને બૅન્કિંગ છે. સરકારી યોજનાઓનું અમલીકરણ થવું ખુબ જ જરૂરી છે.
ઇલાબેને વિશ્વ મહિલા બેંક’ , ‘વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજનપંચઅને રાજ્ય સભામાં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલઅને સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનીવર્સીટી દ્વારાઇલાબેનને ડોકટરેટની માનદ ઉપાધી એનાયત કરવામાં આવેલ છે. ઇલાબેનના કેટલાકપુસ્તકો જેવાકે શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’ , અનેવી આર પુઅર બટ સો મેનીમાં તેમની વૈચારિક પરિપક્વતા અને સેવાકીયપ્રવૃત્તિ દ્વારા નારી સશક્તિકરણ માટેના પ્રયત્નો દ્રષ્ટિગોચર થાય છે.

સેવામાં વિડીઓ સેવાઅને કોમ્યુનીટી રેડીઓ (રુડીનો રેડીઓ)દ્વારા મહિલાઓને કામ કરવાના પ્રશિક્ષણ ઉપરાંત જીવનના એક અલગજ આયામનું માર્ગદર્શનઆપવામાં આવે છે જે મહિલાઓના વ્યક્તિત્વ વિકાસ માં યોગ્ય ભૂમિકા ભજવે છે.નેલ્સન મંડેલા દ્વારા સ્થાપિત ધ એલ્ડરસસાથે ઇલાબેન ભટ્ટ જોડાયા અને બાળલગ્ન અટકાવવાની ઝુંબેશ ને પ્રોત્સાહન આપ્યું.

શ્રમજીવી મહિલાઓ માટે વિરલ કામગીરી કરવા બદલ તેમને વિશ્વ વિખ્યાતરોમન મેગ્સેસ એવોર્ડ (1977 ), રાઇટ લાઇવલી હુડ ( 1984)સહીત અનેક રાષ્ટ્રીય એવોર્ડ અને ગુજરાતમાં વિશ્વગુર્જરીસહીત એવોર્ડથી સન્માનિત થયેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપણ તેમને નગરભૂષણ એવોર્ડ એનાયત થયેલ છે. 

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...