આદિવાસીઓના જનનાયક બિરસા મુંડાએ પોતાના મુંડા સમાજની જમીન ઉપર થતી પેશકદમીથી કંટાળી અંગ્રેજોની સામે બંડ પોકારી અંગ્રેજોને હંફાવ્યા હતા.નાનપણથી જ મુંડા સમાજ અન્યાય સામે લડવા બિરસાની વાતોને આદેશની જેમ માનતા.જળ,જંગલ,જમીનની લડાઈમાં બિરસાની સાથે યુવાનોની મોટી ફોજ જોડાયેલી હતી.બિરસા મુંડા પોતાના વિસ્તારમાં એમની જ ઈચ્છાઓ સ્વતંત્ર જીવન બધા જીવી શકે એવુ ઈચ્છતા હતા. છોટા નાગપુર પાસેની સેલરકાવ પહાડીઓમાં બિરસા મુંડાએ અંગ્રેજોની સેનાને હરાવી દીધી હતી. તીરકામઠાથી સજજ ગોરિલા યુદ્ધમાં માહીર બિરસાના સૈનિકોએ અંગ્રેજોને તગેડી મુક્યા અને કેટલાય અંગ્રેજી સૈનિકોને ખતમ કરી દીધા.અંગ્રેજ સરકાર બિરસાને શોધવા રીતસરની ગાંડી થયેલ. બિરસાની માહિતી આપનારને એ વખતના ૫૦૦ રૂપિયા લાખોમાં કહી શકાય અત્યારના ઇનામની અંગ્રેજોએ જાહેરાત કરી દીધેલ.અંતે બિરસા ચક્રધરપુરની પહાડીઓમાંથી પકડાયેલા.રાંચીની જેલમાં માત્ર ૨૫ વર્ષની વયે આ ક્રાંતિકારી મૃત્યુ પામેલા. બિરસા મુંડાની જળ,જમીન,જંગલની લડાઈ પરથી પ્રેરણા મેળવી આજના આદિવાસી અને અન્ય ઘણા યુવાનો પોતાના હક્ક અને અધિકારની લડાઇ લડી રહ્યા છે લાખો સલામ બિરસા મુંડાને _/\_