ભારત ખેતીપ્રધાન દેશ છે એ તો આપણે સહું સારી રીતે જાણીએ જ છીએ પરંતુ આ ખેતી અને પશુપાલન થકી જે સમૃદ્ધી છે એના પાછળનું મુખ્ય કારણ માત્ર અને માત્ર પાણી છે.પશુઓ જે ઘાસચારો ખાય છે અને દૂધ આપે છે અને દર પંદર દિવસે એનો પગાર કેવો સારો લાગે છે ? એ જ રીતે ખેતીની ઉપજના પૈસા આવે એટલે કેવા સરસ લાગે છે !? પણ ક્યારેય એમ વિચારીએ છીએ કે આના પાછળ રહેલ કારણ “પાણી’ ની કેટલી ચિંતા કરીએ છીએ ? કચ્છ અને રાજસ્થાનની પરિસ્થતિ જોઈએ તો પાણીની વિકટ સમસ્યાને કારણે માઈગ્રેટ થવું પડે છે.પોતાની ટકાઉ ખેતી કે જેના પર આપણો વ્યવસાય કે આજીવિકાના સ્ત્રોત નિર્ભર છે એવા 'પાણી' વિશે હવે તો ખુબ જ ગંભીરતાથી વિચારવું પડશે.સરકાર કહી રહી છે એટલે જળ સંચય કરવું જરૂરી છે એ રીતે નહીં પરંતુ આપણો વ્યવસાય,જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ બધું એના પર નિર્ભર છે.સારા જીવન નિર્વાહ માટે જળ સંચય ખુબ જ જરૂરી છે.
છેલ્લા ૨૫-૩૦ વર્ષના અનુભવો જોઈએ તો પાણીના તળ વર્તમાનમાં ખુબ જ ઊંડા જતા રહ્યા છે.પેહલાના સમયમાં તો કુવાઓમાંથી પાણી લેતા.અત્યારે એ કુવાઓ તો ખાલીખમ છે.હવે તો બોર પણ પેહલા ૪૦૦-૫૦૦ ફૂટે હતા એ પણ ૮૦૦-૧૦૦૦ એ પહોચવા આવ્યા.દર વર્ષે પાણીના લેવલ નીચે જઈ રહ્યા છે.દરેક ગામમાં કમસે કમ ૫૦-૧૦૦-૨૦૦-૫૦૦ વસ્તી પ્રમાણે બોર હોય છે.સરેરાશ આઠ કલાક વીજળી આવતી હોય છે.એક બોર એક કલાકમાં એક લાખ લીટર જેવું પાણી કાઢતું હોય છે.તો એક બોર દિવસનું આઠ લાખ લીટર પાણી કાઢે. દા.ત. એક ગામમાં ૧૦૦ બોર હોય તો દિવસનું આઠ કરોડ લીટર પાણી નીકળે.વર્ષનું ૨,૯૨,૦૦૦૦૦૦૦૦ લીટર થાય.આટલું અબજો લીટર પાણી કાઢીએ છીએ તો એટલું ઉમેરીએ છીએ ખરા !?.
આજથી ૩૫-૪૦ વર્ષ પેહલાં કુવાનું કે ઉપરના તળનું પાણી પીવાતું જેના કારણે પાણીજન્ય રોગો પણ નહીવત થતા,આજે ૫૦ વર્ષની ઉંમર થાય તો હાડકાના દુખાવા,ઘુંટણના દુખાવા,પથરીના કેસો વધુ જોવા મળે છે.ક્યાંક નવજાત બાળકો ખોડ-ખાંપણ વાળા જન્મે છે.આનું કારણ સમજવા જેવું છે,વધુ પાક લેવા માટે યુરીયા રસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ.આવી કંપનીઓએ પણ માજા મૂકી છે.વીઘે ચાર-ચાર થેલીઓ નાખતા હોય છે.એ ખાતરના ઝેરી તત્વો જમીનમાં જાય પછી રોગો થવાના જ થવાના !!! પંજાબની કેન્સર ટ્રેન આનું ઉદાહરણ છે.
ખર્ચની દ્રષ્ટીએ જોઈએ તો એક કોલમ પાઈપ ઉતારવાનો ટોટલ ખર્ચો ૧૨૦૦૦ જેવો થાય.સરેરાશ ખર્ચ ખુબ ઉંચો આવતો હોય છે અને રીચાર્જનો ખર્ચ ખુબ જ નીચો આવે છે અને અન્ય આરોગ્યને લગતા ફાયદા તો ખરા જ.આ બાબતે જે પણ ખેડૂતો સંચય માટે તૈય્યાર થતા હોય તો વ્યક્તિગત નહી પરંતુ સામુહિક રીતે તૈય્યાર થઇ માલ સમાન લાવે તો હજી ખર્ચ ઓછો આવવાની શક્યતા છે.તો દરેક ગામ-શહેરમાં જાગૃત નાગરિકો અને નાગરિક સમાજ સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન,વોટરશેડ ડેવલોપમેન્ટ અને જળ સંચય માટે યોગ્ય તૈયારીઓ શરૂ કરી દેવી એ દેશના હિતમાં છે.
નિતી આયોગ ૨૦૧૯ :
- 2020 સુધી ભારતના 21 મોટા શહેરોમાં ભૂગર્ભજળ ખતમ થઈ જશે જેમકે બેંગ્લોર,હૈદરાબાદ,ચેન્નઈ અને અન્ય મોટા શહેરો,મતલબ 18 મહિના જ બાકી છે.
- ૨૦૩૦ સુધી ૪૦% ભારતની વસ્તી માટે પીવાનું પાણી નહીં મળે.
યુ. એન. :
2,027 સુધી યુનાઇટેડ નેશન અનુસાર ભારતની વસ્તી ચીનને પાછળ મૂકી દેશે મતલબ આપણે નંબર વન પર હોઈશું.
- ૨૦૩૦ સુધી ભારતની પાણીની માંગ બે ગણી થઈ જશે.
- વર્લ્ડ બેન્ક અનુસાર પાણીની અછતના કારણે ભારતની જીડીપીને ૨૦૫૦ સુધી ૬% નું નુકસાન થશે.
(સરકારનું સપનું છે કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દઈશું પણ શું આવી પરિસ્થિતિમાં એ શક્ય છે !?)
- 2022 સુધી ખેડૂતોની બમણી આવક કરવા માટે 60 અરબ ડોલર કૃષિ પેદાશો નિર્યાત કરી શકાશે!!?
નીતિ આયોગના 2018 રિપોર્ટ પ્રમાણે :
- ઇતિહાસમાં આટલી બધી પાણીની વિકટ સમસ્યા ભારતે ક્યારેય ભોગવી નથી.
- 60 કરોડ લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે.
- દર વર્ષે સ્વચ્છ પાણીના અભાવે બે લાખ લોકોના મૃત્યુ થાય છે.
- ગયા વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
Need of present world and for all. Good Work.
ReplyDelete