આજનો આધુનિક યુગ મોબાઈલ-કોમ્યુટરનો થઈ ગયો છે. સૌથી વધારે સમય લોકો એની સાથે વિતાવતા થઈ ગયા છે તો એ ડીજીટલ સાધનોમાં પણ હવેના દિવસોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે. જેને 'સાઈબર ક્રાઈમ' 'હેકીંગ','ફીશીંગ','સ્નૂફીંગ','હની ટ્રેપ' યા 'ફ્રોડન્ટ' કહી શકીએ. આ શક્ય છે વાઇરસ,ટ્રોજન,એડવેર,માલવેર, રેનસમવેર,કી લોગર અને અન્ય કેટલાય પ્રકારના દેશી ભાષામાં કહીએ તો 'વાઈરસ' જે તમારા ડિવાઇસની ઓપરેટીંગ સીસ્ટમમાં ઘુસી તમારા ડેટા,માહિતીને નુકશાન કરી શકે છે. થોડો જટીલ વિષય છે પરંતુ જાગૃતતા અપને જાણકારી ખુબ જ જરૂરી હોવાથી ડીજીટલ ફૂટપ્રિન્ટ પર માહિતી આપવાનો પ્રયાસ કરીશ. જે ખુબ જ જરૂરી છે. 'ડિજિટલ ફૂટપ્રિન્ટ' એ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તમે બનાવેલ ડેટાનો ટ્રાયલ છે,આપણે દરરોજ અલગ અલગ વેબસાઇટ્સની મુલાકાત લઈએ છીએ, ઇમેઇલ્સ મોકલીએ છીએ,ઓનલાઇન સેવાઓ પર સબમિટ કરીએ છીએ જેમાં ઘણીબધી માહિતી શામેલ હોય છે.
એવી જ "નિષ્ક્રિય ડિજિટલ ફૂટપ્રિન્ટ" છે ડેટા ટ્રેઇલ છે જેમાં આપણે ઘણીવાર અજાણતાં ઓનલાઇન એવું ને એવું લોગીન થયેલ,ખુલ્લી મુકેલી વેબસાઈટ,બ્રાઉઝર બંધ કર્યા વિના છોડીને જતા રહીએ છીએ.વર્ષો પેહલા ખોલેલા નિષ્ક્રિય ઈમેઈલ્સ,એકાઉન્ટ્સ વાપરવાના પણ બંદ કર્યા હોય છે.ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ વેબસાઇટની મુલાકાત લો છો, ત્યારે વેબ સર્વર તમારા આઇપી સરનામાંને લોગ કરી શકે છે, જે તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતા અને તમારા અંદાજિત સ્થાનને ઓળખે છે. એ જ આઈપી સરનામું બદલાઈ શકે છે,જુના ખોલેલા મેઈલ કે એકાઉન્ટ જે વાપરતા ન હોવા છતાં હજી પણ તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટનો ભાગ માનવામાં આવે છે. તમારા નિષ્ક્રિય ડિજિટલ ફૂટપ્રિન્ટનું વધુ વ્યક્તિગત પાસું એ તમારું શોધી શકાય એવો ઇતિહાસ છે, જ્યારે લોગ ઇન હોઈએ ત્યારે કેટલાક સર્ચ એન્જીન દ્વારા આવા એકાઉંટ સચવાયેલા હોય છે અને એક્સેસીબલ હોય છે.
ઇન્ટરનેટ પરથી તમારી 99 % ડિજિટલ ફૂટપ્રિન્ટના ને કેવી રીતે ડીલીટ કરી શકાય [આ એક પ્રકારનો થ્રેડ છે]
1) પ્રારંભિક આવશ્યકતાઓ
એવા તમામ બંધ-ચાલુ દરેક ઇમેઇલ ને ખોલો યા એક્ટીવ કરો જે તમે બનાવેલ હોય અને જેનો તમે પાછલા 10 વર્ષોમાં ઉપયોગમાં લીધા હોય.
જો તમે ઉપયોગ ન થવાના કારણે એક્સેસ ગુમાવી દીધી હોય તો તમે તેમને પુન: રીકવર કરો જેથી,જે તે વેબસાઇટ્સ,સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરીને સાઇન ઈન અને એક્સેસ કરી શકાય એવા.
૨) ભૂલાઈ ગયેલી સેવાઓમાંથી જૂના એકાઉન્ટ્સને ડીલીટ કરી નાખવા.
તમારા ઇ-મેલ પરથી સાઇન અપ કરો" અથવા "વેલ કમ" જેવા શબ્દસમૂહોથી જે પોપ અપ થઇ રહી હોય એવી કઈ કઈ સર્વીસો ચાલુ છે એને શોધો.
ડિલીટ એકાઉન્ટ ફંક્શન માટેની સેવામાં જાઓ, દા. ત. google એકાઉન્ટમાં ``"delete account" + "<service>" જો ત્યાં એક પણ સર્વિસ ન હોય તો, ગૂગલ અથવા તમારા એકાઉન્ટને ડીલીટ માટે વિનંતી કરવા આપેલ સપોર્ટ ઇ-મેઇલ,મોબાઈલની મદદ લો.
કેટલીક સેવાઓ માટે, તમે જે એકાઉન્ટને ડીલીટ કરવા માંગો છો ,પહેલા તેની બધી સામગ્રી અને સંદેશાઓને સાફ કરી દો, કારણ કે એકાઉન્ટ આર્કાઇવ થઈ શકે છે અને પછીની તારીખે કોઈ હેકર અથવા બાહ્ય એન્ટિટી આ માહિતીને એક્સેસ કરી શકે છે.તે ધ્યાનમાં રાખવું ખુબ જરૂરી છે.
૩) તમારી માહિતી પહેલેથી કોમ્પ્રોમાઈઝ કરવામાં આવી છે કે કેમ તે તપાસ કરવી.
તમારી પાસે તમારા બધા વપરાશકર્તાનામો અને બધી સેવાઓની સૂચિ હોવી જોઈએ, સ્ટ્રીમિંગ સેવાઓથી માંડીને ઇ-મેલ્સ સુધીની.
આ માહિતીને શોધવા માટે તમારે ગૂગલનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે બુલિયન સર્ચ (boolean searches) નામની સેવાનો ઉપયોગ કરવાની જરૂર છે.
તમારું ગૂગલ એકાઉન્ટ જોઇશે.
"<accacount_name>"
કેટલીકવાર તમારા એકાઉન્ટનું નામ + પાસવર્ડ આવા હોઈ શકે છે:
"<એકાઉન્ટ>" + "<પાસવર્ડ>"
ઘણીવાર સંભવત પેસ્ટબીન લિંક્સ અથવા સિક્રેટ ડેટાબેસેસ ઇન્ટરનેટ પર સાર્વજનિક રૂપે એક્સેસિબલ, અથવા સંભવત ખાનગી માહિતી લીક થઇ જતી હોય છે.આ સામાન્ય બાબત થઇ ગઈ છે. આવું ઘણી બધી સેવાઓમાં થાય છે.
નોધ રાખવી કે ક્યા પાસવર્ડ્સ/માહિતી કોમ્પ્રોમાઈઝ થઇ હશે.!!
કેટલાક ડેટાબેઝ લિક થોડી વધુ ખાનગી હોય છે અને હજી પણ ખાનગી વર્તુળોમાં શેર / વેચવામાં આવે છે, પરંતુ તમે આ વેબસાઇટની મદદ લઇ શકો છો: https://haveibeenpwned.com/ તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે કે કેમ તે ચકાસવા માટે, જેથી તમે તમારી લાઇવ માહિતીને જુદી જુદી રીતે બદલી શકો ..
4) ગૂગલથી પોતાની માહિતી દૂર કરવી.
તમે તમારા ફેસબુક કે અન્ય એકાઉન્ટ્સ ડીલીટ કરી નાખ્યું છે, પરંતુ જ્યારે તમે બુલિયન સર્ચનો ઉપયોગ કરીને તમારું નામ અને સ્થાન ગૂગલ કરો છો, ત્યારે તમારા વિશે જ્યારેત્યારે ભરેલ માહિતી / લિંક્સ હજી પણ ઉપલબ્ધ છે.
તેના માટે એક સોલ્યુશન છે, જેને ગૂગલ કન્સોલ કહે છે.
તમે અહીં ગૂગલ કન્સોલનો ઉપયોગ કરી શકો છો: https://t.co/B673BbhtQZ?amp=1 તમે સર્ચ એંજિનને ડીલીટ કરી નાખવા / અપડેટ કરવા માટે વિનંતી કરી શકો છો (જે સામાન્ય રીતે અમલ માટે મહિનો લે છે).
વિવિધ ગૂગલ સર્ચ પર જાઓ અને આ પ્રકારની ન જોયતી સર્વિસો બંધ કરો.
5) મોટાભાગે કાનૂની રૂપે ગૂગલ સામે પોતાનું રક્ષણ કરી શકો છો.
તમારા કોઈપણ ડેટાને કાયદેસર રીતે સ્પર્શ કરવા માટે ગુગલને મંજૂરી આપવી ન આપવી એ તમારા હાથની વાત છે.
અહીં તમે ગૂગલની દરેક સેવાઓમાંથી પસાર થઈ શકો છો: https://t.co/HQqbdfnZXv?amp=1
પોતાને અન્ય સેવાઓ સામે રક્ષણ આપવું
કોઈપણ અન્ય સેવાઓ જેનો તમે ઉપયોગ કરવા માંગો છો, તમારે ગોપનીયતા સેટિંગ્સની પ્રક્રિયા સંપૂર્ણ કરવાની જરૂર છે.
જો તમે ફેસબુકનો ઉપયોગ કરવા માંગતા હો, તો ખાતરી કરો કે તમે તેને લગભગ સંપૂર્ણ ખાનગી બનાવ્યું છે, જેથી લોકો ખાનગી ફોટા-વિડિઓને એક્સેસ કરી શકતા નથી.
6 ) જૂના ઇ-મેલ્સ ડીલીટ કરવા.
હવે તમે તમારા જૂના ઇ-મેલ્સને એક્સેસ કરી શકો છો, તે પણ ઉપયોગમાં ન લેવાતા હોય તો ડીલીટ કરી નાખવાનો સમય છે.એક્સેસની જરૂર ન હોય તેવા કોઈપણ બિનઉપયોગી ઇ-મેલ્સને ડીલીટ કરી નાખો.તમારે ભવિષ્યમાં આવશ્યક પડવાની હોય એવા ઇ-મેઇલ ડીલીટ ન કરવા.જરૂર હોય એવા ઈમેલ સુરક્ષા પ્રશ્નો અને પાસવર્ડ બદલો.
7) એકાઉન્ટ્સ સુરક્ષિત કેવી રીતે કરશો ?
તમારે દર 6 મહિનામાં નિયમિત રૂપે ઉપયોગી સેવાઓ પર પાસવર્ડ્સ બદલવા જોઈએ,ઓછામાં ઓછા આઠ અક્ષરો અને સ્પેશિયલ કેરેક્ટર પણ રાખવા.
કેમ?
કારણ કે નવા હેકરો દરરોજ નવા ડેટાબેસેસની એક્સેસ મેળવે છે, અને તેઓ તે માહિતીનો ઉપયોગ બ્રુસ, અથવા ભવિષ્યમાં, વ્યક્તિગત રીતે તમારા એકાઉન્ટ પર હુમલો કરવા માટે કરશે.
એક બીજા જેવા સમાન કોઈપણ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં.
હેકર્સ સ્માર્ટ છે. ખાસ કરીને જ્યારે તે કોઈ વ્યક્તિગત હુમલો હોય.
તેઓ તમારા ઘરના સરનામાંઓ અથવા જન્મ તારીખ સાથે સરળતાથી તમારા જૂના પાસવર્ડ્સને તેમની જરૂરીયાત પ્રમાણે જોડશે.
એકવાર તેઓ અંદર ઘુસી જાય, પછી કેટલીક સેવાઓ તેમને દરેક વસ્તુની એક્સેસ આપશે અને તેઓ અંદર ઘુસ્યા પછી તેમને બહાર કાઢવા અશક્ય છે.
સારા સમાચાર એ છે કે હાલ લગભગ કંપનીઓ અને ઘણી બધી સેવાઓ આને અપડેટ કરી રહી છે, જેથી તમારી પાસે ફક્ત એક જ સેસન સક્રિય થઈ શકે છે.
થોડા સમય પહેલાં તમે ક્યારેય જાણી શકતા ન હતા કે કોણે એક્સેસ કર્યું હતું.
8) તમારા ઇન્ટરનેટ કનેક્શનને સુરક્ષિત રાખવું.
ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તમારે VPN નો ઉપયોગ કરવો જોઈએ.
બેંકિંગ સેવાઓ અથવા કોઈ પણ ગુપ્ત વ્યવહાર કરતી વખતે VPN નો ઉપયોગ કરશો નહીં, પરંતુ ઇન્ટરનેટ પર જાહેરમાં સર્ફ કરતી વખતે તેનો ઉપયોગ કરો.
આ સાથે સંયોજનમાં ડકડકગોનો ઉપયોગ કરવામાં મદદ મળશે.
વી.પી.એન. નો ઉપયોગ કરી રહ્યા છો તો તેમાં કોઈ લોગ બનતા નથી.
તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારા વીપીએનનું પબ્લિક ઓડિટ થયું છે જેની ખાતરી કરવા માટે કે તેમાં કોઈ લોગ નથી.
આનો અર્થ એ કે તે માટે તમે તેમના ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ શું કર્યો તેનો કોઈ રેકોર્ડ નથી રહેતો.
અને જ્યારે તમે વી.પી.એન. વાપરો ત્યારે તમારા આઈ.એસ.પી.ને જાણવું પણ મુશ્કેલ છે.
9) બર્નર એકાઉન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.
નકલી નામ અને માહિતીનો ઉપયોગ કરીને ગૂગલ જેવી જાણીતી ઘુસણખોરી સેવાઓ પર બર્નર એકાઉન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.
આ કાયદેસર છે અને સેવાઓમાં તમારી માહિતી ડેટા એવોઈડ કરવ માટે તમારે આ કરવું જોઈએ.
10) નિયમિતપણે તમારી ઇન્ટરનેટ સામગ્રી ડીલીટ કરી નાખવી.
નિયમિતપણે તમારી ટ્વીટ્સ અને જૂના ફોટા ડીલીટ કરી નાંખવા જોઈએ.
આ ડેટાનો ઉપયોગ તમારા એકાઉન્ટ્સનો સંદર્ભ લેવા અને વધુ વ્યક્તિગત માહિતી શોધવા માટે થઈ શકે છે.
હેકર્સ લક્ષ્ય શોધી શકશે અને મહિનાઓ સુધી તેનું વિશ્લેષણ કરશે.
હેકર્સ તમારી જૂની ઇન્ટરનેટ માહિતીનો ઉપયોગ આ કેટલાક વિશ્લેષણમાં અલગ અલગ પીસમાં, તમારો સામાજિક વર્તુળ નબળાઈ શોધવા માટે કરશે.
કોઈપણ પ હુમલો થઈ શકે છે. તમે હજી સુધી લક્ષ્ય બન્યા નથી.
નિવારણ દ્વારા પોતાનો બચાવ કરો.
ઉદાહરણ તરીકે તાજેતરમાં બનેલી ઘટના વિશે વાંચો : https://t.co/iMT1u0C3RK?amp=1
આ કંઈ અઘરું નથી. અત્યારે ઉપલબ્ધ ટૂલ્સની મદદથી ખૂબ જ સરળ છે દરેકને આજે એક્સેસ કરી શકાય છે.
Comments
Post a Comment