સંશોધનકર્તાઓને માલવેરના ઇન્ફેક્શન લાગ્યો હોવાનું જાણવા મળ્યા બાદ એપલે આ સપ્તાહે એપ્લિકેશન સ્ટોરમાંથી 17 એપ્સને દૂર કરી.
એપ્લિકેશનના આ જૂથમાં મળેલ ક્લીકર ટ્રોજન બેકગ્રાઉંડમાં જાહેરાતોની લાલચ/કપટ સંબંધિત કાર્યો કરવા માટે રચાયેલ છે, જેમ કે સતત વેબ પૃષ્ઠો ખોલતા રહે અથવા કોઈ પણ વપરાશકર્તાની ક્રિયાપ્રતિક્રિયા વિના લિંક્સો પર ક્લિક કરતા રહે, "વાન્ડેરા ના જણાવ્યા મુજબ." મોટાભાગના ક્લિકર ટ્રોજનનો ઉદ્દેશ છે વેબસાઇટ ટ્રાફિકને પોતાના તરફી કરી હુમલાખોરને એક-પે-ક્લિક-વળતરના આધારે આવક જનરેટ કરવી.
આ દુર્ભાવનાપૂર્ણ પ્રક્રિયા દરમિયાન, વપરાશકર્તાઓને માત્ર બે અસર વધારે જોવા મળી હતી (1) ફોન સ્લો થઈ જવો અને (2) પર્ફોર્મન્સ વીક પડી જવું.એપલની સિક્યોરીટી ખુબ જ સારી હોય છે છતાં આ એપ્લિકેશન્સો એપલની મંજૂરી પ્રક્રિયાને બાયપાસ કરવામાં સમર્થ હતા,કારણ કે દૂષિત પ્રવૃત્તિ કરવા એપ્લિકેશનના કોડમાં ચેડા કરવા પડે છે , પરંતુ આ પ્રક્રિયા તેનાથી વિપરીત બીજા રિમોટ સર્વરના સંપર્ક દ્વારા થઈ રહી હતી.
Comments
Post a Comment