વસંતની શરૂઆતે તહેવારનું આગમન
ઉત્સાહપૂર્ણ છે, પરંતુ જ્યારે તે તેની સાથે પારંપરિક
સંસ્કૃતિની સુગંધ લાવે છે, ત્યારે તે અનુપમ બને છે. ચિશ્તીયા કુટુંબના સુફી સંત નિઝામુદ્દીન
ઓલીયા (1238–1325) ની દિલ્હીની દરગાહ પર વસંત પંચમીની વાર્ષિક ઉજવણી આકર્ષણનું કેન્દ્ર
બની રહે છે.
આ વર્ષે 29 જાન્યુઆરી ૨૦૨૦ એ આ તહેવારની ઉજવણી કરવામાં આવી.
દિલ્હી શહેરના સૌથી પ્રાચીન,ગીચ વસવાટવાળા વિસ્તારોમાંના એક એવા
નિઝામુદ્દીન ઓલિયાની દરગાહમાં તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે તે હકીકત એ યાદ
અપાવે છે કે દિલ્હી ફક્ત વાસ્તવિક રાજકારણ પુરતી જ નથી; પરંતુ તે સાંસ્કૃતિક સુમેળ વિશે અને
સમુદાયોમાં સંતના પ્રેમ અને ધાર્મિક સંવાદિતાના શક્તિશાળી સંદેશ વિશે પણ છે -
નિઝામુદ્દીન ઓલીયાના સૌથી જાણીતા શિષ્ય, અમીર ખુસરો.
ખુસરો દિલ્હી સલ્તનત તરીકે ઓળખાતા સાત
શાસકોના શાહી દરબારનો ભાગ હતા,જેઓ કવિ - સંગીતકાર અને વિદ્વાન જેમના દ્વારા
સર્જાયેલા વિપુલ સામગ્રી સાહિત્યિક અને સંગીતમય ભૂમિ દ્વારા વ્યક્ત થાય છે,
તેમને આજે પણ આપણે યાદ કરીએ છીએ. તે અખંડ માર્ગોમાં
ઉપખંડના સાંસ્કૃતિક વારસાને આકાર આપે છે.
તેમણે ફારસી અને હિંદીમાં લંબાણપૂર્વક
લખ્યું, ‘ખયાલ’ અને ‘તરાના’ ની શોધની સાથે સાથે
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અનેક રાગો, સિતાર જેવા સંગીતવાદ્યો વગાડ્યા, અને કવ્વાલીના પિતા તરીકે પણ ઓળખાય છે.
વસંત પંચમીની ઉજવણી એ જીવન વણાટનો જ એક
ભાગ છે.
આ દિવસે દરગાહ વસંતના ઉત્કૃષ્ટ રંગોમાં
રંગાય છે, તાજા સરસવના ફૂલોના પ્રસાદથી લઈને
સરસવની પાઘડીઓ, દુપટ્ટા અને ખેસ સુધી. તેના થકી
સાંકેતિક ભૂતકાળ અને વર્તમાન વાર્ષિક મોસમી
ચક્રમાં બંધાઈ જાય છે.
દંતકથા છે કે દરગાહ પર વસંત પંચમીની
ઉજવણી, સરસવના ફૂલોથી પૂર્ણ, પૂરબી બોલીમાં ગીતો અને કવ્વાલીઓ નિઝામુદ્દીન ઓલીયા અને અમીર ખુસરોના જીવનમાં બનેલી કોઈ ને કોઈ ઘટનાના વિષય સાથે
જોડયેલી છે.
એવું કહેવામાં આવે છે કે નિજામુદ્દીન
ઓલિયાને તેમની બહેનનો દીકરો તાકુદ્દીન નુહ ખૂબ જ
પસંદ હતો, જેનું ખૂબ જ નાની ઉંમરે નિધન થયું હતું.
છોકરાના મોતથી તેમને ઊંડો આઘાત લાગ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે એના ગયા પછી
તેઓ વાત કરવાનું કે હસવાનું ભૂલી ગયા હતા. તેમની આ હાલતનો કોઈ અંત ન હતો જેની ચિંતા અમીર ખુસરો સતત કરતા રહ્યા.
પછી વસંત પંચમીનો દિવસ આવ્યો.
40-દિવસીય વસંત ઋતુના પ્રથમ દિવસથી લઈને હોળીમાં સમાપન થાય છે, તે હિંદુ કેલેન્ડર મુજબ માગ મહિનામાં પાંચમા દિવસે (પાંચમ) અજવાળિયામાં
પડે છે.
ખુશરો , જે દરબાર તરફ જઇ રહ્યા હતા, તેઓએ હિંદુઓના
એક જૂથને જોયું, કેટલાક તેમના ગળે લટકાવેલા ઢોલ સાથે
હાથમાં મંજીરાઓની સાથે આનંદથી ગાઇ રહ્યા હતા. પીળા રંગમાં ઢંકાયેલા,
તેઓ સરસવના ફૂલો લઈ જઈ રહ્યા હતા. ખુસરોએ તેમને
પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે !? તેઓએ તેમને કહ્યું કે તે વસંત પંચમી હોવાથી કાલીકા
મંદિરમાં તેમના ભગવાનને સરસવના ફૂલો અર્પણ કરવા જઇ રહ્યા હતા.
તે જ ક્ષણે, કલાકાર, ખુસરોને ખબર પડી ગઈ કે તેમણે તેમના દેવ,
નિઝામુદ્દીન ઓલિયાનું સ્મિત પાછું લાવવા અને
જીવનમાં આનંદ પાછું લાવવા શું કરવાનું હતું.!!!
તેમણે પોતાને પીળા રંગની સાડીથી
શણગાર્યા , અને બીજા ઘણા શિષ્યો સાથે, નિઝામુદ્દીન ઓલીયા એકાંતમાં બેઠા હતા ત્યાં પહોચી
ગયા, તેમણે સંતની આસપાસ તવાફ (મક્કામાં કાબાની
પરિક્રમાની વિધિની જેમ) કરવાનું શરૂ કર્યું.
દરેક રાઉન્ડ પૂરા કર્યા પછી, ઢોલના ધબકારે, સાડીથી સુસજ્જ ખુસરો પુરબી બોલીમાં
નીચે આપેલ ગીત ગાઈ ઓલીયાના ચરણોમાં સરસવના ફૂલો અર્પણ કરતાં જાય છે:
આજ બસંત મના લે સુહાગન ,આજ બસંત મના લે
અંજન-મંજન કર પિયા મોરી ,લંબે નેહર લગાયે
તું ક્યા સોવે નીંદ કી માસી ,સો જાગે તેરે ભાગ
સુહાગન આજ બસંત મના લે ....
ઊંચી નાર કે ઉંચે ચિતવન ,ઐસો દિયો હૈ બનાયે
શાહ એ અમીર તોહે દેખન કો,નૈનો સે નૈન મિલાયે
સુહાગન આજ બસંત મના લે .....
રાજકુમાર હરદેવની પર્શિયન ભાષામાં મૂળ
કૃતિના એચ. સજુન દ્વારા કરેલા નિઝામુદ્દીન ઓલીયાની ડાયરીમાં
નોધાયેલ કે નિઝામુદ્દીન ઓલિયા, કેવી રીતે ભર આંસુએ ઉભા થાય છે,
તેમના ભક્તો સાથે ગાય છે અને વાવાઝોડાની જેમ શરૂઆત
થાય છે તેનું વર્ણન છે.
તે પછી તે તેમના ભત્રીજાની કબર પર જાય
છે જ્યાં પ્રાર્થનાઓ પ્રસ્તુત કરે છે અને ગાય છે: ‘અશ્ક રાયઝ અમિદાન અબરો બહાર’ (‘વસંત અને વાદળો આવતા સમયે આનંદનાં આંસુ’). ત્યારબાદથી નીઝામુદ્દીન ઓલીયા રહ.ના અનુયાયીઓએ વસંત પંચમીમાં આ રીતે શરૂઆત કરી છે - સરસવના ફૂલો
લઈને, પીળો પહેરવેશ,શણગાર અને કવ્વાલીઓ ગાઇને.
દિવાન સૈયદ તાહિર નિઝામી, જે બાબા ફરીદના વંશજ છે (જેમણે નિઝામુદ્દીન ઓલીયાને તેમનો અનુગામી તરીકે પસંદ કર્યા હતા) સમજાવે છે કે ઉત્સવ
નિઝામુદ્દીન ઓલિયાની દરગાહમાં મિર્ઝા ગાલિબની કબરની નજીક 'લાલ ચબુતરા' થી શરૂ થાય છે જ્યાં ખાદીમ્સ (દરગાહ પર
હાજર રહેતા સેવકો) , કવ્વાલો અને ભક્તો એકઠા થાય છે,
પીળો પોશાક પહેરે છે, પીળો સ્કાર્ફ,દુપટ્ટા અને સરસવના તાજા ફૂલોની છાબડીઓ,ટોપલીઓ આખી દરગાહમાં જ્યાં જુઓ ત્યાં
વસંતી પીળો રંગ અહલાદક વાતાવરણ સર્જે છે.
અહીંથી સંગીતમય શોભાયાત્રા બાબા ફરીદના
પૌત્ર ખ્વાજા મુહમ્મદની કબર તરફ જાય છે, જેઓ નિઝામુદ્દીન ઓલિયાના ખૂબ નજીક હતા..
આ મજારમાં ગીતો ગાયા પછી, સરઘસ તેમની ધર્મનિષ્ઠા માટે જાણીતા ‘ખલીફાહ’ મૌલાના અલાઉદ્દીન નીલીની કબર તરફ આગળ
વધે છે, જ્યાં ફ્વાઇદ ઉલ ફુઆદની એક નકલ વંચાય
છે, જે મૌલાના નીલીએ પોતાના હાથથી બનાવેલ હતી.
ગાલિબ ,રાજકુમારી જહાંઆરા અને સમ્રાટ
મહમદ શાહ રંગીલાની પસંદ એવી નિઝામુદ્દીન દરગાહના આ ક્ષેત્રમાં, પછીનો વિરામ તાકીઉદ્દીન નુહની કબર છે, જેમનું અચાનક મૃત્યુ નિઝામુદ્દીન ઓલીયાને અંધકારમાં ડૂબાડી દે છે .સરઘસ અહીં થોડો સમય માટે અટકે છે,
અને થોડા કવ્વાલો અને નિઝામીઓ તેમની કબરવાળા નાના
ઓરડાની અંદર જાય છે, જ્યારે બાકીના બહાર રાહ જુએ છે.
ગાવાનું અવિરત ચાલુ રહે છે.
ત્યારબાદ સરઘસ નીઝામુદ્દીન ઓલિયાની સમાધિ તરફ જાય છે, અને તેમના પ્રિય
ખુસરોની કબર સાથે, અબુ બકર 'મુસલ્લાહદાર' (જે ઓલિયાની પ્રાર્થના સાદડી, 'મુસ્લાલ્લાહ'
વહન કરશે) અને મૌલાના મોહિઉદ્દીન કાશાની (ઓલિયાના
વરિષ્ઠ ખલિફાઓમાંથી એક સાથે આગળ વધે છે).
સામાન્ય રીતે, ઓલીયાની દરગાહ પર, કવ્વાલો, આદર વગર ગર્ભમાં પ્રવેશતા નથી. હકીકતમાં,
તેઓ એકલા પગથિયા પર પણ ઉભા નથી રહેતા જે દરગાહ તરફ દોરી જાય છે. તેઓ મજારના દરવાજાની સામે
બેસીને ગાયા કરે છે. વસંત પંચમી જ એકમાત્ર દિવસ છે જ્યારે તેઓ 10 થી 15 મિનિટ માટે
ત્યાં જાય છે અને તેમના ઓલિયાઓ માટે ગાય છે.
જોશીલી ક્ષણોમાં, જ્યારે દરગાહ સરસવનો પીળો સમુદ્ર હોય છે અને કવ્વાલીઓ આકાશ સુધી
પહોંચે છે, ત્યારે ફક્ત મુક દર્શક બની રહેવું
મુશ્કેલ છે. તમે આવતા વસંતની રાહ જુઓ, ફરી એકવાર ઓલિયાના પ્રેમના સંદેશની સુગંધમાં શ્વાસ લેવા માટે, તેમના પ્રિય શિષ્ય ખુસરોનું ઉદાહરણ બતાવી રહ્યું છે કે જેમણે ભારત ઉપખંડમાં સાંસ્કૃતિક સુમેળના શાશ્વત
વસંતનું વણાટ(ગુંથણ) કર્યું છે.
- - ભરત એસ. તિવારી (હિન્દુસ્તાની સાહિત્ય
અને સંસ્કૃતિ પ્રત્યે જુસ્સો ધરાવતા ‘શબદંકન’ નાં સંપાદક છે.)
સાભાર – જનતા
વીકલી
s

Comments
Post a Comment