22 નવેમ્બર 1959 એ જન્મેલા વઢવાણ (સુરેન્દ્રનગર) ખાતે રહી સેવાયજ્ઞમાં જોધાયેલા તૃપ્તિબેન આચાર્યના નાનપણથી જ વારસામાં સેવા કરવાના સંસ્કારો મળેલા છે. જેમનું વર્તમાનમાં મુળ કામ ઘરશાળાના બાળકો સાથે સમય પસાર કરવામાં આનંદ મેળવી રહ્યા છે. એમના બાપુજીએ કહેલ કે જેને કામ પડે એને મદદ કરવી એટલે જનપથ..
બસ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી એ જ કામ સાથે વળગેલા રહ્યા છે. જીવનમાં દરેક કામ ફરજ અને નિષ્ઠા સમજી કર્યા છે.વાંચન એમનો પ્રિય શોખ. એમની સેવાકીય પ્રવૃત્તિઓ અગણિત છે જેમકે કચ્છમાં આવેલા 2001ના ધરતીકંપ બાદ રાહત કાર્યમાં જોડાયા.શ્રમિક વિકાસ ટ્રસ્ટની સહાયથી વિવિધ આજીવિકા આવશ્યકતાઓનું વિતરણ,મહિલા જાગૃતિ ટ્રસ્ટ અને જનપથના સહયોગથી વિવિધ પછાત અને જરૂરીયાત મંદ વિસ્તારોમાં 100 તબીબી શિબિરો અને પશુપાલન શિબિરોનું આયોજન.વઢવાણ, મૂળી, હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં ગરીબ અને પછાત બહેનો માટે સ્વ રોજગાર અને સક્ષમ બનાવવા માટે કોમ્પ્યુટર, સીવણ અને બ્યુટી પાર્લર માટેના તાલીમ વર્ગોનું આયોજન અને સુરેન્દ્રનગર જિલ્લાની પીએચડી અને આર્કિટેકટ કોલેજના વિવિધ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
બેનની અસાધારણ પ્રવૃત્તિઓમાં શ્રમિક સેવા ટ્રસ્ટ, બરોડાના ઉપપ્રમુખ (સુરેન્દ્રનગર જિલ્લના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત એન.જી.ઓ.),સચિવશ્રી, શ્રી મહિલા જાગૃતિ ટ્રસ્ટ, વઢવાણ (મહિલાઓના વિકાસના ક્ષેત્રમાં કાર્યરત એનજીઓ) અને કારોબારી સમિતિના સભ્ય, ઘરશાળા, વઢવાણ. (પછાત વર્ગના બાળકો માટે સંસ્થા કામ કરી રહી છે)
વર્તમાન કાર્યકારી ક્ષેત્ર:
વિચરતી જનજાતિ, મીઠાના કામદારો, વિવિધ પછાત જાતિના નબળા બાળકો તેમજ સવાડા,દેગામ તા.પાટડી અને ત્રણ આશ્રમ શાળાનું સંચાલનની સાથે વિરેન્દ્રગઢ,ધ્રાણગઢના મીઠા કામદારોના બાળકો માટે
વિનય મંદિર હાઇસ્કૂલ, ઘરશાળામાં કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત અને ગાંધીજીનાં મૂલ્યો અને વિચારો સાથે કામગીરી કરી રહ્યાં છે.
કરેલ કામગીરી :
1) ઉપપ્રમુખ, શ્રમિક સેવા ટ્રસ્ટ.
2) મહિલા જાગૃતિ ટ્રસ્ટના સેક્રેટરી.
3) કાર્યકારી સદસ્ય - ઘર શાળા : વઢવાણ કેળવણી મંડળ
4) સહકારી સદસ્ય - જનપથ, અગરિયા હિત રક્ષક મંચ
5) ભૂતપૂર્વ પ્રમુખ,લાયનેસ ક્લબ (સતત બે વર્ષ માટે).
6) ભૂતપૂર્વ સચિવ, લાયનેસ ક્લબ
7) પૂર્વ સદસ્ય, જિલ્લા કોંગ્રેસ સમિતિ, સુરેન્દ્રનગર
8) પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ, એન.સી.પી.
9) પ્રાથમિક સદસ્ય ભારત સેવક સમાજ,
10) સભ્ય, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ
11) આરાધના પ્રકાશન અને મહિલા જાગૃતિ ટ્રસ્ટ, મૈત્રી ગ્રાફિક્સ અંતર્ગત અરવિંદ ભાઈ આચાર્યનાં પુસ્તકો માટે પ્રકાશક.
વિવિધ ક્ષેત્રોમાં કરેલ કામગીરીની વિગતો:
પ્રકાશનો: (ગુજરાતી)
(1) તરણેતર.
(2) પાણી માટે મહિલાઓનો પુરુષાર્થ.
(3) મુઠ્ઠી ઉંચેરી મહિલાઓ.
(4) ઝાલાવાડનો ખાદી ઉદ્યોગ.
(5) અિતિતમાં ડોકિયુ.
(6) સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસ સ્થળો.
'જનયુગ' સાંજ દૈનિકમાં 'ઝાલાવડના સ્ત્રી રત્નો' ની નિયમિત કોલમ.
સંયોજક તરીકે :
શ્રી નારાયણ દેસાઈની ગાંધી કથા,ગાંધી મેળો.સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીને લઈને ઘરશાળા ખાતે મહિલાઓની શ્રેષ્ઠ કામગીરી માટે વિવિધ સમુદાયની મહિલાઓને એવોર્ડ વિતરણ.ઘરહલા ખાતે સૌરાષ્ટ્રની ઇતિહાસ પરિષદની ગોઠવણીમાં ભાગ લીધેલ,ઘરશાળા ખાતે સંત ભક્ત કવયિત્રો માટે સેમિનાર.
પ્રોજેક્ટ સંચાલન:
સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોના જળ સંસાધન માટે સંચાલન જેવા કે :
1) માલોદનો ગામ તળાવ, તા.વઢવાણ.
2) ખંપાળીયા,તા.મૂળીનો ગામ તળાવ અને વેડફાટ.
3) સદલા, તા.મૂળીના બે ગામ તળાવ અને કુવાઓનું રિચાર્જિંગ.
4) રાયગઢ અને રાવલીયાવાદર,તા.ધ્રાંગધ્રા ખાતે ચેકડેમ.
Proud of you Sister
ReplyDelete