પંક્તિ બહેન જોગ, મૂળ ગોવાના સોનલ ગામના વતની, 1999માં તેમણે વિજ્ઞાન વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી (એન.આઇ.ઓ) માં સંશોધન કામ કર્યું .2001માં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપે બેનને ગુજરાતના રહેવાસી કરી દીધા. અસરગ્રસ્તોની સેવા કરવાની લાગણી થી 'જનપથ' સંસ્થામાં જોડાયા અને બે વર્ષ ધરતીકંપમાં મા-બાપ ગુમાવનાર બાળકોના પુનર્વસનનું કામ કર્યું. ગુજરાતના જાહેર જીવનના પ્રશ્નો સાથે પણ તેઓ એટલા જ ઓતપ્રોત થઈ ગયા.
કાર્યના બીજા તબક્કામાં તેઓ 'માહિતી અધિકાર' ના ક્ષેત્રે પાયાનું કામ કરી રહ્યા છે, 'માહિતી અધિકાર' ના કાયદા અંગે લોકજાગૃતિનું કામ જરૂરિયાતવાળી વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રશિક્ષિત કરવાનું કામ અને માહિતી અધિકાર માટે સાહિત્ય તૈયાર કરવાનું કામ પણ કરે છે. તેમના માહિતી અધિકાર ક્ષેત્રના ઘણા વર્ષોના અનુભવે સરસ પુસ્તિકા તૈયાર પણ કરી,અગાઉ તેમણે 2005-06 ના ગાળામાં ગુજરાતના દરિયાકિનારાના પ્રશ્ને યોજાયેલ 'દરિયાકિનારા સંવાદ યાત્રા' દરમિયાન સારું એવું ભ્રમણ-નિરીક્ષણ કર્યું હતું.તે અંગેના તેમના લેખો ની એક પુસ્તિકા 'દરિયાકિનારાના પ્રશ્નો' પણ 2011માં યજ્ઞ પ્રકાશને પ્રગટ કરી હતી.
Comments
Post a Comment