ગુજરાતમાં લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે એમાંય 2016 થી 2017 દરમિયાન પાટીદાર, ઠાકોર, દલિત સમાજના અને ફિકસ પગારદારોના પુરુષોના નેતૃત્વ ધરાવતા આંદોલન સાથે એક મહિલા ચંદ્રિકાબેન સોલંકીએ પણ આશાવર્કર અને આંગણવાડી વર્કર ના આંદોલન દ્વારા સરકારની ઉંઘ હરામ કરી દીધી હતી.
સંખેડા તાલુકાના કોટાલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા સામાજીક પ્રવૃત્તિમાં રસ લેવાનુ શરૂ કર્યું લગભગ 2004 થી વડોદરા જીલ્લામાં સામાજીક અને મહિલાઓના મુદ્દે લડત આપી રહ્યા હતાં પરંતુ એમની પ્રસ્થાપિત આશાવર્કરના 2017 માં ચલાવેલ આંદોલન થી થઈ. ઓગસ્ટ 2016 માં એક કાર્યક્રમ દરમિયાન ચંદ્રિકાબેન સોલંકી ની મુલાકાત ફિક્સ પગારદારો અને આશાવર્કર માટે આંદોલન ચલાવી રહેલ રજનીકાંત ભારતીય સાથે થઇ જે આશાવર્કર આંદોલન માટે એક મહિલા ચહેરાની શોધમાં હતા એમણે ચંદ્રિકાબેનને આશાવર્કર આંદોલનની આગેવાની કરવા નિમંત્રણ આપ્યું. જે સ્વીકારી એક નવા અધ્યાયનો આરંભ કર્યો.
અન્ય આંદોલનની સરખામણીમાં આશાવર્કરનુ આંદોલન ખુબજ મુશ્કેલ અને સંધર્ષમય હતુ આ મહિલાઓ ખુબ જ ગરીબ હોઈ સ્માર્ટફોન વાપરતી ના હોઈ એમને જાગૃત કરવા એમના તાલુકામથકે મિટિંગો શરૂ કરી અત્યાર સુધી આશાવર્કરનો ઉપયોગ નેતાઓની સભામાં સંખ્યા બતાવવા થતો હતો. ચંદ્રિકાબેને સમગ્ર ગુજરાતનુ પરિભ્રમણ કરી એમના અધિકારોથી માહિતગાર કરી લડત આપવા તૈયાર કરી અને એમની મહેનત રંગ લાવી 27 ફેબ્રુઆરી 2017 માં ગાંધીનગર સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી 27000 આશાવર્કર અને આંગણવાડી વર્કર ઉમટી પડી પોલીસ પરમિશન ના હોવાના કારણે તમામ બહેનોની અટકાયત થઈ ગાંધીનગરના પોલીસ સ્ટેશનની સાથે કરાઈ તાલિમ સેન્ટર પણ મહીલાઓથી ઉભરાઈ ગયૂ હતુ. અત્યારે 50 કે 100 લોકોનુ ટોળુ જોઈ જયાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી ગાંધીનગર નહી છોડીએ એવી જાહેરાત કરનારા આંદોલનકારીઓએ ચંદ્રિકાબેન પાસેથી પ્રેરણા લેવી જોઈએ જેમણે 27000 મહિલાઓ સાથે હોવા છતાં ગાંધીનગર છોડવા અને આગળ ઉગ્ર આંદોલન કરવા નિર્ણય કર્યો આ વિશે એમના સાથી રજનીકાંત ભારતીયે જણાવ્યું કે અમારો ઉદેશ્ય મહિલાઓને સંગઠિત કરવાનો તેમજ મહિલા સશક્તિકરણ ના દાવા કરતી સરકારની મહિલા શોષણની નીતિને લોકો સમક્ષ ખુલ્લી પાડવાનો હતો. જેના માટે તબક્કાવાર કાર્યક્રમ આપવા જરૃરી હતા. એ પછી ચંદ્રિકાબેન દ્વારા 8 માર્ચ 2017 માં વિશ્ચ મહિલા દિવસ નિમિત્તે દરેક જીલ્લાની કલેકટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ કર્યો મહિલાઓની તાકાત થી પ્રભાવિત થયેલા કેટલાક પુરુષ સામાજીક આગેવાનોએ આ કાર્યક્રમને હાઈઝેક કરવા પ્રયાસ કર્યો પરંતૂ એમાં ફાવી શકયા નહી ત્યારબાદ દરેક જીલ્લામા કલેક્ટર અને ધારાસભ્યોને આવેદન આપવા સહિત અનેક કાર્યક્રમો ચંદ્રિકાબેને કર્યા જેના કારણે 22 ઓગસ્ટ 2017 ના રોજ સરકારે આશાવર્કરના પગારમાં 30 ટકાનો વધારો કરવો પડ્યો આ વધારાને લોલિપોપ કહી ચંદ્રિકાબેને ફગાવી દીધો વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ દરમિયાન દરેક જીલ્લાઓમા આશાવર્કરોની નીકળે એ પહેલા રાતે જ અટકાયતો શરૂ થઈ જતા 15000 આશાવર્કરની જગ્યાએ ગાંધીનગર 400 આશાવર્કર પહોચી હતી પરંતુ એનાથી હતાશ થયા વિના માત્ર 400 આશાવર્કરને સાથે લઈને વિધાનસભાની જગ્યાએ સવારે સાત વાગ્યે મુખ્યમંત્રીનો બંગલાનો ઘેરાવ કરી સરકારને સણસણતો તમાચો માર્યો હતો.
શિક્ષિકા તરીકેની નોકરીમાં સતત કપાત પગારની રજા મુકી આંદોલન કરતાં હોઈ દબાણ સતત વધી રહ્યુ હતુ. અને વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી હોઈ ચંદ્રિકાબેન વડોદરા કલેકટર કચેરીએ ભુખ હડતાલ ઉપર ઉતરી ગયા જે લગભગ 40 દિવસ ચાલી આ દરમિયાન ચુંટણી પ્રચાર માટે વડોદરા રોડ શો કરી રહેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ત્રણ ડઝન બંગડીઓ ફેકી મહિલાની તાકાતનો પરચો બતાવ્યો જેના કારણે સરકારે આશાવર્કર અને આંગણવાડી વર્કરના પગારમાં વધારો કરવો પડયો. એ ચંદ્રિકાબેનના આંદોલનનો પ્રતાપ હતો કે ફકત દોઢ વર્ષમાં આશાવર્કર અને આંગણવાડી વર્કર નો ત્રણ વાર પગાર વધારો કરવો પડ્યો.
આંગણવાડી વર્કરનો પગાર 4750 થી વધી 7800 થયો અને આશાવર્કર ને 50 ટકા પગાર વધારો માત્ર ચંદ્રિકાબેન સોલંકી એ ચલાવેલા આંદોલનના કારણે છે જોકે એની બહુ મોટી કિંમત ચંદ્રિકાબેને ચુકવવી પડી છે અનેક કેસો એમની સામે નોંધાયા છે એમને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા ત્યારે આજીવન મહિલાઓ માટે લડવાના નિર્ધાર સાથે વટથી નોકરીમાંથી રાજીનામું આપી દીધુ. ત્યારબાદ અપક્ષ વિધાનસભાની ચુંટણી પણ લડી ચુકયા છે જોકે પક્ષનુ લેબલ જોઈ વોટ આપવાની માનસિકતા ગઈ ના હોઈ ચુંટણીમાં હારનો સામનો કરવો પડ્યો એમ છતા હતાશ થયા વિના મહિલાઓ માટે એમનો સંઘર્ષ યથાવત છે.
Comments
Post a Comment