ફેરી ઓરહાન પામુક ( ખાસ કરીને ઓરહાન પામુક તરીકે જાણીતા છે) એક તુર્કી નવલકથાકાર, પટકથા લેખક,અકાદમીક અને 2006 ના સાહિત્ય નોબેલ પુરસ્કાર મેળવનાર. તુર્કીના અગ્રણી નવલકથાકારોમાંના એક, તેમની કૃતિએ 63 ભાષાઓમાં 13 મિલિયનથી વધુ પુસ્તકો વેચાયા છે, જેથી તે દેશના સૌથી વધુ પુસ્તકો વેચાયા હોય એવા પ્રખ્યાત લેખક છે.
એક મોટા શહેરમાં એક સામાન્ય માણસની કહાની :
ઓરહાન પામુકનું પુસ્તક: નોબલ વિજેતા ઓરહાન પામુક.
છોકરાનું નામ મેવલુત કરાતાસ હતું. તુર્કીના સેન્ટ્રલ એનાટોલીયામાં રહેતો હતો અને હંમેશા વિચારતો રહેતો કે જો તે મોટો થશે તો તે શું બનશે.? વધારે ભણી ના શક્યો અને 12 વર્ષની ઉંમરે તે 'વિશ્વનું કેન્દ્ર' એટલે કે ઇસ્તંબુલ આવી ગયો,શહેર કે જે એક તરફ તોડી પાડવામાં આવી રહ્યું હતું અને બીજી તરફ ઝડપથી બનાવવામાં આવી રહ્યું હતું.તેના બંને સ્વરૂપોથી તે મુગ્ધ થઈ ગયો.
તેણે તેના પિતાનો ધંધો અપનાવી લીધો અને શેરીઓમાં 'બોજા' (એક પ્રકારનું પીણું) વેચવાનું શરૂ કર્યું. તેણે સપનું જોયું કે એક દિવસ તે બધા લોકોની જેમ શ્રીમંત બની જશે જે તેના ગામેથી ઘણા વખત પહેલાં અહીં સ્થાયી થઈ ગયા હતા. પરંતુ પછી સમય તેની વિરુદ્ધ કાવતરાં કરે છે. તેને એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. જેને તેણે એક લગ્નમાં એક વાર જોઈ હતી. ત્રણ વર્ષ સુધી તે યુવતીને પ્રેમપત્રો લખે છે અને પછી એક ગેરસમજના કારણે તેની બહેન સાથે ભાગીને લગ્ન કરી દે છે.
ધીમે ધીમે તે તેની 'ભૂલથી' પત્ની અને તેના પરિવારને સ્વીકારી લે છે. તેના જીવનનાં વર્ષો વીતતાં જાય છે.આ સમય દરમિયાન, તે ઘણી નોકરીઓ કરે છે જે તેને ક્યાંય લઈ જતી નથી. પરંતુ દરરોજ સાંજે, તે તેની નિષ્ફળતાના ભાવથી અજાણ, ઇસ્તંબુલની શેરીઓમાં ભટકતો રહે છે, 'બોજા' વેચે છે અને તેના મગજની 'વિચિત્રતા' પર આશ્ચર્યચકિત થાય છે. આ જીવંતતાને લીધે, તે અન્ય લોકોથી ભિન્ન હોવાનો અનુભવ કરી શકે છે. પરંતુ નસીબ બીજું કાવતરું ઘડે છે, તેને એ સમજાવવા માટે કે તે જીવનથી હંમેશાં શું ઈચ્છતો હતો.!!!??
આ પુસ્તક એક વિખ્યાત મોટા શહેરમાં સામાન્ય માણસના જીવનની કહાની છે.વાર્તા અને શૈલી પામુકની છે, તો પછી તે ચોક્કસપણે અસર કરે જ.
Comments
Post a Comment