Skip to main content

દેશના 50 ટકાથી વધુ કૃષિ પરિવારો દેવામાં : NSO રિપોર્ટ

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડેલ 77મા રાઉન્ડના સર્વેક્ષણ અનુસાર,પ્રત્યેક કૃષિ પરિવારના સરેરાશ દેવામાં 57 ટકાનો વધારો થયો છે. 


નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(NSO) ના 77મા રાઉન્ડના સર્વેક્ષણ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે 2019 માં 50 ટકાથી વધુ કૃષિ પરિવાર દેવામાં હતા અને પ્રત્યેક કૃષિ પરિવાર ઉપર બાકી ઋણની સરેરાશ રાશિ 74,121 રૂપિયા હતી.10 સપ્ટેમ્બરે NSO તરફથી બહાર પાડેલ 'ગ્રામીણ ભારતમાં પરિવારોની સ્થિતિનું આકલન અને પરિવારોની ભૂમિ ધારણ,2019' ના નિષ્કર્ષમાં એ વાત કહેવામાં આવી છે.રિપોર્ટનું નિષ્કર્ષ 1-1-2019 થી 31 ડિસેમ્બર 2019 ની વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણ ઉપર આધારિત છે.આ અવધિ દરમિયાન 45,000થી વધુ કૃષિ પરિવારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું.રિપોર્ટ મુજબ છ વર્ષ પહેલા 2013માં રજૂ થયેલ સર્વેક્ષણની તુલનામાં દેવામાં ડુબેલા પરિવારોની ટકાવારી 51.9 ટકા થી થોડી ઓછી થઈ છે,ત્યાં જ દરેક કૃષિ પરિવાર ઋણની સરેરાશ રાશિમાં 57 ટકાની વૃદ્ધિ થઈ છે. છ વર્ષ પહેલાં (2013) માં સરેરાશ દેવું 47,000 રૂપિયા હતું. 

સરેરાશ બાકી ઋણની બાબતમાં કુલ 28 રાજ્યોમાં આંધ્ર પ્રદેશ ઉપર સૌથી વધુ સરેરાશ બાકી 2.45 લાખ રૂપિયાનું ઋણ હતું.તેના સિવાય દેવામાં ડુબેલા કૃષિ પરિવારોની બાબતમાં પણ આ રાજ્ય શીર્ષ ઉપર (93.2%) હતું.આંધ્ર પ્રદેશ પછી દેવામાં ડૂબેલા કૃષિ પરિવારોની બાબતમાં તેલંગાણા(91.7%) અને કેરલ (69.9%)નું સ્થાન છે.ઓછામાં ઓછા 11 રાજ્યોમાં કૃષિ પરિવારોનું બાકી ઋણ રાષ્ટ્રીય ઔસત 74,121 રૂપિયાથી વધુ છે.એમાંથી આંધ્રપ્રદેશ, તેલંગાણા,  હરિયાણા, પંજાબ, કર્ણાટક, કેરલ, રાજસ્થાન અને તમિલનાડુ પાસે એક લાખ રૂપિયાથી વધુની ઋણ રાશિ હતી.

NSO ના 77મા રાઉન્ડ સર્વેક્ષણમાં કૃષિ વર્ષ જુલાઈ 2018 - જૂન 2019 ના બે ભાગમાં પ્રાસંગિક જાણકારી એકત્ર કરવા માટે ગ્રામીણ ક્ષેત્રોમાં સેમ્પલ હાઉસહોલ્ડના એક જ સેટ થી બે યાત્રાઓમાં એકત્ર કરવામાં આવી હતી.પહેલી યાત્રા જાન્યુઆરી-ઓગસ્ટ 2019 દરમિયાન અને બીજી સપ્ટેમ્બર-ડિસેમ્બર 2019 દરમિયાન કરવામાં આવી.સર્વેક્ષણ માટે એક કૃષિ પરિવારને કૃષિ ગતિવિધિઓથી ઉપજના મૂલ્યના રૂપમાં 4,000 રૂપિયાથી વધુ પ્રાપ્ત કરવાવાળા પરિવારના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યું હતું(ઉદાહરણ તરીકે ખેતરના પાકની ખેતી,બાગાયતી ખેતી,ચારા ખેતી, વૃક્ષારોપણ, પશુપાલન, મુરઘી પાલન, મત્સ્ય પાલન, મધમાખી પાલન, વર્મી કલ્ચર, સેરીકલ્ચર વગેરે) અને છેલ્લા 365 દિવસ દરમિયાન કૃષિમાં ઓછામાં ઓછો એક સદસ્ય સ્વ-નિયોજિત અથવા તો પ્રમુખ સ્થિતિમાં અથવા સહાયક સ્થિતિમાં રહ્યો હોય.રિપોર્ટ મુજબ, કૃષિ પરિવારોની સરેરાશ આવક સરેરાશ આવક 2013માં  6,426 રૂપિયાથી વધી 2019માં 10,218 રૂપિયા થઈ ગઈ.કુલ સરેરાશ આવકમાં સૌથી વધુ હિસ્સો 4063 રૂપિયા મજુરીથી આવેલી આવકથી હતું.સર્વેક્ષણ અનુસાર કૃષિ વર્ષ જુલાઈ 2018 - જૂન 2019 દરમિયાન અનુમાનિત કૃષિ પરિવારોની સંખ્યા 9.3 કરોડ(93.09 મીલીયન) હતી. NSO ના 77મા રાઉન્ડના "પરિવારોની ભૂમિ તથા પશુધન સંપત્તિ અને ખેતી ઉપર નિર્ભર પરિવારોની સ્થિતિનું આકલન" નામનું સર્વેક્ષણમાં જોવા મળ્યું કે વધુ ભારતીય ખેડૂતો તેમની ઊપજ લોકલ સ્થાનીય બજારોમાં વેચ છે.સરકારી એજન્સીઓ અને કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (એપીએમસી) માં તુલનાત્મક તરીકે તેમના પાકની ઉપજનો બહુ ઓછો ભાગ વેચે છે. 

ખેડૂત અનાજ,ઘઉં અને અડદ દાળ સમેત સર્વેમાં સામેલ 18 પ્રકારના પાકોનું 55 થી 93 ટકા સ્થાનિક બજારોમાં વેચે છે.ત્યાં બીજી બાજુ પાકને વેચવાની આ માત્રા કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં ત્રણ થી 22 ટકા અને સરકારી એજન્સીઓમાં બે થી 14 ટકા છે.ખાસ વાત એ છે કે લગભગ બધા પ્રકારના પાકોને વેચવા માટે મોટાભાગના ખેડૂતો સ્થાનિક બજારોને પ્રાધાન્ય આપે છે. 

ઉદાહરણ તરીકે અનાજના પાકને લઈએ.ખેડૂત અનાજની તેની કુલ ઉપજનું 75.1 ટકા સ્થાનિક બજારોમાં વેચે છે, જ્યારે સરકારી એજન્સીઓ અને કૃષિ ઉત્પાદન બજાર સમિતિ બંનેની મળીને આ માત્રા 10.5 ટકા છે.જ્યાં સુધી ઘઉંનો સવાલ છે ખેડૂત તેની કુલ ઊપજનો 66 ટકા સ્થાનિક બજારોમાં જ્યારે સરકારી એજન્સીઓ તેમજ કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં ખેડૂત કુલ 26 ટકા ઘઉં વેચે છે. 

- શગુન કપિલ

સૌજન્ય : ડાઉન ટૂ અર્થ

Report link : http://mospi.nic.in/sites/default/files/publication_reports/Report%20no.%20588-AIDIS-77Rm-Sept.pdf

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...