મે 1798માં કલકત્તામાં ઉતર્યો તે પહેલાં જ, નવા ગવર્નર-જનરલ રિચર્ડ વેલેસ્લીએ નક્કી કર્યું કે ઈસ્ટ ઈન્ડિયા કંપની ત્યારે જ સુરક્ષિત રહેશે જો હૈદર અલીના પુત્ર અને અનુગામી, ટીપુ સુલતાનને યુદ્ધમાં ખદેડવામાં આવે - પરાજિત કરવામાં આવે અને કમ સે કમ બ્રિટિશરો માટે પશ્ચિમ દરિયાકાંઠાની જમીન આપવા ફરજ પાડવામાં આવે. ફેબ્રુઆરી 1799માં વેલેસ્લીએ મદ્રાસથી કૂચ કરવા માટે 26,000 સૈન્યનું આયોજન કર્યું હતું, જેમાં હૈદરાબાદના નિઝામના 20,000 સૈનિકો ઉત્તરથી કૂચ કરી રહ્યા હતા અને પશ્ચિમમાંથી 4,000 બ્રિટિશ જૂથ સાથે જોડાયા હતા. પરિવહન કરવાના સાધનોના જથ્થાને કારણે કૂચ અપેક્ષા કરતાં ધીમી હતી: બેટરિંગ મશીનો અને માઇનિંગ ગિયર, ચોખા અને ઘઉંથી ભરેલા હજારો બળદ ગાડા તેમજ વરિષ્ઠ અધિકારીઓના વૈભવી તંબુ અને ચાંદીના પ્લેટેડ ટેબલ સેટ. કંપનીની સેના એપ્રિલમાં ટીપુની રાજધાની શ્રીરિંગપટમ ખાતે આવી પહોંચી હતી. શહેરની એક મહિના સુધી ઘેરાબંધી થઈ,છેલ્લે 2 મેના રોજ કંપની કિલ્લાની દિવાલોમાં ઘણા સમય સુધીના પ્રયત્નો પછી મોટા છિદ્રોની શ્રેણી પાડી ઉડાડવામાં સફળ રહી અને પછીના બે દિવસમાં, શહેરમાં પ્રવેશ કર્યો. ટીપુને શિકારની રાઈફલ્સ સાથે યુદ્ધમાંથી ગોળીબાર કરતો જોવામાં આવ્યો હતો, પરંતુ લડતાં લડતાં વીરગતિ પામ્યો હતો, જ્યારે ઘણા સમય રાહ જોયા પછીથી લાશોથી ભરેલા ઓરડામાં પ્રવેશ કરતાં લાશ મળી આવી હતી,તેનું શરીર હજી પણ ગરમ હતું. મહેલની અંદર, સૈનિકોને ટીપુનો યાંત્રિક વાઘ, અને અન્ય ત્રણ જીવંત,ભૂખ્યા વાઘ પાંજરામાં બંધ મળી આવ્યા. આર્થર વેલેસ્લીને ટીપુની ભૂમિના લશ્કરી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રથમ કાર્ય વાઘોને મારવાનું સોંપવામાં આવ્યું હતું : 'તેમને કોઈ ખોરાક આપનાર ન હતું, અને તેમની દેખરેખ રાખવા માટે પણ કોઈ ન હતું, અને તેઓ હિંસક બની રહ્યા હતા.' ત્રણ ગુસ્સે થયેલ મોટા ખૂંખાર વાઘોને કાબૂમાં રાખવામાં તે અસમર્થ હતો.
તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...
Comments
Post a Comment