Skip to main content

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી બટુકેશ્વર દત્ત

જેમને દેશે સૌપ્રથમ 8 એપ્રિલ, 1929ના રોજ ત્યારે ઓળખ્યા, જ્યારે તેમની ભગતસિંહ સાથે કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ વિસ્ફોટ પછી ધરપકડ કરવામાં આવી હતી.


તેમનો જન્મ 18 નવેમ્બર, 1910ના રોજ ગામ-ઓરી, જિલ્લો-નાની બેદવાન (બંગાળ) માં એક બંગાળી કાયસ્થ પરિવારમાં થયો હતો, કેટલાક સ્થળોએ તેમનો જન્મ નવેમ્બર, 1908 માં કાનપુરમાં થયો હોવાનું પણ લખાણ મળે છે. પિતા 'ગોષ્ઠ બિહારી દત્ત' કાનપુરમાં નોકરી કરતા હતા.તેમનું મૂળ ગામ બંગાળના 'બર્દવાન જિલ્લામાં' હતું.દત્તનું સ્નાતક સ્તરનું શિક્ષણ P.P.N. કોલેજ કાનપુરમાં સંપન્ન થયું. 1924 માં, કાનપુરમાં જ, તેઓ ભગતસિંહને મળ્યા, જેઓ તે દિવસોમાં ગણેશ શંકર વિદ્યાર્થીના પત્ર 'પ્રતાપ' માં ઉપનામ હેઠળ કામ કરતા હતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. બટુકેશ્વર દત્ત ભગતસિંહના સંપર્કમાં આવી કાનપુરમાં સોશિયલીસ્ટ રિપબ્લિકન એસોસિએશન માટે કામ કરવાનું શરૂ કર્યું અને આ ક્રમમાં બોમ્બ બનાવવાનું શીખ્યા.

તેમણે ઘણા વર્ષો સુધી ક્રાંતિનો પ્રચાર અનેક સ્થળોએ કર્યો, ખાસ કરીને આગ્રામાં. તેમના ભાગીદાર તરીકે, જ્યારે ભગતસિંહે બ્રિટિશ રાજ્યની સરમુખત્યારશાહીનો વિરોધ કરવા માટે દિલ્હીમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી (હાલનું સંસદ ભવન) પર બોમ્બ ફેંકવાની યોજના બનાવી તો પોતાના સાથી તરીકે તેમણે દત્તને પસંદ કર્યા. 8 એપ્રિલ, 1929 ના રોજ, લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે, બંનેએ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના, ફક્ત તેમની વાત જાહેર કરવા અને બહેરાઓના કાન ખોલવા માટે ભગતસિંહના શબ્દોમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. તે દિવસે બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓને દબાવવા માટે પબ્લિક સેફ્ટી બિલ અને ટ્રેડ ડિસ્પ્યુટ બિલ લાવવામાં આવ્યા હતા, જે આ લોકોના વિરોધને કારણે એક મતથી પસાર થઈ શક્યો ન હતો.


આ ઘટના બાદ બટુકેશ્વર દત્ત અને ભગત સિંહની ધરપકડ કરવામાં આવી હતી. 12 જૂન, 1929ના રોજ બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બટુકેશ્વર દત્તને આજીવન કેદની સજા ભોગવવા માટે કાળા પાણી જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલમાં, તેમણે 1933 અને 1937 માં ઐતિહાસિક ભૂખ હડતાલ કરી. તેમને 1937માં સેલ્યુલર જેલમાંથી બાંકીપુર સેન્ટ્રલ જેલ, પટનામાં લાવવામાં આવ્યા હતા અને 1938માં મુક્ત કરવામાં આવ્યા હતા. કાળા પાણીથી ગંભીર બીમારી સાથે પરત ફરેલા દત્તની ચાર વર્ષ પછી ફરીથી ધરપકડ કરવામાં આવી અને 1945માં મુક્ત કરવામાં આવ્યા. આઝાદી બાદ નવેમ્બર, 1947માં અંજલિ દત્ત સાથે લગ્ન કર્યા બાદ તેઓ પટનામાં રહેવા લાગ્યા.પરંતુ દેશની આઝાદી માટે તમામ દર્દ સહન કરનાર ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તનું જીવન ભારતની આઝાદી પછી પણ ડખ,દર્દ અને સંઘર્ષ ગાથા ચાલુ રહી અને તેઓ જેના હકદાર હતા,જે માન-સન્માન-આદર મળવું જોઈએ તે ન મળ્યું. આઝાદી માટે 15 વર્ષ જેલના સળિયા પાછળ વિતાવનાર બટુકેશ્વર દત્તને સ્વતંત્ર ભારતમાં એક સિગારેટ કંપનીમાં એજન્ટ તરીકે નોકરી મળી, જેના કારણે તેમને પટનાની ગલીઓમાં ફરવાની ફરજ પડી.ભરણપોષણ માટે તેમણે અન્ય કેટલાક કામ પણ કર્યા, પરંતુ કમનસીબે તે નિષ્ફળ ગયા અને તેમનું જીવન અભાવોથી ગ્રસિત રહ્યું. 1964 માં બટુકેશ્વર દત્ત અચાનક બીમાર પડ્યા પછી, તેમને ગંભીર હાલતમાં પટનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને અનાથની જેમ તેમના ભાગ્ય પર છોડી દેવામાં આવ્યા હતા. તેના પર તેમના મિત્ર ચમનલાલ આઝાદે એક લેખમાં લખ્યું હતું કે, શું ભારતમાં દત્ત જેવા ક્રાંતિકારીએ જન્મ લેવો જોઈએ?, ભગવાને આપણા દેશમાં આવા મહાન યોદ્ધાને જન્મ આપીને બહુ મોટી ભૂલ કરી છે. અફસોસની વાત એ છે કે જે વ્યક્તિએ દેશને આઝાદ કરવા માટે પોતાનો જીવ ન્યોછાવર કર્યો અને જે ફાંસીના માંચડેથી બચી ગયો, તે આજે હોસ્પિટલમાં અત્યંત દયનીય હાલતમાં પડીને પગ પછાડી રહ્યો છે અને તેને કોઈ પૂછનાર નથી. બાદમાં સત્તાના ગલિયારોમાં હલચલ મચી ગઈ હતી અને 22 નવેમ્બર 1964ના રોજ તેમને સારવાર માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા. પાછળથી ખબર પડી કે દત્ત બાબુને કેન્સર છે અને તેમના જીવનના થોડા દિવસો જ બાકી છે. સખત પીડાનો સામનો કરી રહેલા દત્તે પોતાના ચહેરા પર બીમારીની અસર પણ દેખાવા દીધી ન હતી. 


જ્યારે પંજાબના મુખ્યમંત્રી રામ કિશન દત્તને મળવા આવ્યા અને તેમણે પૂછ્યું, અમે તમને કંઈક આપવા માંગીએ છીએ, તમે જે ઈચ્છો તે માંગો.અર્ધખુલી આંખો અને હળવા સ્મિત સાથે તેમણે કહ્યું,મારે કંઈ જોઈતું નથી. મારી એક જ છેલ્લી ઈચ્છા છે કે મારા મિત્ર ભગતસિંહની સમાધિની બાજુમાં મારા અંતિમ સંસ્કાર કરવામાં આવે.કરવા માટે 17 જુલાઇના રોજ તેઓ કોમામાં ચાલ્યા ગયા અને 20 જુલાઇ 1965ની રાત્રે 1.50 કલાકે દત્ત બાબુએ આ દુનિયામાંથી વિદાય લીધી. તેમના અંતિમ સંસ્કાર તેમની ઈચ્છા મુજબ, ભારત-પાક સરહદ નજીક હુસૈનીવાલા ખાતે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ પાસે કરવામાં આવ્યા હતા. આજે આપણે એવા લોકોને યાદ નથી કરતા કે જેમણે દેશ માટે સર્વસ્વ કુરબાન કર્યું, પરંતુ જે રાષ્ટ્ર પોતાના ઈતિહાસને, ઈતિહાસ તે રાષ્ટ્ર ભૂગોળ બદલી નાંખે છે તે આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ. આજે તેમના જન્મદિવસે તેમને સાદર શ્રદ્ધાંજલિ… શહીદો અમર રહો..

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...