હિંદવી,જબાન-એ-હિંદ,ગુજરી,દક્કણી,જબાન-એ-દિલ્લી, જબાન-એ-ઉર્દૂ-એ-મુઅલ્લા,હિન્દુસ્તાની અને રેખ્તા જેવા કેટલાય નામોથી લોકપ્રિય ઉર્દૂ ભાષાનો જન્મ 13મી સદીમાં હિન્દુસ્તાનમાં થયો હતો.વ્યાકરણ અને સ્વર-વિજ્ઞાનમાં હિન્દી સાથે સમાનતા રાખનારી આ ભાષાનો શબ્દકોષ અરબી,ફારસી,તુર્કી,બ્રજ અને સંસ્કૃત શબ્દોની મદદથી વિકસિત થયો.પંદરમી સદીમાં એમાં અન્ય પણ નવા રુપોનો વધારો થયો.
સાહિત્યિક ઇતિહાસથી માલુમ પડે છે કે ઉર્દૂ ભાષામાં શાયરીનો આરંભ દક્કણની ગોલકુંડા રિયાસતના સમયમાં જ થઈ ગયો હતો,જે 1527માં બહમની સલ્તનતના પતન પછી એક સ્વતંત્ર રાજ્યના રૂપમાં કાયમ થયું હતું. એનુ ગદ્ય સાહિત્ય શાયરીથી પણ પહેલાંથી હાજર હતું. ઉર્દુ ભાષા અને સાહિત્યના વિકાસમાં શાયરોની સાથે સાથે સૂફીઓનું પણ મોટું યોગદાન રહ્યું અને દક્કણ પર મુગલોના આક્રમણ સુધી શાનદાર રીતે ચાલુ રહ્યું.એના પછી આ જબાન અલગ-અલગ ઇલાકોમાં નવા-નવા રુપે ફૂલી અને ફાલી.
વીસમી સદીની શરૂઆત થતાં જ આ ભાષા જે 'હિન્દુસ્તાની' થી ઉર્દૂ અને હિન્દીના બીબાઓમાં વેચાઈ ગઈ. પછી દેશના ભાગલા પડતાં જ ભાષાને લઈને એક નવી રાજનીતિએ જન્મ લીધો.એક સોચી સમજી અવધારણા નીચે ઉર્દૂને એક વિશેષ સમુદાયની ભાષાના રૂપે જોવામાં આવવા લાગી.જેના કારણે ઉર્દુ ભાષા અને લિપિને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડ્યું.પાઠક ઓછા થતા ગયા અને ઉર્દૂ પ્રકાશન ઉદ્યોગની આર્થિક સ્થિતિ બગડતી ગઈ.પરિણામે ક્લાસિક સાહિત્ય ધીમે-ધીમે ગાયબ થઈ ગયું.આ પ્રકારે જે લોકો ઉર્દૂ લિપિ નહોતા જાણતા તેમના માટે ઉર્દૂ ભાષા અને એનો સમૃદ્ધ સાહિત્યિક વારસો સમજવો અને વાંચવો મુશ્કેલ થઈ ગયું.
Comments
Post a Comment