પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા (સ. અ. વ.) સાહેબના જન્મદિવસ પર એમના ઉમ્મતી તરીકે નબી એ પાક સ.અ.વ ના બતાવેલ રસ્તા પર ચાલવાની અલ્લાહ તૌફીક અતા ફરમાવે.આપના રસ્તા પર ચાલી સંપૂર્ણ જીવન આપના માર્ગદર્શન,સુચન અને સુન્નત પર ગુજારું એ જ દુઆ.. પયગંબર હઝરત મુહમ્મદ સાહેબે હંમેશાં સમાનતા, સ્વતંત્રતા અને ગૌરવ પર આધારિત એક સમાનતાવાદી સમાજની કલ્પના કરી.
ઈદે મિલાદુન્નબીના શુભ પ્રસંગે દેશવાસીઓને હાર્દિક
શુભેચ્છાઓ
પાઠવું છું.આ આપણા દેશવાસીઓના જીવન અને સમુદાયમાં પ્રકાશનો તહેવાર છે. પયગંબર મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ) નો જન્મદિવસ શાંતિ, પ્રેમ, વિશ્વાસ, સંવાદિતા, સહનશીલતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. જીવનમાં આ સંદેશનું ધ્યાન રાખી માનવ મૂલ્યોનું જતન કરી એક ભારત નેક ભારતના સપનાને સાકાર કરીએ...ઇદે મિલાદુન્નબીના આ પવિત્ર પ્રસંગે આપણે સૌની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના / દુઆ કરીએ.
બધા જ સમાજ/સમુદાયના તમામ વર્ગ પ્રત્યે દયા, સંભાળ અને કરુણા દર્શાવવા માટે પયગંબર મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ના ઉમદા માર્ગ પર અડગ રહેવાનું ચાલુ રાખીએ.
નબી એ કરીમ (સ.અ.વ) એ ફરમાવ્યું "એ મુસલમાન નથી(3 વખત) જે પોતે પેટ ભરીને જમી લે અને તેનો પડોસી ભૂખ્યો ભૂખ્યો રહે.,પૂછ્યું પડોસી એટલે કોણ?, કહ્યું ચારેય દિશામાં 40 ઘર."
પયગંબર સાહેબના જીવન ચરિત્રના લેખકો અને પ્રશંસકોની સંખ્યા પણ બહુ મોટી છે. જેઓ પૈકી વોલ્ટર, ટોલ્સટોય, સ્ટેન્લી લેઈનપુલ, આર્થર ગીલમેન,પ્રોફેસર હોગાર્થ, લા મારટીન, પંડિત સુંદરલાલ, ગાંધીજી, સરોજીની નાયડું,મેજર આર્થર ગ્લીન લેઓનાર્ડ, લેડી કોબાલ્ટ, એની બેસન્ટ, જયોર્જ બર્નાર્ડ શો,મોન્ટ ગોમરી વૉટ, વોશીંગટન ઈરવીંગ,પ્રોફેસર કે.એસ. રામા ક્રિષ્ણ રાવ,પ્રોફેસર નથાએલ, પંડિત જવાહરલાલ નેહરૂ, રોડવેલ, એડવર્ડ ગીબન, સાયમન ઓકલી, પ્રોફેસર જયુલીઅસ મેસરમેન, સર ચાર્લ્સ, એડવર્ડ, આર્ચીબાલ્ડ હેમિલ્ટન, જૉન ડ્રેપર,થોમસ કાર્લાઈસ, ડી.જી.હોગાર્થ, રેવન્ડ બોસવર્થ સ્મિથ, જૉન ડેવનપોર્ટ, ચાર્લ્સ ઈસાવી,ગૉથે, ડો. માઈકલ હાર્ટ અને અન્ય અનેક વિદ્વાનો દ્વારા પયગંબર સાહેબની જીવનગાથાના દળદાર ગ્રંથો જગતના વિખ્યાત પુસ્તકાલયોમાં ઉપલબ્ધ છે(ઓનલાઈન ગુગલની મદદ લેવાથી પણ માહિતી મેળવી શકાશે).
- મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો “હું પયગમ્બરે ઇસ્લામ ની જીવનીનું અધ્યયન કરી રહ્યો હતો જયારે મેં પુસ્તકનો બીજો ભાગ પણ પૂરો કરી લીધો તો મને દુખ થયું કે આ મહાન પ્રતિભાશાળી જીવનનું અધ્યયન કરવા માટે મારી પાસે કોઈ બીજું પુસ્તક બાકી નથી રહ્યું." હવે મને પેહલા કરતાં પણ વધારે વિશ્વાસ થઈ ગયો છે કે એ તલવારની શક્તિ ન હતી,જેણે ઇસ્લામ માટે વિશ્વક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો,પણ એ ઇસ્લામના પયગંબરનું અત્યંત સાદું જીવન,એમની નિસ્વાર્થતા,પ્રતિજ્ઞા પાલન અને નિર્ભયતા હતી.એમનું એમના મિત્રો અને અનુયાયીઓથી પ્રેમ કરવું અને અલ્લાહ પર ભરોસો રાખવો હતું.
- મુહમ્મદ તાજ વગરના સમ્રાટ હતા. ૨૩ વર્ષોની વિટંબણાથી ભરપૂર કસોટીમય જીવન જીવનાર મુહમ્મદ ખરેખર એક આદર્શમય(A Veritable Hero) વીર પુરૂષ. મોહમ્મદના હ્દયમાં માનવતા, પવિત્રતા અને ન્યાયનો કુદરતી આવાજ હતો : થોમસ કાર્લાઈલ
- મુહંમદ જગતના સૌ માનવીઓમાં માનવજાત માટે સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિ હતા. માનવજાતની મુક્તિ માટે સદગુણી જીવનનો તેમનો સંદેશ હતો : જોન વિલિયમ ડ્રેપર
- તેમના બુદ્ધિગમ્ય સદગુણો અસાધારણ કક્ષાના હતા. તેમનો હેતુ ધાર્મિક આસ્થાનો હતો.રાજસત્તાના વર્ચસ્વનો ન હતો. : વોશિંગ્ટન ઇરવિંગ
- તે એક મહા જ્ઞાની,પ્રામાણિક અને પવિત્ર આત્મા હતા. તે મહાન જ ન હતા પણ સૌથી શ્રેષ્ઠ અને અતિશય સત્યવાદી,મહાન મુસદ્દી અને આધ્યાત્મિક વીર પુરુષ હતા.તેમણે એક મહાન ધર્મની સ્થાપના કરી હતી. : મેજર આર્થર ગ્લીન લિયોનાર્ડ
- રણપ્રદેશના શૂન્યમાંથી મુહમ્મદના શક્તિશાળી આત્માએ એક નવી દુનિયાનું મંડાણ કર્યું - નવી જિંદગી, નવા સંસ્કાર, નવી સંસ્કૃતિ અને એક નવા રાજ્યની - જે મોરોક્કોથી ઈન્ડીઝ સુધી વિસ્તૃત હતું. - સ્થાપના કરી અને એશિયા,આફ્રિકા અને યુરોપના ત્રણેય ખંડોના જીવન અને વિચારસરણીને પ્રભાવિત કર્યા હતા.વિશ્વ-બંધુત્વ માનવજાતની સમાનતા અને માનવીની સામાજિક ઉન્નતિ માટે મુહમ્મદનું મોટું યોગદાન હતું.બધા મોટા ધર્મોએ આ જ બાબતનો સંદેશ આપ્યો છે. પણ ઈસ્લામના પયગંબરે આ સિદ્ધાંતને અમલી સ્વરૂપ આપ્યું હતું.જ્યારે તેના મૂલ્યનો સંપૂર્ણપણે સ્વીકાર થશે ત્યારે આંતરરાષ્ટ્રીય સમાજનો ઉદય થશે, જાતિ અને વંશીય પૂર્વગ્રહો અદ્રશ્ય થશે અને એક મજબૂત બંધુત્વ અસ્તિત્વમાં આવશે. મુહમ્મદના વ્યક્તિત્વના સંપૂર્ણ સત્ય વિશે જ્ઞાન મેળવવું મુશ્કેલ છે. હું તો ફક્ત તેની એક ઝલક મેળવી શક્યો છું. : પ્રોફેસર કે.એસ.રામકૃષ્ણ રાવ
- મુહમ્મદનો આત્મા કરુણાનો આત્મા હતો : દિવાન ચંદ્ર શર્મા
- જે કોઈ વ્યક્તિ અરબસ્તાનના આ મહાન પયગંબરના જીવન ચરિત્રનો અભ્યાસ કરે અને તેમના શિક્ષણની જાણકારી પ્રાપ્ત કરે તો તેને પરમાત્માના આ મહાન અને શક્તિશાળી દૂધ માટે માન-સન્માનની લાગણી થાય જ. જ્યારે જ્યારે મેં તેમના વિશે વાંચન કર્યું ત્યારે ત્યારે મને તેમના પ્રત્યે નવીનતમ સન્માનની ભાવનાનો અનુભવ થયો.અરબસ્તાનના આ મહાન શિક્ષક અને મહાન શક્તિશાળી ઈશદુત પ્રત્યે મેં આદર ભાવ અનુભવ્યો છે.
: શ્રીમતી એની બેસન્ટ
- મેં આ માનવી મુહમ્મદની જીવન કથાનો અભ્યાસ કર્યો છે.મારા મત મુજબ તેમને માનવજાતના મુક્તિદાતા - Saviour કહેવા જોઈએ.તેમના જેવા માણસ આધુનિક જગતની સર્વોપરી રાજ સત્તા હાથમાં લે તો એ જગતની બધી સમસ્યાનો સફળતાપૂર્વક ઉકેલ આવી શકે અને જગતને બહુ જ આવશ્યક એવી સુખ-શાંતિ આપી શકે. : બ્રિટિશ ફિલોસોફર જ્યોર્જ બર્નાર્ડ શો
- મુહમ્મદને પરમેશ્વરના એક વફાદાર આજ્ઞાપાલક,સાચા સેવક અને પરમેશ્વર તરફથી મોકલવામાં આવેલ માનવજાતની ભલાઈ માટે સત્ય,સદગુણો સભ્યતા અને સદાચારના નીતિ-નિયમોના દુત તરીકે શા માટે સ્વીકારવામાં ન આવે? : જોન ડેવનપોર્ટ
Comments
Post a Comment