ભારતની કોકિલા સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી ૧૮૭૯ ના રોજ હૈદરાબાદમાં થયો હતો.તેમના પિતા ડો. અઘોરનાથ ચટ્ટોપાધ્યાય એક પ્રસિદ્ધ ડોક્ટર, વૈજ્ઞાનિક તથા ઘણા વિષયોના વિદ્વાન હતા.તેમની માતાનું નામ વરદ સુંદરી હતું. તેઓ એક ધાર્મિક, સાત્વિક તથા સાહિત્યિક રુચી ધરાવતા મહિલા હતા. આ પ્રકારે સરોજિની નાયડુમાં તેમના માતા અને પિતા બંનેના ગુણોનો સમાવેશ હતું.બાળપણથી જ તે કુશાગ્ર બુદ્ધિ તથા સ્વાભિમાની મહિલા હતા.તેમના પિતા તેમને ગણિતજ્ઞ/વૈજ્ઞાનિક બનાવવા ઇચ્છતા હતા, પરંતુ તેમનામાં કાવ્ય પ્રતિભા બળવંત હતી. એક દિવસ તેમણે બીજગણિતના કોઈ પ્રશ્ન હલ કરવામાં પ્રયત્ન કરી રહ્યા હતા, જ્યારે તે પ્રશ્ન હલ ન થયો તો કંટાળીને તેમણે પુસ્તકને એક બાજુ મૂકી દીધું તથા તેમની નોટમાં કવિતા લખવાનું શરૂ કરી દીધું. આ પ્રકારે પહેલી કવિતા તેમણે તેમના બીજગણિતની નોટમાં લખી.
સરોજિનીને અંગ્રેજી તેમજ ફ્રેન્ચ ભણાવવા માટે ઘરે જ શિક્ષિકાઓ આવતી હતી. ૧૨ વરસની ઉંમરમાં તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આ દરમિયાન તેમણે પર્યાપ્ત સાહિત્યિક જ્ઞાન પણ અર્જિત કરી દીધું કરી લીધું.૧૩ વર્ષની ઉંમરમાં તેમની તેરસો પંક્તિઓની એક લાંબી કવિતા પ્રકાશિત થઈ જેનું નામ હતું 'ધી લેડી ઓફ ધી લેક'. આ કવિતાનો રસ-સૌંદર્ય તથા શબ્દ-રુપરેખને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. વધારે પડતા પરિશ્રમને કારણે સરોજિનીનું આરોગ્ય ખરાબ થવા લાગ્યુ.ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી ,પરંતુ તેમને તો ચેન ક્યાંથી પડવાનું? ડોક્ટરોને વિશ્વાસ અપાવવા માટે કે તેઓ એકદમ સ્વસ્થ છે તેમણે ૨૦૦૦ પંક્તિઓનું એક પૂરું નાટક લખી દીધું. એના પછી તરત જ તેમણે એક ફારસી નાટક 'મેહર મુનીર' ની રચના કરી. તેમના પિતાએ આ નાટકની એક પ્રત હૈદ્રાબાદના નિઝામને ભેટ આપી.નિઝામે સરોજિનીની આ પ્રતિભાથી પ્રસન્ન થઈ વિદેશમાં અધ્યયન કરવા માટે છાત્રવૃત્તિ આપી દીધી. આ પ્રકારે સોળ વર્ષની ઉંમરે તેમને વિદેશ જઈ અધ્યયન કરવાનો અવસર મળ્યો. તેમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સરોજિનીને એક દક્ષિણ ભારતીય ડોક્ટર ગોવિંદ રાજૂલુ નાયડુથી પ્રેમ થઇ ગયો. ત્રણ વર્ષ સુધી લંડનનું શિક્ષણ પ્રાપ્ત કરી સરોજિની ભારત પાછા ફર્યા. તે સમયે તે માત્ર ૧૯ વર્ષના હતા. તેના ત્રણ મહિના પછી જ તેમણે ડોક્ટર ગોવિંદથી વિવાહ કરી લીધા.આ આંતર જાતિય વિવાહથી એક બખેડો ઉભો થઇ ગયો,પરંતુ તેમના પિતા રૂઢિભંજક હતા, તેમણે આ વિવાહને માન્યતા આપી. ધીરે ધીરે બધા લોકો શાંત થઈ ગયા તથા સરોજિની નાયડુના આ સાહસિક પગલાની પ્રશંસા થવા લાગી.
વિવાહ ઉપરાંત તેમની કાવ્ય સાધના ચાલુ રહી.પ્રેમ તથા પ્રાકૃતિક સૌંદર્ય તેમની કવિતાના આધાર હતા. તે ઉપરાંત દેશપ્રેમ, સત્યની શોધ,નારીના આદર્શો, પ્રેમ તથા સૌંદર્યને પણ તેમની કાવ્ય અભિવ્યક્તને માધ્યમ બનાવ્યું.તે જન્મજાત કવયિત્રી હતા. અંગ્રેજી ભાષાનું તેમનામાં સહજ પ્રવાહ હતો.તેમની કવિતાઓનો ૧૯૦૫મા 'ધી ગોલ્ડન થ્રેશોલ્ડ', ૧૯૧૨ માં 'ધી બર્ડ ઓફ ટાઈમ', ૧૯૧૭માં 'ધી બ્રોકન વિંગ', તથા ૧૯૨૦ આસપાસમાં 'ધ ફીધર ઓફ ડોન' પ્રકાશિત થયા.એમાંથી અનેક કવિતાઓ ભારતીય મહાવિદ્યાલયોમાં પૂર્વસ્નાતક પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવી. મહાત્મા ગાંધીએ તેમને 'ભારતની બુલબુલ' ની ઉપાધિ આપી હતી.
તેમણે' બ્રોકન વિંગ' નામના કાવ્યસંગ્રહમાં એમના ખરાબ આરોગ્યની ચર્ચા કરી હતી. તેમની કવિતા' અપરાજેય'(ઈંવિઝીબલ) માં તેમની આત્માની અમરતા પર પ્રકાશ નાંખ્યો છે.
એના પછી તેઓ રાજનીતિમાં સક્રિય થઈ ગયા તથા તેમની કાવ્ય સાધના છૂટી ગઈ. ગોપાલ કૃષ્ણ ગોખલેના આહવાન ઉપર તેણી રાજનીતિમાં સક્રિય થઈ ગયા તથા સ્વતંત્રતા સંગ્રામમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. મહાત્મા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ તથા તેણી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. દેશનું ભ્રમણ કર્યું. દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનું સંદેશ લઇને જન-જનને જગાડવા લાગ્યા તથા જનતાના સમર્થનથી શક્તિ ગ્રહણ કરવા લાગ્યા.
૧૯૧૭માં તેમણે મહિલા મતાધિકાર આંદોલનનું નેતૃત્વ કર્યું. ૧૮ મહિલાઓનું એક શિષ્ટમંડળ લોર્ડ ચેમ્સફોર્ડને મળ્યું, જેનું નેતૃત્વ સરોજીની નાયડુએ કર્યું. તેમની આ માંગણીને માની લેવામાં આવી. ૧૯૧૭ થી ૧૯૪૭ સુધી એવી કોઇ મહત્વપૂર્ણ ઘટના ન હતી જેમાં શ્રીમતી સરોજિની નાયડુએ આગળ આવી ભાગ ન લીધો હોય. ૧૯૧૮માં તેમણે જિનેવા સંમેલનમાં મહિલા મતાધિકાર પરિષદ સામે ભારતીય મહિલાઓનું પક્ષ એક પ્રભાવી ઢંગથી મૂક્યું.૧૯૧૯માં મુંબઈમાં નિષિદ્ધ પેમ્ફલેટ વેચી અસહયોગ આંદોલનમાં યોગદાન કર્યું. એ જ વર્ષે જલિયાંવાલા બાગની ઘટનાથી તેઓ એટલા વિચલિત થઈ ગયા કે અંગ્રેજ સરકારની નિંદા ખુલ્લેઆમ કરવા લાગ્યા. ૭ જુલાઈએ તેમને 'હોમરૂલ લીગ'ના પ્રતિનિધિમંડળના સદસ્ય બનાવી લંડન મોકલવામાં આવ્યા.ત્યાં એમના અલગ પ્રકારની વક્તવ્ય કલાથી લંડનવાસી ધ્રૂજી ઊઠ્યા.
૧૯૨૫ના કાનપુર અધિવેશન માટે તેણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ ચુંટાઈ આવ્યા. આ પદ પર તેઓ પ્રથમ ભારતીય મહિલા હતા.એના પહેલા શ્રીમતી એની બેસન્ટ અધ્યક્ષ હતા. શ્રીમતી સરોજિની નાયડુ માનતા હતા કે "સ્વતંત્રતા સંગ્રામ' માં નિરાશા એક મોટો અપરાધ છે". ૧૯૨૬માં તેણી પુન: કોંગ્રેસ અધ્યક્ષ પદ ઉપર નિર્વાચિત થયા. ૧૯૨૮માં અમેરિકાની યાત્રા કરી તેમણે મહાત્મા ગાંધીના સંદેશને ત્યાં પ્રચારિત કર્યું. ૧૯૩૦માં અમેરિકાથી પાછા ફરી ૧૯૩૩માં તેઓ ગાંધીજીના 'મીઠાના સત્યાગ્રહ' માં સંમિલિત થયા તથા ૨૩ મે ૧૯૩૦ ના રોજ ગાંધીજીની સાથે તેમને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા. ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં ગાંધી-ઇરવીન કરારમાં ભાગ લેવા મહાત્મા ગાંધી તથા મદન મોહન માલવીયની સાથે લંડન ગયા. ૧૯૪૨માં 'ભારત છોડો આંદોલન'માં તેઓ કૂદી પડ્યા અને જેલ ગયા. ૧૯૪૩માં મહાત્મા ગાંધીએ આગાખાન મહેલમાં ઉપવાસ કર્યા, તો શ્રીમતી સરોજિની નાયડુએ તેમની સેવામાં દિવસ-રાત એક કરી દીધા.પછી બિમારીના કારણે તેમને જેલમાંથી મુક્તિ આપવામાં આવી.
સરોજિની નાયડુ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રબળ પક્ષધર હતા. તેમણે કોંગ્રેસ તથા મુસ્લિમ લીગનું મેળ કરાવવા ખૂબ પ્રયાસ કર્યો. મોહમ્મદ અલી ઝીણાની સાથે તેમના તેમના મધુર સંબંધો હતા.
સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તેમને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.ઉત્તર પ્રદેશ તે સમયે સંયુક્ત પ્રાંતના નામથી ઓળખવામાં આવતું હતું.તેણી ઉત્તર પ્રદેશના અત્યંત સફળ ગવર્નર રહ્યા. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ મહાત્મા ગાંધીની હત્યા પછી સરોજિની નાયડું એકદમ બદલાઈ ગયા. તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. તેમણે ઉચ્ચ રક્તચાપ તથા દમની બીમારી થઈ ગઈ. ૨ માર્ચ ૧૯૪૯ ના રોજ લખનૌમાં તેમનું અવસાન થયું.
આ પ્રકારે શ્રીમતી સરોજિની નાયડુએ ભારતના સ્વાધિનતા આંદોલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતીય મહિલાઓ માટે તેમણે ઘણું બધું કર્યું. શિક્ષણ, જાગૃતિ,સ્વતંત્રતા,મતાધિકાર,સમાનારધિકાર,પડદા પ્રથા, અશિક્ષા,દહેજ,ધાર્મિક બંધન વગેરે વિરુદ્ધ તે જીવનપર્યંત લડતા રહ્યા.શ્રીમતી સરોજિની નાયડુને ભારતીય નારી હોવાનું ગર્વ હતું અને ભારતીય નારીના મસ્તક તેમની વચ્ચે આવી નારીરત્ન મેળવી ગર્વથી ઊંચું હતું. એટલા માટે તેમની સ્મૃતિમાં તેમનો જન્મદિવસ ૧૩ ફેબ્રુઆરી ભારતમાં 'મહિલા દિવસ'ના રૂપમાં મનાવવામાં આવે છે.
સૌજન્ય : भारतीय गौरवशाली महिलाएं (माधवानंद सारस्वत)
Comments
Post a Comment