જ્યારે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર યાદ કરીએ,ત્યારે આપણે શિશિર કુમાર બોઝ અને તેમના દ્વારા સ્થાપિત 'નેતાજી રિસર્ચ બ્યૂરો' નું યોગદાન પણ સ્મરણ કરવું જોઈએ.સુભાષચંદ્ર બોઝના જીવન,તેમની રાજનીતિક ગતિવિધિઓ,એમના ચિંતન અને લેખનથી જોડાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજોને એકઠું કરવા,તેને સંપાદિત તેમજ પ્રકાશિત કરવામાં શિશિર બોઝે તેમનું જીવન લગાવી દીધું.નેતાજીના ભત્રીજા અને શરત ચંદ્ર બોઝના પુત્ર શિશિર બોઝે (1920-2000) ક્યારેય તેમના કામોનો ઢંઢેરો પીટ્યો નથી અને ન સરકારી ઉપેક્ષાનું રોતડા રોયા.એના બદલે તેમનું કર્તવ્ય સમજી લગનની સાથે આ કામને તેઓ આજીવન કરતા રહ્યા.
પ્રતિબદ્ધતા કોને કહેવામાં આવે છે એ જાણવું હોય તો શિશિર બોઝ અને 'નેતાજી રિસર્ચ બ્યુરો' ના કામને એક વખત જાણવું અને જોવું જોઈએ.વર્ષો સુધી લાગેલા રહીને શિશિર બોઝે જે કામ કર્યું,તે તેમની અતૂટ પ્રતિબદ્ધતાને બયાન કરે છે.
1957 માં શિશિર બોઝે ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઐતિહાસીક અધ્યયન,નેતાજી અને આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજોને સજાવટ-સાચવણીની દ્રષ્ટિથી 'નેતાજી રિસર્ચ બ્યૂરો' ની સ્થાપના કરી.નેતાજીના પૈતૃક આવાસમાં સ્થાપિત રિસર્ચ બ્યૂરોથી જ 'નેતાજી કલેક્ટેડ વર્ક્સ' ના પ્રકાશની ભૂમિકા તૈયાર થઈ.જાણી લઈએ કે 1969માં મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દીમાં ભાગ લેવા જ્યારે ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ભારત આવ્યા,ત્યારે ડીસેમ્બર 1969 માં તેઓ 'નેતાજી રિસર્ચ બ્યૂરો' પણ ગયા અને ત્યાં તેમણે એક યાદગાર ભાષણ પણ આપ્યું.
ઉલ્લેખનીય છે કે આઝાદી પછી નેતાજીની આત્મકથા, એમના લેખો તેમજ ભાષણોના પ્રકાશનનું પ્રથમ પ્રયાસ આઝાદ હિન્દ ફોજના અધિકારીઓએ કર્યો હતો.એમાં પ્રમુખ રૂપમાં શાહ નવાજ ખાન,શાર્દૂલ સિંહ કવિશર, લક્ષ્મી સહગલ,મહેબૂબ અહમદ,ધનરાજ શર્મા,બીરેન્દ્ર નાથ દત્ત,બેલા મિત્રા અને કલ્યાણ કુમાર બોઝ સામેલ હતા.આ ઉદ્દેશથી આ લોકોએ 'નેતાજી પબ્લિશિંગ સોસાયટી' ની પણ સ્થાપના કરી હતી.સોસાયટી દ્વારા 1948 માં જ નેતાજીની આત્મકથાનું 'એન ઇન્ડિયન પિલગ્રિમ' અને 'ધ ઈન્ડિયન સ્ટ્રગલ' શિર્ષકથી બે ભાગોમાં પ્રકાશન કરવામાં આવ્યું.
શિશિર બોઝ દ્વારા સંપાદિત 'નેતાજી કલેક્ટેડ વર્ક્સ' ના બાર ખંડ છે.અંગ્રેજીમાં આ સંકલન નેતાજી રિસર્ચ બ્યુરો,ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ તેમજ પરમેનેન્ટ બ્લેક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.જોકે હિન્દીમાં 'નેતાજી સંપૂર્ણ વાઙ્મય' શિર્ષકથી 9 ખંડો ઉપલબ્ધ છે.હિન્દીમાં આ પ્રકાશન વિભાગ દ્વારા 1999માં છાપવામાં આવ્યુ હતું.જાણી લઈએ કે નેતાજી સંપૂર્ણ વાઙ્મયના સાતમા ખંડમાં સુભાષબાબુના એ પત્રો સામેલ છે,જે તેમણે 1934-42 દરમિયાન તેમની પત્ની એમિલી શેંકલને લખ્યા હતા.
એની સાથે જ શિશિર બોઝે નેતાજી અને શરત ચંદ્ર બોઝથી જોડાયેલ તેમના સંસ્મરણોને તેમના પુસ્તક "સુભાષ એન્ડ શરત : એન ઈન્ટિમેટ મેમાયર ઓફ ધ બોઝ બ્રધર્સ" માં સામેલ કરેલ છે.તેમના અન્ય પુસ્તકો છે : "ધ ગ્રેટ એસ્કેપ" ; `શરત ચંદ્ર બોઝ રિમેમ્બરિંગ માય ફાધર'. શિશિર બોઝ જેવા વ્યક્તિત્વ માટે જ બાબા નાગાર્જુને આ પંક્તિઓ લખી હશે
जिनकी सेवाएंँ अतुलनीय
पर विज्ञापन से रहे दूर
उनको प्रणाम !
- સુભનિત કૌશિક
Comments
Post a Comment