ગાંધી જન્મ શતાબ્દીના વર્ષમાં ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ભારત આવ્યા હતા.
આઝાદીનો એક બીજો લડાકુ,બાદશાહ ખાન,પૂરી જિંદગી સંઘર્ષની ભઠ્ઠીમાં તપતા રહ્યા,પરંતુ ગાંધી જન્મ શતાબ્દી વર્ષમાં જ્યારે તેઓ ભારત આવ્યા અને જયપ્રકાશ નારાયણના વિશેષ આગ્રહ પર બિહાર પધાર્યા તો આપણા જેવા લોકોને અહેસાસ થયો જેમ કે તેમના આશાવાદે તેમનો સાથ છોડી દીધો હોય.દેશના થોડાક હિસ્સાઓમાં થયેલ સાંપ્રદાયિક દંગાઓએ ભીતરથી તેમને ઉશ્કેરી દીધા હતા.ભારતે ગાંધીને ભુલાવી દીધા છે,તેમના મૂલ્યો અને આદર્શોને દફન કરી દીધા છે. હવે આ દેશ એમના સપનાનું ભારત નથી રહ્યું.
પટના થી લઈ જમુઈ સુધી,કંઇક આવા જ પ્રકારના વાક્ય એમની જબાનથી અદા થતા રહ્યા.એક જગ્યાએ તો તેમણે ત્યાં સુધી કહી દીધું : તમે ગાંધીને ભુલાવી દીધા,જેવી રીતે તમે બુદ્ધને ભુલાવી દીધા હતા.
બાદશાહ ખાનની નિરાશા પાછળ એકલા ભારતની પરિસ્થિતિઓ ન હતી.પાકિસ્તાનના હાલ અને ત્યાંની હુકુમતના અન્યાયી વ્યવહાર પણ તેમની તલ્ખીના કારણો હતા.
એ પણ સાચું છે કે છેલ્લા દિવસોમાં ગાંધી પણ ખુદને એકલા,વધુ પડતા એકલા મહેસૂસ કરવા લાગ્યા હતા. એક વાર તેમણે પોતાને 'ખાલી કારતૂસ' સુધી કહી દીધા હતા.ખાલી કારતૂસ,એટલે કે એવો ઔજાર જે કોઈના ઉપર વાર કરવામાં બેઅસર સાબિત થઈ ગયું હોય.શું ગાંધી કોઈના પર વાર કરવામાં વિશ્વાસ રાખતા હતા? આખરે તે એકાંતની ક્ષણોમાં તેમના ખુદના માટે 'ખાલી કારતૂસ' જેવા શબ્દ ઉપયોગ કરવા માટે કેમ વિવશ થઈ ગયા હતા?
નિરાશા અને આશાના આંતર સંબંધોની બાબતોમાં ગાંધી અને બાદશાહ ખાન અપવાદ ન હતા.એ બંનેની ભીતરનો એકાંત વિરાસતના રૂપમાં ઘણા બીજા નેતાઓને પણ મળ્યું.રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ પણ તેમની જિંદગીના છેલ્લા દિવસોમાં એકલતાનો એક ઘેરાયેલા અહેસાસથી અછૂતા રહી શક્યા ન હતા. લોહિયાએ તેમના વિચારોની તાજગી અને ગતિશીલતાને કારણે એકલતાના અહેસાસને તેમના ઉપર હાવી થવા દીધો નહીં.આમ જનતાની સાથે તેમના સંબંધોની ઊંડાઈ એટલી જબરદસ્ત હતી કે માયુસી એમની પાસે ભટકવાથી ડરતી હતી.
પરંતુ આઝાદ ભારતમાં આર્થિક-સામાજિક બરાબરીની દિશામાં કોઇ ઠોસ બદલાવ ન હોવાથી અને પરિણામ સ્વરૂપે સમાજના કમજોર તબ્કાઓની વધતી બદહાલીથી તેમનું મન હંમેશાં બેચેન થઇ ઉઠતું.તેમની આ બેચેન મન:સ્થિતિને પ્રગટ કરવા માટે હંમેશા લોહિયા કડવી અને આક્રમક ભાષાનો ઉપયોગ કરતા હતા.આ મન:સ્થિતિ ભાષા પ્રત્યે તેમની સહજ સંવેદનાના ધોવાણનું પ્રમાણ ન હતું.વાસ્તવમાં આ અન્યાય ના સ્તંભો ઉપર ટકેલી સામાજિક-આર્થિક વ્યવસ્થાથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિના પ્રતિ તેમની આક્રોશપૂર્ણ અસ્વીકૃતિનો સંકેત પણ હતો.
પ્રોફેસર જાબીર હુસેન : લેખક પૂર્વ સાંસદ છે અને બિહાર વિધાન પરિષદના સભાપતિ પણ રહી ચૂક્યા છે. જેઓ હિન્દી,ઉર્દૂ તથા અંગ્રેજી જેવી ભાષાઓમાં સમાન અધિકારની સાથે લેખન કરતા રહે છે.તેમને ૨૦૦૫માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Comments
Post a Comment