કર્નલ અમર બહાદુર સિંહ આઝાદી પહેલાં બ્રિટિશ આર્મીમાં કમિશંડ ઓફિસર હતા.નેતાજી સુભાષચંદ્ર બોઝના સમ્પર્કમાં આવ્યા પછી તેમણે બ્રિટિશ આર્મીથી બગાવત કરી દીધી અને દેશને આઝાદ કરાવવા માટે આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયા હતા.
કર્નલ અમર બહાદુર સિંહનો જન્મ 27 જાન્યુઆરી 1915 ના રોજ વારાણસીના છિછુઆ ગામમાં થયો હતો.તેમના પિતાજીનું નામ મહાવીર સિંહ અને માતાનું નામ કલાવતી હતું.કર્નલ સિંહનું પ્રારંભિક શિક્ષણ ગામની જ શાળામાં થયું હતું.અમર બાળપણથી જ ફોજી જવાન બનવાની ઈચ્છા ધરાવતા હતા.તેના માટે તેમણે મિશન સ્કૂલ,મિર્ઝાપુરમાં ભણ્યા.તેના પછી રાજપૂત કોલેજ,આગરાથી હાઇસ્કૂલ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ કર્યું. આગરા કોલેજમાંથી જ તેમણે બી.એસ.સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો.
15 ઓગસ્ટ 1939 ના રોજ અમરની દેહરાદુન મિલિટ્રી એકેડમીમાં પસંદગી થઈ ગઈ.15 ફેબ્રુઆરી 1941 ના રોજ કર્નલ અમર બહાદુર સિંહ રાજપૂતાના રાયફલ બટાલિયનમાં ઓફિસર તરીકે સામેલ થયા,પરંતુ કર્નલ અમર જ્યારે દેશની આઝાદી માટે સૈનિક આંદોલન ચલાવી રહેલ નેતાજી સુભાષચંદ્ર બોઝના સમ્પર્કમાં આવ્યા તો તેમણે બ્રિટિશ આર્મીના ઊચ્ચ હોદ્દાને નકારી આઝાદ હિંદ ફોજમાં સામેલ થઈ ગયા.
રુદ્રપુરમાં પીએસી કમાન્ડન્ટ પણ રહ્યા અમરસિંહ.દેશની આઝાદી પછી કર્નલ અમર બહાદુર સિંહે દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ સાથે પણ કામ કર્યું.તેઓ થોડા સમય માટે રુદ્રપુરમાં કમાન્ડન્ટના પદ પર પણ રહ્યા.
કર્નલ અમર બહાદુરસિંહે 'અમર સંકલ્પ' નામની તેમની આત્મકથા લખી હતી,જેમાં કર્નલ અમરસિંહે દેશ પ્રત્યે તેમની મહોબ્બત અને બલિદાનની કહાણી બયાન કરી છે.આ પુસ્તકમાં તેમણે નેતાજીના જજબા અને વિચારોને પણ તેમની સાથે વિતાવેલા સમયની યાદો રુપે રજુ કર્યું હતું.કર્નલ સિંહ નેતાજીની સાથે વિતાવેલ પળો ને યાદ કરી હંમેશા અતીતમાં ખોવાઈ જતા હતા.
કર્નલ અમર બહાદુરસિંહ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારો પૂર્ણરુપે દેશવાસીઓ સુધી પહોંચી શક્યા નથી.હું ખૂબ જ આશાવાદી છું મને લાગે છે કે આઝાદ હિંદ ફોજના સ્વતંત્ર સેનાનીઓનું અસલી આઝાદીનું સપનું એક દિવસ ચોક્કસ પૂરું થશે.
આઝાદ હિંદ ફોજના અફસર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના એકદમ નજીકમાં સામેલ રહેલા કર્નલ અમર બહાદુર સિંહ (102) લાંબી બીમારી પછી રવિવાર 20 ઓગસ્ટ 2017 ના દિવસે અવસાન પામ્યા.
સૌજન્ય : #Heritagetimes
Comments
Post a Comment