હોનહાર-ઘાઘ વ્યક્તિત્વ,પૂર્વગ્રહોથી જરાપણ પીડાયા વગર દરેકને પ્રેમથી વાત કરનારા,માનવીય મૂલ્યોનું જતન કરનારા, કદરદાન, પારખું,જુઝારુ,સામેથી આવકાર આપનારા, શિક્ષણને એક નવી ઊંચાઈએ લઈ જનારા,વ્યવસાયે વકીલ પણ જ્યારે સાહિત્ય પર બોલતા તો જાણે કોઈ સાહિત્યકાર હોય, નાગરિક સમાજના પ્રહરી,અદ્ભુત સ્ટાન્ડર્ડ-મૂલ્યોની ખેવનાવાળા વ્યક્તિ એવા શિરીષકુમાર એમ.મોદી સાહેબ (પ્રખર ધારાશાસ્ત્રી,જાણીતા વકીલ અને પ્રમુખ બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ) ને આદરણાંજલી..
૧૯૮૧ માં પાલનપુર મુકામે રોટરી કલબના પહેલવહેલા કાર્યક્રમમાં ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય સાહેબનો કાર્યક્રમ યોજાયો જે રોટરી કલબનો એક એવોર્ડ હોય છે જે સંસ્કારી વ્યક્તિને આપવામાં આવે છે તો એ વખતે બે પાલનપુરીઓ ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય સાહેબને આપવામાં આવ્યો હતો.આ સમારંભમાં બંને મહાનુભાવો મુંબઈથી પધારેલ,મ્યુનિસિપાલિટી પાસેની જૂની કોલેજમાં કોટક સાહેબ પ્રિન્સીપાલ હતા જેમના સહકાર અને સાહિત્ય વર્તુળ દ્વારા સવારે ચંદ્રકાંત બક્ષી સાહેબનું ઐતિહાસિક પ્રવચન અને રાત્રે મુશાયરાનું આયોજન જેને શૂન્ય સાહેબે સતત ચાર કલાક કવિતાઓ દ્વારા શ્રોતાઓની સાથે મુશાયરાની એક અલગ ઓળખ અને વળાંક આપેલ.એ પછી મુંબઈ પાછા ફરેલ પરંતુ કવિતા અને એના પાવરથી રોટરી ક્લબ તેમજ શ્રોતાઓ ખુબ જ પ્રભાવિત થયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનો યશ કોઈને જતો હોય તો એ શિરીષ મોદી સાહેબને જાય છે. શૂન્ય સાહેબ અને બક્ષી સાહેબ માટે શિરીષ મોદી સાહેબ(પ્રખર ધારાશાસ્ત્રી)ને ખુબ આદર હતો અને સહકાર પણ આપતા.
સ્વ. સૈફ પાલનપુરી માર્ગનું જે નામાભિધાન થયું એનો ઠરાવ પણ નગરપાલિકાના પ્રમુખપદે શિરીષ મોદી સાહેબના હસ્તે થયેલ એના પરથી એમની કવિતા પ્રીતિ કેટલી ઊંડી હશે એનો અંદાજો લગાવી શકાય છે..!!!
આદરણીય સૂર્યકાંત પરીખ અને કાનુભાઈ મહેતાનું સપનું સાકાર કરી શિક્ષણક્ષેત્રે વિદ્યામંદિરની સાથે સાથે પાલનપુર કોલેજ કેમ્પસ જે વટવૃક્ષ બન્યું છે એમાં શિરીષ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિનું સિંચન મુખ્ય છે.
Comments
Post a Comment